Social Media Outage : ફેસબુકનો અત્યાર સુધીનો સૌથી મોટો આઉટેજ, જાણો કેમ ઠપ્પ થઇ હતી સેવાઓ

WhatsApp, Facebook and Instagram Down : આઉટેજ દરમિયાન ફેસબુકે યુએસ જાહેરાતની આવકમાં આશરે 545,000 ડોલર પ્રતિ કલાક ગુમાવ્યા. કંપનીની પોતાની ઇમેઇલ સિસ્ટમ સહિત ફેસબુકની કેટલીક આંતરિક એપ પણ પ્રભાવિત થઇ છે.

Social Media Outage : ફેસબુકનો અત્યાર સુધીનો સૌથી મોટો આઉટેજ, જાણો કેમ ઠપ્પ થઇ હતી સેવાઓ
Social media outage
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 05, 2021 | 9:55 AM

ફેસબુક (Facebook), તેનું મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપ (Whatsapp) અને ફોટો શેરિંગ એપ ઇન્સ્ટાગ્રામ (Instagram) સાત કલાક સુધી ડાઉન રહ્યા બાદ ફરી કામ કરવાનું શરૂ કર્યું છે. સર્વર ડાઉન થવાને કારણે સમગ્ર વિશ્વમાં લોકો પ્રભાવિત થયા છે. ફેસબુકે સોમવારે મોડી રાત્રે કહ્યું હતું કે તે તેમની સેવાઓને પુનસ્થાપિત કરવા માટે કામ કરી રહ્યું છે અને “તેઓ હવે પાછા ઓનલાઈન થયા છે તે જાણ કરવામાં ખુશી છે.”

કંપનીએ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપની સર્વિસ બંધ થવાને કારણે લોકોને પડતી અસુવિધા બદલ માફી માંગી હતી અને એપ પરત આવવા માટે આટલા લાંબા સમય સુધી રાહ જોવા બદલ તેના યુઝર્સનો આભાર માન્યો હતો. જોકે, હજુ સુધી એ જણાવવામાં આવ્યું નથી કે આ આઉટેજનું કારણ શું હોઈ શકે. ઈન્ટરનેટ સમસ્યાઓ પર નજર રાખતા ડાઉનડેક્ટરએ જણાવ્યું હતું કે વિશ્વભરમાં 10.6 મિલિયનથી વધુ અહેવાલો સાથે, આ ફેસબુકનો અત્યાર સુધીનો સૌથી મોટો આઉટેજ હતો.

સર્વિસ શટડાઉનને પગલે સોમવારે ફેસબુકના શેરમાં 4.9 ટકાનો ઘટાડો થયો હતો, જે ગયા નવેમ્બર પછીનો તેમનો સૌથી મોટો દૈનિક ઘટાડો છે. સ્ટાન્ડર્ડ મીડિયા ઈન્ડેક્સ મુજબ, એક મેગેઝિન મેઝરમેન્ટ ફર્મ, આઉટેજ દરમિયાન ફેસબુકે યુએસ જાહેરાતની આવકમાં આશરે 545,000 ડોલર પ્રતિ કલાક ગુમાવ્યા. કંપનીની પોતાની ઇમેઇલ સિસ્ટમ સહિત ફેસબુકની કેટલીક આંતરિક એપ પણ પ્રભાવિત થઇ છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

ન્યૂયોર્ક ટાઈમ્સના ટેક રિપોર્ટર શીરા ફ્રેન્કલીને કહ્યું છે કે તેણે ફેસબુક સાથે કામ કરતા વ્યક્તિ સાથે વાત કરી છે. તેમણે કહ્યું કે ફેસબુકના કર્મચારીઓ સવારથી જ બિલ્ડિંગમાં પ્રવેશી શકતા નહોતા, કારણ કે તેમના બેજેસ કામ કરતા ન હતા જેના દ્વારા તેઓ બિલ્ડિંગમાં પ્રવેશતા હતા.

કેટલાક ઈન્ટરનેટ નિષ્ણાંતો કહે છે કે બોર્ડર ગેટવે પ્રોટોકોલ (BGP) ને કારણે તમામ ફેસબુક સેવાઓ બંધ હતી. તે ઇન્ટરનેટનો રૂટીંગ પ્રોટોકોલ છે. ફેસબુકના વેબપેજ પરના સંદેશમાં ડોમેન નેમ સિસ્ટમ (DNS) માં એક ભૂલનું વર્ણન કરવામાં આવ્યું છે, જે વેબ સરનામાંઓને વપરાશકર્તાઓને તેમના લક્ષ્યસ્થાન તરફ લઈ જવા માટે પરવાનગી આપે છે.

શું હોય છે DNS ?

DNS ને ઇન્ટરનેટ બેકબોન કહી શકાય. જ્યારે આપણે કોઈ પણ કમ્પ્યુટરમાં વેબસાઇટ ખોલીએ છીએ, ત્યારે DNS તમારા બ્રાઉઝરને જણાવે છે કે કોઈ પણ વેબસાઇટનો IP શું છે. દરેક વેબસાઈટનો આઈપી હોય છે. ટ્વિટર અથવા ફેસબુકના કિસ્સામાં, DNS તમારા બ્રાઉઝરને જણાવે છે કે Twitter અને Facebook નો IP શું છે. આ સ્થિતિમાં, જો DNS ડેટાબેઝમાંથી ફેસબુક અને ટ્વિટરનો રેકોર્ડ ભૂંસી નાખવામાં આવે, તો તમે અને તમારું કમ્પ્યુટર ફેસબુક અને ટ્વિટર શું છે તે જાણી શકશે નહીં અને તેમને એક્સેસ કરી શકશે નહીં.

આ પણ વાંચો –

Global Outage ના કારણે Mark Zuckerberg ને 7 અબજ ડોલરનું નુકશાન, વિશ્વના ધનિકોની યાદીમાં પાંચમા ક્રમે સરક્યા

આ પણ વાંચો –

ચીટર બોયફ્રેન્ડની ખુલી પોલ !! છોકરીએ એવી રીતે ભાંડો ફોડ્યો કે લોકો તેના ફેન બની ગયા

g clip-path="url(#clip0_868_265)">