Tips & Trick : ઘરે બેઠા 10 મિનીટમાં મેળવો E-Aadhar, બસ કરવાનું છે આટલું

|

Oct 26, 2021 | 8:09 AM

E Aadhar Card : ઇ-આધાર કાર્ડ તમારા નિયમિત આધાર કાર્ડનું ઇલેક્ટ્રોનિક અથવા વર્ચ્યુઅલ સ્વરૂપ છે. તમે કોઈપણ ચકાસણી માટે આધાર કાર્ડને બદલે તેનો ઉપયોગ કરી શકો છો.

Tips & Trick : ઘરે બેઠા 10 મિનીટમાં મેળવો E-Aadhar, બસ કરવાનું છે આટલું
You can download Aadhar Card online by following these simple steps

Follow us on

આધાર કાર્ડ (Aadhar Card) ભારત સરકાર (Indian Government) દ્વારા તમામ નાગરિકોને આપવામાં આવેલું ઓળખ કાર્ડ છે. યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI) દ્વારા જાહેર કરાયેલા કાર્ડ પર 12 અંકનો એક અનોખો નંબર છાપવામાં આવ્યો છે. ઈન્ડિયા પોસ્ટ દ્વારા પ્રાપ્ત થયેલ ઈ-આધાર (E-Aadhar) અને યુઆઈડીએઆઈ વેબસાઈટ પરથી ડાઉનલોડ કરેલ બંને સમાન રીતે માન્ય છે.

ઇ-આધાર કાર્ડ તમારા નિયમિત આધાર કાર્ડનું ઇલેક્ટ્રોનિક અથવા વર્ચ્યુઅલ સ્વરૂપ છે. તમે કોઈપણ ચકાસણી માટે આધાર કાર્ડને બદલે તેનો ઉપયોગ કરી શકો છો. તેમાં તમારૂ નામ, જન્મ તારીખ, આધાર નંબર, ફોટોગ્રાફ અને બાયોમેટ્રિક ડેટા જેવી તમામ જરૂરી માહિતી પણ સામેલ છે. ચાલો તમને આધાર કાર્ડ ઓનલાઈન ડાઉનલોડ કરવાની સૌથી સરળ રીત જણાવીએ

આધારની સત્તાવાર વેબસાઇટ https://uidai.gov.in/ ની મુલાકાત લો.
માય આધાર મેનૂમાં ડાઉનલોડ આધાર વિકલ્પ પર ક્લિક કરો.
જો તમે ઇચ્છો તો, તમે સીધા આ લિંક પર પણ જઈ શકો છો- https://eaadhaar.uidai.gov.in/
અહીં તમને ત્રણ વિકલ્પ જોવા મળશે – આધાર, એનરોલમેન્ટ આઈડી અને વર્ચ્યુઅલ આઈડી.
જો તમારી પાસે આધાર કાર્ડ નંબર છે, તો પછી આધાર વિકલ્પ પસંદ કરો.
હવે તમારે 12 અંકનો આધાર નંબર દાખલ કરવો પડશે.
વેરિફિકેશન માટે કેપ્ચા કોડ દાખલ કરો અને સેન્ડ ઓટીપી ઓપ્શન પર ક્લિક કરો
તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર OTP મોકલવામાં આવશે. આ OTP દાખલ કરો.
હવે વેરિફાય એન્ડ ડાઉનલોડ ઓપ્શન પર ક્લિક કરો.
આ રીતે, તમારા ઉપકરણ પર ઈ-આધાર ડાઉનલોડ થશે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

ધ્યાનમાં રાખો કે ડાઉનલોડ કરેલી આધાર કાર્ડ ફાઇલનો પાસવર્ડ આઠ અક્ષરોનો હશે. તમારે આધાર કાર્ડમાં આપેલા નામના પહેલા 4 અક્ષરો અને પછી જન્મ વર્ષ લખવાનું રહેશે. જો તમને તમારો આધાર નંબર અથવા નોંધણી નંબર યાદ ન હોય તો પણ, તમે તમારું નામ અને જન્મ તારીખ દાખલ કરીને ઈ-આધાર ઓનલાઇન ડાઉનલોડ કરી શકો છો. આ માટે, તમારે UIDAI વેબસાઇટ પરથી તમારો આધાર નંબર જનરેટ કરવો પડશે.

આ પણ વાંચો –

Raveena Tandon Birthday special: રવિના ટંડન અને કરિશ્મા કપૂર વચ્ચે ઝપાઝપી થતા ઘણા વર્ષ સુધી રહ્યા હતા અબોલા, જાણો જાણી-અજાણી વાત

આ પણ વાંચો –

Aryan khan drug case : દિલ્લી પહોંચ્યા બાદ સમીર વાનખેડે કહ્યું, મને કોઈ સમન્સ મોકલવામાં નથી આવ્યું, મારા વિરુદ્ધ લાગેલા આરોપમાં કોઈ દમ નથી

આ પણ વાંચો –

Horoscope Today: દૈનિક રાશિફળ, મીન 26 ઓક્ટોબર: ભાગીદારી ફાયદાકારક સાબિત થઈ શકે છે, નોકરીમાં બોસ અને અધિકારીઓ સાથે સંબંધ યોગ્ય રહેશે

Next Article