કોરોનાની કોલર ટ્યૂનથી કંટાળી ગયા છો ? આ સ્ટેપ્સ ફોલોવ કરીને હટાવો આજે જ
જ્યારથી કોરોના મેસેજની કોલર ટ્યૂન શરૂ કરવામાં આવી છે ત્યારથી જ લોકો તેનાથી કંટાળી ગયા છે. એજ કારણ છે કે લોકોએ રેગ્યુલર કોલને છોડીને વોટ્સએપ કોલ કરવાનું શરૂ કરી દીધુ છે.
ગત વર્ષથી જ આપણે કોરોના મહામારીનો સામનો કરી રહ્યા છીએ. આ વાયરસે ઘણા બધા લોકોનો ભોગ લીધો છે. વર્તમાનમાં કોરોનાના કેસ તો ઘટી ગયા છે પરંતુ ખતરો હજી પણ છે. લોકો કોરોનાથી જેટલા હેરાન થયા છે એટલા જ હેરાન લોકો એક અન્ય વસ્તુથી થયા છે અને તે છે કોરોનાની કોલર ટ્યૂન. તમને ફોન કરનાર લોકોને તમે સારી કોલર ટ્યૂન સંભળાવવા માંગો છો પરંતુ છેલ્લા દોઢ વર્ષથી આપણને એક મહિલાની જ અવાજમાં કોલર ટ્યૂન સાંભળવા મળી રહી છે જેનાથી દરેક લોકો પરેશાન છે.
વચ્ચે તો બોલીવૂડ સુપર સ્ટાર અમિતાભ બચ્ચનના અવાજમાં પણ કોલર ટ્યૂન સાંભળવા મળી રહી હતી પરંતુ બાદમાં તેને હટાવી દેવાઇ હતી. કેટલાક લોકો તેને જાગૃતતા માટેનું પગલુ ગણાવે છે તો કેટલાક લોકો તેને બંધ કરવાના ઉપાયો શોધી રહ્યા છે. તેવામાં જો તમે પણ હેરાન થઇ ગયા છો તો આજે અમે તમારા માટે એક એવી ટ્રીક લઇને આવ્યા છીએ કે જેની મદદથી તમે આ ટ્યૂનને બંધ કરાવી શકો છો.
BSNL પર આ રીતે કરો બંધ
ભારત સંચાર નિગમ લિમિટેડ એટલે કે BSNL ના પ્રીપેડ અને પોસ્ટપેટ યૂઝર્સ કોરોના વાયરલ મેસેજને પોતાના નંબર પર બંધ કરાવી શકે છે. તેના માટે તમારે UNSUB લખીને 56700 અથવા તો 56799 પર મેસેજ કરવાનો છે.
જીયો પર આ રીતે કરો બંધ
જીયો યૂઝર્સ પોતાના નંબર પરથી STOP લખીને 155223 નંબર પર મેસેજ કરી શકે છે. કન્ફર્મેશન બાદ તમારા નંબર પર આ કોલર ટ્યૂન બંધ થઇ જશે.
એરટેલ યૂઝર્સ કરે આ કામ
એરટેલ યૂઝર્સ આ કોલર ટ્યૂનને હટાવવા માટે 144 પર CANCT મેસેજ સેન્ડ કરી શકે છે. આ વાતની પુષ્ટી કરવા માટે કંપની તરફથી તમારા નંબર પર મેસેજ પણ આવશે.
જ્યારથી કોરોના મેસેજની કોલર ટ્યૂન શરૂ કરવામાં આવી છે ત્યારથી જ લોકો તેનાથી કંટાળી ગયા છે. એજ કારણ છે કે લોકોએ રેગ્યુલર કોલને છોડીને વોટ્સએપ કોલ કરવાનું શરૂ કરી દીધુ છે. જ્યારે કોઇ વ્યક્તિને તાત્કાલિક કોઇને ફોન કરવો હોય છે અને ત્યારે આ કોલર ટ્યૂન વાગે છે તો માણસ તેનાથી કંટાળી જાય છે. કોરાનાનો મેસેજ ફેલાવવા કરતા વધુ આ કોરોના કોલર ટ્યૂન લોકોને ઇરીટેટ કરી રહી છે.
આ પણ વાંચો –
હવે તમારા ટોલ ટેક્સનો હિસાબ રાખશે Google Maps, રસ્તામાં આવનાર તમામ ટોલ પ્લાઝા અને ખર્ચ વિશે કરશે માહિતગાર
આ પણ વાંચો –