Google પાસવર્ડ મેનેજરને મળ્યું જબરદસ્ત અપડેટ, પાસવર્ડ મેનેજ કરવું બનશે વધુ સરળ

આ ફીચર ડેસ્કટોપ પર ક્રોમ બ્રાઉઝર સાથે એન્ડ્રોઇડ ફોન પર પણ કામ કરશે. નવું અપડેટ પાસવર્ડ મેનેજરને ક્રોમ (Chrome) અને Android પર સમાન ઇન્ટરફેસ આપશે. ગૂગલનું કહેવું છે કે આ નવા અપડેટથી યુઝર્સને પહેલા કરતા વધુ સારી પાસવર્ડ પ્રોટેક્શન મળશે.

Google પાસવર્ડ મેનેજરને મળ્યું જબરદસ્ત અપડેટ, પાસવર્ડ મેનેજ કરવું બનશે વધુ સરળ
Symbolic Image Image Credit source: File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 03, 2022 | 11:55 AM

ગૂગલે(Google) તેના પાસવર્ડ મેનેજરને અપડેટ કરવાની જાહેરાત કરી છે, જેથી યુઝર્સ તેનો સરળતાથી ઉપયોગ કરી શકે. ઉપરાંત, આ અપડેટ પાસવર્ડ સુરક્ષાને વધુ મજબૂત બનાવશે. નવા અપડેટ દ્વારા, વપરાશકર્તાઓ તેમના Android હોમ સ્ક્રીન પર Google પાસવર્ડ મેનેજર (Password Manager) નો શોર્ટકટ બનાવી શકશે. કંપનીએ 30 જૂનના રોજ આ અપડેટ રોલઆઉટ કરવાનું શરૂ કર્યું. અપડેટ બાદ યુઝર્સ ક્રોમ બ્રાઉઝર અને એન્ડ્રોઈડ પર ઓટોમેટીક પાસવર્ડ એડ કરી શકશે. આ ફીચર ડેસ્કટોપ પર ક્રોમ બ્રાઉઝર સાથે એન્ડ્રોઇડ ફોન પર પણ કામ કરશે. નવું અપડેટ પાસવર્ડ મેનેજરને Chrome અને Android પર સમાન ઇન્ટરફેસ આપશે. ગૂગલનું કહેવું છે કે આ નવા અપડેટથી યુઝર્સને પહેલા કરતા વધુ સારી પાસવર્ડ પ્રોટેક્શન મળશે.

એક ટૅપ પર પાસવર્ડ્સ ઍક્સેસ

આ સંદર્ભે, ક્રોમના પ્રોડક્ટ મેનેજર અલી સર્રાફે બ્લોગપોસ્ટમાં જણાવ્યું હતું કે આ રીલીઝ સાથે અમે એક સરળ અને યૂનિફાઈડ મેનેજમેન્ટ એક્સપીરિયન્સ રજૂ કરી રહ્યા છીએ. જો તમારી પાસે એક જ સાઈટ અથવા એપ માટે એક કરતા વધુ પાસવર્ડ હશે, તો અમે તેમને ઓટોમેટિકલી ગ્રુપ કરી દેશું અને તમારી સુવિધા માટે, તમે તમારી એન્ડ્રોઈડ હોમ સ્ક્રીન પર એક જ ટેપથી તમારો પાસવર્ડ એક્સેસ કરી શકશો.

યુનીક અને મજબૂત પાસવર્ડ બનાવવામાં મદદ કરશે

કંપનીએ કહ્યું કે ગૂગલ પાસવર્ડ મેનેજર બધા પ્લેટફોર્મ પર યુનિક અને મજબૂત પાસવર્ડ બનાવી શકે છે. ઉપરાંત તે વેબ બ્રાઉઝ કરતી વખતે તેમના પાસવર્ડ સાથે ચેડા ન થાય તેની ખાતરી કરવામાં પણ મદદ કરે છે. સર્રાફે કહ્યું, “અમે સતત આને વિસ્તારવા પર કામ કરી રહ્યા છીએ, તેથી જ જ્યારે તમે તમારા ઓટોફિલ પ્રોવાઈડર્સ તરીકે ક્રોમને સેટ કરો છો ત્યારે અમે તમને તમારી iOS એપ્સ માટે પાસવર્ડ જનરેટ કરવાની તક આપી રહ્યા છીએ.

Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે

નબળા અને રીયુઝ પાસવર્ડ્સને ચિહ્નિત કરશે

વપરાશકર્તાઓ હવે કોઈપણ ઓપરેટિંગ સિસ્ટમ પર તેમના કમ્પ્યુટર અથવા મોબાઇલ પર મજબૂત પાસવર્ડ બનાવી શકે છે. જ્યારે તમે કોઈ સાઇટમાં તમારા પાસવર્ડ દાખલ કરો છો, ત્યારે Chrome આપમેળે તેમના પાસવર્ડ્સ તપાસશે. કંપનીએ કહ્યું કે તે હવે માત્ર કોમ્પ્રમાઈઝ થયેલા ક્રેડેંશિયલ્સ જ નહીં, પરંતુ એન્ડ્રોઇડ પર નબળા અને રીયુઝ કરાયેલા પાસવર્ડને પણ ચિહ્નિત કરશે.

યુઝર્સ ઠીક કરી શકશે પાસવર્ડ

જો Google વપરાશકર્તાઓને પાસવર્ડ્સ વિશે ચેતવણી આપે છે, તો તેઓ હવે એન્ડ્રોઇડ પર કંપનીના ઓટોમેટિક પાસવર્ડ ચેન્જ ફીચરની મદદથી કોઈપણ મુશ્કેલી વિના તેને ઠીક કરી શકે છે. શક્ય તેટલા લોકોને સુરક્ષિત રાખવા માટે, કંપની એન્ડ્રોઇડ, ક્રોમ ઓએસ, આઇઓએસ, વિન્ડોઝ, મેકઓએસ અને લિનક્સ પરના તમામ ક્રોમ વપરાશકર્તાઓ માટે તેની કોમ્પ્રમાઈઝ પાસવર્ડ વોર્નિંગનો વિસ્તાર કરી રહી છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">