Technology : હવે એક સેકન્ડમાં 57 હજાર ફિલ્મો ડાઉનલોડ કરી શકાશે, જાણો સમગ્ર વિગત

|

Jul 20, 2021 | 4:02 PM

યૂઝર એક સેકન્ડમાં 57 હજાર ફિલ્મોને ડાઉનલોડ કરી શક્શે. કેટલી પણ મોટી ફાઇલ હોય આટલી સ્પીડના ઇન્ટરનેટના ઉપયોગથી તે સેકન્ડ્સમાં ડાઉનલોડ થઇ શક્શે

Technology : હવે એક સેકન્ડમાં 57 હજાર ફિલ્મો ડાઉનલોડ કરી શકાશે, જાણો સમગ્ર વિગત
57 thousand movies can be downloaded in one second

Follow us on

ઇન્ટરનેટની શોધ થયા બાદ મનાવીનું જીવન સરળ બન્યુ છે. દુનિયા નાની થઇ ગઇ છે કારણે કે કનેક્ટીવીટી સરળ થઇ ગઇ છે. તમે દુનિયાના એક ખૂણે બેસીને બીજા ખૂણે રૂપિયા ટ્રાંસફર કરી શકો છો. વીડિયો કોલ કરીને તમે ડીજીટલી ક્યાંય પણ તમારી હાજરી પુરાવી શકો છો. કોરોના મહામારીના સમયમાં તો લોકો ઇન્ટરનેટના ઉપયોગથી ઘરે બેઠા કામ કરવા લાગ્યા, શાળાઓ બંધ થતા વિદ્યાર્થીઓનો અભ્યાસ પણ ઓનલાઇન થઇ ગયો છે. ઓફિસની મિટીંગ હોય કે પછી વિદ્યાર્થીઓની પરિક્ષા આજકાલ બધુ જ ઓનલાઇન થઇ રહ્યુ છે. તેવામાં હવે આવનાર સમયમાં વધુ ફાસ્ટ ઇન્ટરનેટની માંગ વધશે જેને ધ્યાનમાં લઇને જાપાને આ ક્ષેત્રે પરિક્ષણ કરવાનું શરૂ કરી દીધુ છે.

ભારતમાં હાલ 5G લોન્ચ થવા જઇ રહ્યુ છે ત્યારે અમેરીકા અને ચીનમાં 6G નું ટેસ્ટિંગ શરૂ થઇ ગયુ છે. પરંતુ આ બધા દેશોથી અલગ જાપાને અલગ જ કામ કરીને બતાવી દીધુ છે. જાપાનના નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેક્નોલોજીની લેબમાં ટેસ્ટિંગ દરમિયાન 319 ટેરાબાઇટ પ્રતિસેકન્ડની સ્પીડ સામે આવી છે. જેના કારણે પાછલા સમગ્ર રેકોર્ડ્સને જાપાને તોડી દીધા છે.

 

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

તમને જણાવી દઇએ કે, આ સ્પીડમાં (Internet Speed) યૂઝર એક સેકન્ડમાં 57 હજાર ફિલ્મોને ડાઉનલોડ કરી શક્શે. કેટલી પણ મોટી ફાઇલ હોય આટલી સ્પીડના ઇન્ટરનેટના ઉપયોગથી તે સેકન્ડ્સમાં ડાઉનલોડ થઇ શક્શે. ગત વર્ષે પણ આ પ્રકારનું ટેસ્ટીંગ કરવામાં આવ્યુ હતુ જેમાં 178 ટેરાબાઇટ પ્રતિ સેકન્ડની સ્પીડ મળી હતી. આ ટેસ્ટ ગત વર્ષે જાપાન અને બ્રિટનના ઇજનેરોએ મળીને કર્યુ હતુ

 

આ પણ વાંચો- Inspiring: પતિથી અલગ થયેલી બે સંતાનોની માતા અને સફાઈ કર્મીએ સિવિલ સર્વિસ પાસ કરી સમાજમાં આપ્યું પ્રેરણાદાયક ઉદાહરણ

આ પણ વાંચો – UPSC CMS Recruitment 2021: કમ્બાઈન્ડ મેડિકલ સર્વિસ પરીક્ષા માટે અરજી કરવાની છેલ્લી તારીખ નજીક, જલ્દી કરો અરજી

Next Article