કામની વાત : ખૂબ કામની છે આ પાંચ Government Apps, જાણો તેને ડાઉનલોડ કરવાના ફાયદા

|

Aug 28, 2021 | 9:28 AM

ભારત સરકારે ડિજિટલ ઇન્ડિયા અંતર્ગત ઘણી બધી એપ્સ લોન્ચ કરી છે. આ મોબાઇલ એપ્સના માધ્યમથી લોકો સુધી આવશ્યક સેવાઓ પહોંચાડવામાં આવી રહી છે.

કામની વાત : ખૂબ કામની છે આ પાંચ Government Apps, જાણો તેને ડાઉનલોડ કરવાના ફાયદા
5 very useful Government Apps

Follow us on

ભારત સરકારે ડિજિટલ ઇન્ડિયા (Digital India) અંતર્ગત ઘણી બધી એપ્સ લોન્ચ કરી છે. આ મોબાઇલ એપ્સના માધ્યમથી લોકો સુધી આવશ્યક સેવાઓ પહોંચાડવામાં આવી રહી છે. આજે અમે તમને ભારત સરકારની એવી પાંચ એપ વિશે જણાવીશુ કે જે તમારા બહુ કામમાં આવશે અને જો તમારા ફોનમાં તે ડાઉનલોડ કરેલી હશે તો તમારી ઘણી બધી સમસ્યાઓનું નિરાકરણ આવી જશે.

DigiLocker

ડિજી લોકર એ ક્લાઉડ બેસ્ડ એપ છે. તેમાં સર્ટીફિકેટ્સ, ડ્રાઈવિંગ લાયસન્સ અને પાસપોર્ટ જેવા ડોક્યુમેન્ટ્સને ડિજીટલ રૂપમાં સ્ટોર કરી શકાય છે. આ એક સુરક્ષિત સ્ટોરેજ પ્લેટફોર્મ છે. આ એપને ગુગલ પ્લે સ્ટોર અને એપ્પલ એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાય છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

Aarogya Setu

કોરોનાના વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને Aarogya Setu મોબાઇલ એપને લોન્ચ કરવામાં આવી હતી. આ મોબાઇલ એપ કોરોનાથી સંક્રમિત થયેલા લોકોની લોકેશન જાણીને પોતાના યૂઝર્સને સંક્રમિતોના સંપર્કમાં આવવા વિશેની જાણકારી આપે છે. આ સાથે જ એપમાં વેક્સિનને લઇને તમામ પ્રકારની જાણકારી પણ આપવામાં આવી છે.

mAadhaar

mAadhaar એક શાનદાર મોબાઇલ એપ છે. યૂઝર્સ આ એપના ઉપયોગથી આધારકાર્ડની સોફ્ટ કોપી બનાવી શકાય છે. આ સિવાય એપના માધ્યમથી આધારકાર્ડમાં નામ અને એડ્રેસની જાણકારીને પણ સુધારી શકાય છે.

My Gov

My Gov એપને ગુગલ પ્લે સ્ટોર અને એપ્પલ એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાય છે. યૂઝર્સ આ એપની મદદથી વિભાગો અને મંત્રાલયોને સલાહ અને ફિડબેક આપી શકે છે. આ સિવાય એપમાં યૂઝર્સને વિભાગ સાથે જોડાયેલી તમામ પ્રકારની જાણકારીઓ મળી રહેશે.

UMANG

નોકરીયાત વર્ગ માટે UMANG ખૂબ કામની એપ છે. આ મોબાઇલ એપમાં યૂઝર્સને EPF, પેન કાર્ડ, આધાર કાર્ડ, ડિજીલોકર, ગેસ બુકિંગ, મોબાઇલ બિલ પેમેન્ટ અને વીજળી બીલ પેમેન્ટની સેવા મળે છે. UMANG મોબાઇલ એપને મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ટેકનોલોજી તેમજ નેશનલ ઇ-ગવર્નેન્સ ડિવિઝને સાથે મળીને બનાવી છે.

આ પણ વાંચો –

Viral Video : ડાન્સિંગ દાદીએ બોલિવુડ સોંગ પર કર્યો જબરદસ્ત ડાન્સ, એક્સપ્રેશન જોઈને તમે પણ દંગ રહી જશો !

આ પણ વાંચો –

Birthday Special: 44 વર્ષની થઈ શિલ્પા શિંદે, જાણો શા માટે કાર્ડ છપાયા બાદ અભિનેત્રીએ તોડી દીધા હતા લગ્ન

આ પણ વાંચો –

અમેરીકાએ લીધો બદલો ! 48 કલાકની અંદર ISIS-K વિરુદ્ધ કરી ડ્રોન સ્ટ્રાઇક, પેન્ટાગનનો દાવો ટારગેટને કર્યા ઠાર

Next Article