તમારા સ્માર્ટફોનનું આ રીતે રાખો ધ્યાન, સ્માર્ટફોનની બેટરી લાઈફ વધારવા ફોલો કરો આ ટિપ્સ

|

Jul 03, 2022 | 11:33 PM

Smartphone battery : દરેક વ્યક્તિ માટે તેનો સ્માર્ટફોન કિંમતી હોય છે.તે લાંબા સમય સુધી ચાલે તે માટે સ્માર્ટફોન અને સ્માર્ટફોનની બેટરીનું ધ્યાન રાખવુ જરુરી છે.

તમારા સ્માર્ટફોનનું આ રીતે રાખો ધ્યાન, સ્માર્ટફોનની બેટરી લાઈફ વધારવા ફોલો કરો આ ટિપ્સ
Smartphone battery
Image Credit source: mobilesnapcanada

Follow us on

દરેક વ્યક્તિ માટે તેનો સ્માર્ટફોન (Smartphone) કિંમતી હોય છે.તે લાંબા સમય સુધી ચાલે તે માટે સ્માર્ટફોન અને સ્માર્ટફોનની બેટરીનું ધ્યાન રાખવુ જરુરી છે. બદલાતા સમય સાથે સ્માર્ટફોન, કેમેરા અને પ્રોસેસર વગેરેની ડિઝાઇનમાં ઘણો બદલાવ આવ્યો છે.જો આપણે સ્માર્ટફોનની બેટરી વિશે વાત કરીએ, તો આ એક એવી જગ્યા છે જ્યાં કોઈ ખાસ અપગ્રેડ મળ્યું નથી. આજકાલ, મોટા ડિસ્પ્લે, મલ્ટિપલ સેન્સર અને ઝડપી પ્રોસેસર જેવી સુવિધાઓ ચલાવવા માટે વધારે બેટરી પાવરની જરૂરીછે. જો કે, કેટલાક સ્માર્ટફોન ફાસ્ટ ચાર્જિંગ અથવા પાવર મોડ સાથે આવે છે, પરંતુ આ બેટરીની સમસ્યાનો કાયમી ઉકેલ નથી. તેથી યુઝર્સએ ફોનની બેટરી (Smartphone Battery) પર વિશેષ ધ્યાન આપવું જોઈએ.

જો બેટરી ખરાબ થઈ જાય તો શું કરવું?

આ માટે શ્રેષ્ઠ ઉપાય છે કે બેટરીને બદલો. Xiaomiએ તાજેતરમાં બેટરી રિપ્લેસમેન્ટ પ્રોગ્રામની જાહેરાત કરી હતી, જેમાં ગ્રાહકો માત્ર રૂ. 499 ચૂકવીને નવી બેટરી ખરીદી શકે છે. આ ઓફર Redmi અને Xiaomi બંને સ્માર્ટફોન પર લાગુ છે, પરંતુ ઉપકરણના આધારે કિંમત બદલાઈ શકે છે. સ્માર્ટફોનની અન્ય બ્રાન્ડની બેટરી માટે, તેના સર્વિસ સેન્ટરમાંથી માહિતી મેળવી શકાય છે.

બેટરી લાઈફ વધારવા શું કરવુ ?

દરેક Android સ્માર્ટફોનની સેટિંગ્સ એપ્લિકેશનમાં બેટરીનો વિકલ્પ હોય છે, જ્યાં તમને બેટરીની સમસ્યાઓને ઠીક કરવા અથવા બેટરી બચાવવા માટેના વિકલ્પો મળે છે. તમે તે તમામ એપ્સ પસંદ કરી શકો છો, જે વધુ બેટરી વાપરે છે. અહીં તમને ખબર પડશે કે કઈ એપ્સ કે ફીચર્સ બેટરીને વધારે પડતું ઉતારી રહ્યા છે, જેથી તમે તેને બંધ કરી શકો. આ સિવાય યુઝર્સ આ ટિપ્સ ફોલો કરીને સ્માર્ટફોનની બેટરી લાઈફ પણ વધારી શકે છે.

આ પણ વાંચો

1.યુઝર્સ સ્માર્ટફોનનું જીપીએસ અને લોકેશન બંધ કરી શકે છે.

2.બેટરી બચાવવા માટે ઓટો બ્રાઇટનેસ ચાલુ રાખો.

3.તમે સ્ક્રીન રિફ્રેશ રેટને 60Hz પર શિફ્ટ કરી શકો છો.

4.બેટરી બચાવવા માટે ઓટો સ્ક્રીન સમય 30 સેકન્ડ પર સેટ કરો.

5.યુઝર્સ બેકગ્રાઉન્ડમાં ચાલતી બિનજરૂરી એપ્સ પણ બંધ કરી શકે છે.

6.15 સેકન્ડની નિષ્ક્રિયતા પછી ઉપકરણને લૉક કરવું હંમેશા વધુ સારું છે.

7.ડાર્ક મોડનો ઉપયોગ કરવો વધુ સારું છે કારણ કે તે તમારા સ્માર્ટફોનની ઓછી બેટરી વાપરે છે.

8.હંમેશા ચાલુ ડિસ્પ્લેને બંધ કરવાનો પ્રયાસ કરો.

9.જ્યારે ઉપયોગમાં ન હોય ત્યારે પોર્ટેબલ હોટસ્પોટને બંધ કરવાનું ભૂલશો નહીં.

Next Article