Technology: તમારૂ Gmail એકાઉન્ટ કોણ કરી રહ્યું છે યુઝ, જાણવાની આ છે સૌથી સરળ રીત

|

Feb 19, 2022 | 12:56 PM

ક્યારેક એવું બને છે કે કોઈ બીજું તમારું Gmail એક્સેસ કરી રહ્યું હોય છે. સમસ્યા એ છે કે કોઈ અન્ય તમારું Gmail ઍક્સેસ કરી રહ્યું હોઈ છે અને તમે જાણતા પણ ન હોય. જેને જાણવા માટે આ સરળ ટિપ્સ છે.

Technology: તમારૂ Gmail એકાઉન્ટ કોણ કરી રહ્યું છે યુઝ, જાણવાની આ છે સૌથી સરળ રીત
Gmail (File Photo)

Follow us on

જીમેલ (Gmail) એકાઉન્ટ આજકાલ લોકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ એટલા માટે છે કારણ કે અન્ય ઘણા એકાઉન્ટ્સ જીમેલ એકાઉન્ટ સાથે જોડાયેલા છે. મોટાભાગના પ્લેટફોર્મ પર, વપરાશકર્તાઓ Gmail એકાઉન્ટ વડે સાઇન અપ પણ કરે છે. એટલા માટે તમારા માટે એ જાણવું અગત્યનું છે કે એકાઉન્ટનો ઉપયોગ કોઈ અન્ય દ્વારા કરવામાં આવી રહ્યો નથીને. ત્યારે ભારતમાં સાયબર સુરક્ષા અને ગોપનીયતા વિશે જાગૃતિ ઘણી ઓછી છે.

સામાન્ય રીતે Gmail એકાઉન્ટ સાથે અન્ય ઘણા એકાઉન્ટ્સ લિંક હોય છે. તમે તમારા Gmail એકાઉન્ટ સાથે કેટલા પાસવર્ડ સિંક રાખો છો? આવી સ્થિતિમાં, જો તમારું જીમેલ એકાઉન્ટ હેક થઈ જાય છે, તો તમે ઘણી મુશ્કેલીમાં મુકાઈ શકો છો. તમારા જીમેલ આઈડી પરથી ઘણા એકાઉન્ટ હેક થઈ શકે છે. તેથી જ તમારા માટે Gmail એકાઉન્ટની સુરક્ષા અને જાગૃતિ ખૂબ જ મહત્વપૂર્ણ છે.

ક્યારેક એવું બને છે કે કોઈ બીજું તમારું Gmail એક્સેસ કરી રહ્યું હોય છે. સમસ્યા એ છે કે કોઈ અન્ય તમારું Gmail ઍક્સેસ કરી રહ્યું હોઈ છે અને તમે જાણતા પણ ન હોય. જેને જાણવા માટે આ સરળ ટિપ્સ છે. Gmail એ વિશ્વમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી ઈમેલ સેવા છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

તમે કયા ક્યા ડિવાઈસથી Gmail ઍક્સેસ કરો છો?

સૌ પ્રથમ, તમારા Google એકાઉન્ટ પર જઈને આની રિવ્યું કરો, તમે અત્યાર સુધીમાં કેટલા ડિવાઈસમાંથી Gmail ઍક્સેસ કર્યું છે. તમારા Google એકાઉન્ટ પર જાઓ અને નેવિગેશન પેનલમાંથી Security પેનલ પર જાઓ.

સિક્યોરિટી (Security)પેનલમાં મેનેજ ડિવાઇસીસ (Manage Devices)નો વિકલ્પ હશે. અહીં ક્લિક કરીને, તમે જોશો કે તમે હાલમાં એક સાથે કેટલા ડિવાઈસથી લૉગ ઇન છો. વધુ વિગતો માટે, તમે સૂચિમાંથી ડિવાઈસ પસંદ કરી શકો છો. જો તમને આ લિસ્ટમાં એવું કોઈ ડિવાઈસ દેખાય છે કે જેનાથી તમે લોગ ઈન કર્યું નથી, તો સમજો કે કોઈ તમારું એકાઉન્ટ એક્સેસ કરી રહ્યું છે.

સારી વાત એ છે કે અહીંથી તમે સાઇન આઉટ કરીને તમારા જીમેલને તે ડિવાઈસમાંથી દૂર કરી શકો છો. તમારું Gmail એકાઉન્ટ ક્યાં લૉગ ઇન થઈ રહ્યું છે તે જોવાની બીજી રીત પણ છે. જો તમારી પાસે કોમ્પ્યુટરથી જીમેલ લોગીન છે, તો જીમેલ ફ્રન્ટ પેજની નીચે સ્ક્રોલ કરો.

લાસ્ટ એક્ટિવિટી મહત્વપૂર્ણ ટૂલ

નીચે રાઈટ સાઈડમાં Last Account Activity: XX Minutes Ago દેખાશે. તેની નીચે જ Details પર ક્લિક કરો. ક્લિક કરવાથી, એક નવી વિન્ડો દેખાશે. અહીં તમારી એકાઉન્ટ એક્ટિવિટીની યાદી છે. સૌથી ટોપમાં Concurrent Session Information દેખાશે. અહીં બ્રાઉઝરનું નામ અને લોકેશન આઈપી એડ્રેસ જોઈ શકાશે. તેની બરાબર નીચે એક ટેબલ મળશે જ્યાં IP, લોકેશન અને લોગિન તારીખ અને સમય હશે.

હવે તમે તેને ધ્યાનથી જુઓ અને મેચ કરો. જો તમને લાગે છે કે તમે લોગીન સેશન જોઈ રહ્યા છો જે તમે કર્યું નથી, તો સમજો કે તમારા Gmail એકાઉન્ટને અન્ય કોઈએ એક્સેસ કર્યું છે. તમે અહીંથી સાઇન આઉટ પણ કરી શકો છો. આ સિવાય આઈપીની મદદથી એ પણ જાણી શકાય છે કે કયા લોકેશનથી એક્સેસ કરવામાં આવ્યું હતું.

ધ્યાનમાં રાખો કે, હેકર્સ આઈપી બાઉન્સ કરવા માટે અલગ-અલગ ટૂલ્સનો પણ ઉપયોગ કરે છે, તેથી આઈપીમાંથી સાચું લોકેશન જાણવું શક્ય નથી. જો કે, તમે Gmail ના સુરક્ષા ચેક અપ વિકલ્પ પર ટેપ કરીને વધુ માહિતી મેળવી શકો છો અને તમારું એકાઉન્ટ સુરક્ષિત કરી શકો છો.

આ પણ વાંચો: Mixed & Multi Farming: મિશ્ર ખેતી અને મલ્ટી ફાર્મિંગમાં શું છે અંતર જાણો આ ખેતીના લાભ વિશે

આ પણ વાંચો: Viral: વાઘના નાના બચ્ચાએ ક્યુટ અંદાજમાં તેની માં સાથે કર્યો થપ્પો, આ વીડિયોએ 50 લાખથી વધુ લોકોનું દિલ જીત્યું

Next Article