WhatsApp યુઝર્સ 2 દિવસ બાદ પણ ડિલીટ કરી શકશે મેસેજ, જાણો કેવી રીતે?

વોટ્સએપે (WhatsApp) મેસેજ ડિલીટ કરવા માટે 1 કલાક, 8 મિનિટ અને 16 સેકન્ડનો સમય આપ્યો છે. આ પછી, વોટ્સએપ મેસેજ ડિલીટ કરી શકાશે નહીં. જોકે, ટૂંક સમયમાં જ યુઝર્સને વોટ્સએપ તરફથી રાહત મળવા જઈ રહી છે.

WhatsApp યુઝર્સ 2 દિવસ બાદ પણ ડિલીટ કરી શકશે મેસેજ, જાણો કેવી રીતે?
WhatsAppImage Credit source: Google
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 04, 2022 | 10:34 AM

વોટ્સએપ (WhatsApp) ટૂંક સમયમાં જ યુઝર્સને મોટી રાહત આપવા જઈ રહ્યું છે, જેનાથી યુઝર્સને તેમની ભૂલ સુધારવાની વધુ તક મળશે. હાલમાં જો તમે ભૂલથી મેસેજ મોકલી દીધો હોય તો તે મેસેજ ડિલીટ કરી શકાય છે. પરંતુ તેની એક શરત છે કે યુઝર્સને મેસેજ મોકલવાના મર્યાદિત સમયગાળામાં વોટ્સએપ મેસેજ ડિલીટ(Message Delete) કરવાનો વિકલ્પ મળે છે. વોટ્સએપે મેસેજ ડિલીટ કરવા માટે 1 કલાક, 8 મિનિટ અને 16 સેકન્ડનો સમય આપ્યો છે. આ પછી, વોટ્સએપ મેસેજ ડિલીટ કરી શકાશે નહીં. જોકે, ટૂંક સમયમાં જ યુઝર્સને વોટ્સએપ તરફથી રાહત મળવા જઈ રહી છે. કારણ કે વોટ્સએપની માલિકીની કંપની મેટા આ સમયગાળો વધારીને 2 દિવસ કરવા જઈ રહી છે. મતલબ જો તમે બે દિવસ પહેલા કોઈ મેસેજ મોકલ્યો હોય તો તેને ડીલીટ પણ કરી શકાય છે.

જોવા મળશે આ ફેરફારો

WAbetaInfoના અહેવાલ મુજબ, WhatsApp દ્વારા નવી સમય મર્યાદાને રોલઆઉટ શરૂ કરવાનું શરૂ કર્યું છે. જે યુઝર્સ વોટ્સએપના લેટેસ્ટ બીટા એન્ડ્રોઈડ વર્ઝનનો ઉપયોગ કરે છે તેઓ આ અપડેટ મેળવનાર પ્રથમ હશે. કંપની 1 કલાક 8 મિનિટ અને 16 સેકન્ડનો સમયગાળો વધારીને 2 દિવસ 12 કલાક કરવા માંગે છે. ગૂગલના બ્લોગ અનુસાર, કંપનીએ આ ફીચર બીટા ટેસ્ટર્સ માટે રોલઆઉટ કર્યું છે, જે ટૂંક સમયમાં બીટા યુઝર્સ માટે ઉપલબ્ધ થશે.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

ગ્રૂપ મેસેજને એડમિન કરી શકશે ડિલીટ

વોટ્સએપ વતી, ગ્રુપના એડમિનને કોઈપણ મેસેજ ડિલીટ કરવાની સત્તા આપવામાં આવશે. અત્યારે એ જ વ્યક્તિ વોટ્સએપ ગ્રુપના મેસેજને ડીલીટ કરી શકે છે, જેણે વોટ્સએપ ગ્રુપમાં મેસેજ મોકલ્યો હોય. તેમજ વ્હોટ્સએપ મેસેજ કોણે ડીલીટ કર્યો છે, તેની માહિતી ગ્રુપના બાકીના સભ્યોને નોટિફિકેશનમાંથી આપવામાં આવશે. જો કે એડમિન ગ્રુપ મેસેજ ડીલીટ ફીચર હાલમાં ડેવલપ થવાના તબક્કામાં છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">