Inspiring: પતિથી અલગ થયેલી બે સંતાનોની માતા અને સફાઈ કર્મીએ સિવિલ સર્વિસ પાસ કરી સમાજમાં આપ્યું પ્રેરણાદાયક ઉદાહરણ

પતિથી અલગ થયા પછી કોઈ પર નિર્ભર રહેવાને બદલે પોતે સ્વતંત્ર રહી આત્મનિર્ભર બનીને પોતાના બાળકોનો ઉછેર કરવો હતો.

Inspiring: પતિથી અલગ થયેલી બે સંતાનોની માતા અને સફાઈ કર્મીએ સિવિલ સર્વિસ પાસ કરી સમાજમાં આપ્યું પ્રેરણાદાયક ઉદાહરણ
સફાઈ કર્મચારીની નોકરી કરતાં કરતાં પણ નોકરીની તૈયારીઓ ચાલુ રાખી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 20, 2021 | 2:37 PM

Inspiring: માનવીનો સખત પરિશ્રમ એક દિવસ તેને સફળતાના શિખર પર જરૂર પહોચાડીને રહે છે. આજે આપણે અહી એક શ્રેષ્ઠ સફળતાની વાત કરવાની છે, જેમાં એક 40 વર્ષીય સિંગલ મધરે સિવિલ સર્વિસની એક્ઝામ પાસ કરીને સમાજમાં એક શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

રાજસ્થાન (Rajasthan) ની 40 વર્ષીય આશા કંડારા (Asha Kandara) બે બાળકોની સિંગલ મધર છે. આશાએ વર્ષ 2018 માં જ સિવિલ એક્ઝામ (Civil Service Exam) પાસ કરી દીધી હતી. જેનું રિઝલ્ટ 13 જુલાઈ, 2021 ના રોજ જાહેર થયું હતું. સફાઈ કર્મચારીથી RAS ઓફિસર બનવા માટે તેને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. સફળતાના આ શિખર સાર કરવા માટે તને સખત મહેનત કરી હતી.

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

આશા વાત કરતાં કહે છે કે જીવનમાં ઘણું સહન કરીને આ મુકામ પર પહોંચી છે. પતિ સાથે છૂટા-છેડા, જાતિને લઈને આવતા અવરોધો, જેન્ડર બાયસ જેવી મુશ્કેલીઓએ જીવનમાં ઘણું શીખવી ગયું છે. આવી તમામ મુશ્કેલીઓ સામે હાર માની લેવાને બદલે સખત મહેનત કરીને મુશ્કેલીઓ સામે લડવાનું નક્કી કર્યું.

પતિથી અલગ થયા પછી કોઈ પર નિર્ભર રહેવાને બદલે પોતે સ્વતંત્ર રહી આત્મનિર્ભર બનીને પોતાના બાળકોનો ઉછેર કરવો હતો. તેને આશાએ ભણવાનું ચાલુ ચાલુ રાખ્યું અને વર્ષ 2017 માં ગ્રેજ્યુએશન પૂરું કર્યું. પોતાની સફળ યાત્રા વિષે વાત કરતા આશા જણાવે છે કે 2018 જોધપુર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સફાઈ કર્મચારીની નોકરી કરતાં કરતાં પણ નોકરીની તૈયારીઓ ચાલુ રાખી હતી.

આશાએ પ્રથમ પ્રયાસે જ પરીક્ષા પાસ કરી દીધી હતી. ત્યારબાદ અંતિમ પરિક્ષાની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. મેયર અને સિનિયર ઓફિસરે આશાની આ સિદ્ધિ બદલ ભવ્ય સન્માન કર્યું હતું. એક સમયે સફાઈ કર્મીની નોકરી કરતી આશા આજે કોર્પોરેશનમાં ઓફિસર બનીને સમાજની લાખો કરોડો યુવતીઓને પ્રેરણા પૂરી પાડી રહી છે.

આ પણ વાંચો: Ahmedabad : સાબરમતી રિવરફ્રન્ટ બાયો ડાયવર્સીટી પાર્કના વિસ્તરણની કામગીરી અંતર્ગત વૃક્ષારોપણમાં 75,000 થી વધુ વૃક્ષો વવાશે

આ પણ વાંચો: આ કંપની New Joining પર કર્મચારીઓને આપી રહી છે BMW SUPER BIKE અને T20 World Cup નિહાળવાનો મોકો , શું તમે કર્યું એપ્લાય ?

Latest News Updates

ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
g clip-path="url(#clip0_868_265)">