Technology : Google તમારી દરેક ચાલને કરે છે ટ્રેક, જો તેને રોકવા માંગતા હોવ તો કરો આ સેટિંગ્સ

|

Sep 25, 2021 | 9:35 AM

શું તમે જાણો છો કે ગૂગલ તમારી દરેક ચાલ પર નજર રાખે છે? તમે ક્યાં જઈ રહ્યા છો અને તમે શું શોધી રહ્યા છો, તમે કોઈને કહો કે નહીં, પણ ગૂગલ આ બધું જાણે છે. ખરેખર, લોકેશનનો ઉપયોગ ગૂગલ તેની સેવા સુધારવા માટે કરે છે

Technology : Google તમારી દરેક ચાલને કરે છે ટ્રેક, જો તેને રોકવા માંગતા હોવ તો કરો આ સેટિંગ્સ
Google tracks your every move. If you want to stop it, make these settings

Follow us on

ગૂગલનો ઉપયોગ વિશ્વના દરેક ભાગમાં થાય છે. શું તમે જાણો છો કે ગૂગલ(Google) તમારી દરેક ચાલ પર નજર (Tracking) રાખે છે? તમે ક્યાં જઈ રહ્યા છો અને તમે શું શોધી રહ્યા છો, તમે કોઈને કહો કે નહીં, પણ ગૂગલ આ બધું જાણે છે. ખરેખર, લોકેશનનો (Location) ઉપયોગ ગૂગલ તેની સેવા સુધારવા માટે કરે છે, જે સ્થાન-આધારિત શોધ, પરિણામો, રીઅલ-ટાઇમ ટ્રાફિક, ફોટા અને અન્ય વસ્તુઓના સ્થાન વિશે સચોટ માહિતી આપે છે. જો કે, જો તમે ન ઇચ્છતા હોવ કે Google તમારું સ્થાન ટ્રેક કરે, તો તમે તેમને સરળ ટિપ્સ અને યુક્તિઓથી અવરોધિત કરી શકો છો.

લોકેશન ટ્રેકિંગ કેવી રીતે બંધ કરવું?

લોકેશન ટ્રેકિંગ બંધ કરવાની બે રીત છે. પ્રથમ વિકલ્પમાં, તમારા ઉપકરણ પરની તમામ એપ્લિકેશન્સના સ્થાન ડેટાની પરવાનગી બ્લોક થઇ જશે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

APP પરવાનગીઓને અવરોધિત કરવાની પ્રથમ રીત એ છે કે એન્ડ્રોઇડ સ્માર્ટફોનની સેટિંગ્સ પર જવું.પછી ડેટા લોકેશન પર ક્લિક કરો.આ પછી, લોકેશન પરવાનગી પર ડાબે સ્વાઇપ કરીને તેને બંધ કરી શકાય છે. એ જ રીતે, તમે લોકેશનની પરવાનગીઓ પણ ચાલુ કરી શકો છો.

APP પરવાનગીઓને અવરોધિત કરવાની બીજી રીત તમારા Google એકાઉન્ટની લોકેશન હિસ્ટ્રી ફીચર બંધ કરીને તમે લોકેશન ટ્રેકિંગ પણ બંધ કરી શકો છો. આ સાથે, બધી ગૂગલ એપ્લિકેશન્સ અને સેવાઓ એક જ સ્વાઇપથી બંધ કરી શકાય છે.

ગૂગલ એકાઉન્ટના સેટિંગ્સ ઓપ્શન પર ક્લિક કરો.

અહીં મેનેજ કરો તમારું ગૂગલ એકાઉન્ટ પર ક્લિક કરો.

પછી ગુગલ એકાઉન્ટના પ્રાઇવસી અને પર્સનાલાઇઝેશન ઓપ્શન પર ક્લિક કરો.

અહીં તમારે લોકેશન હિસ્ટ્રી ઓફ એક્ટિવિટી કંટ્રોલ વિભાગ પર ક્લિક કરવાનું રહેશે.

તે પછી લોકેશન હિસ્ટ્રી પર ડાબે સ્વાઇપ કરો

કોઇ ચોક્કસ એપનું લોકેશન કેવી રીતે બંધ કરવું?

જો તમે કોઇ એક એપનું લોકેશન પરમીશન બંધ કરવા માંગતા હોવ તો તમે આ પદ્ધતિ અપનાવી શકો છો.

એન્ડ્રોઇડ ફોનની સેટિંગ્સ પર જાઓ.

પછી લોકેશન પર ટેપ કરો.

આ પછી, તમે કોઈપણ એપને લોકેશન પરમિશનની એક્સેસ આપવા માટે સ્વાઇપ કરીને ડોંગલને ઓન અથવા બ્લોક કરી શકો છો.

આ પણ વાંચો –

ગજબ !! વાંદરો બન્યો વિલન, પોતાને પકડાવનાર વ્યક્તિ પાસે બદલો લેવા આ વાંદરાએ 22 કિમીનો પ્રવાસ કરી દીધો

આ પણ વાંચો –

હવે આને શું કહેશો ? બેન્કની નોકરી છોડીને ડ્રેગન બન્યો આ વ્યક્તિ, હવે ઓપરેશન ‘જેન્ડર લેસ’

આ પણ વાંચો –

‘મિસ્ટર 56 ઇંચ ચીનથી ડર્યા’નાં નિવદેન પર આ કેન્દ્રિય પ્રધાને વાળ્યો જવાબ, કહ્યું કે રાહુલ ગાંધી પાર્ટ ટાઇમ રાજકારણી

Published On - 9:35 am, Sat, 25 September 21

Next Article