Smart Phone Hacks : જો વરસાદમાં ફોન ભીંજાય જાય તો સૌથી પહેલા શું કરશો ?

|

Jul 31, 2021 | 10:45 PM

ભીંજાયેલા ફોનને ઓફ કર્યા બાદ તેની દરેક એક્સેસરીને અલગ કરી દો. બેટરી અને સિમ કાર્ડ અને મેમરી કાર્ડ કાઢી નાખો. આ બધી જ એક્સેસરીને સૂકા નેપકીન પર રાખીને સુકવી દો.

Smart Phone Hacks : જો વરસાદમાં ફોન ભીંજાય જાય તો સૌથી પહેલા શું કરશો ?
If your phone gets wet in the rain, switch it off first

Follow us on

ચોમાસામાં લોકો પોતાના મોંઘાદાટ સ્માર્ટફોનને પાણીથી બચાવવા માટે પ્લાસ્ટિકની બેગમાં રાખીને બહાર નીકળે છે. અથવા તો ચોમાસામાં કેટલાક લોકો પોતાનો ફોન ઘરે જ મુકીને જતા રહે છે. કેટલી પણ સાવચેતી રાખવા છતાં કેટલીક વાર તમારો ફોન ભીનો થઇ જાય છે.

હાલના સમયમાં દરેક વ્યક્તિ માટે તેનો ફોન ખૂબ જ જરૂરી અને મહત્વનો હોય છે તેવામાં જો ફોન ભીંજાઇ જાય તો શુ કરવુ તે તેને લઇને લોકો ચિંતામાં મુકાય જાય છે પણ હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે અમે તમારા માટે કેટલીક ટિપ્સ લઇને આવ્યા છીએ જેની મદદથી તમે તમારા ફોનને બચાવી શક્શો.

જો તમારો ફોન પાણીમાં પડી જાય છે તો સૌથી પહેલા તમે તેને ઓફ કરી દો. જો તમે ભીના ફોનને ચાલુ રાખશો તો શોર્ટ સર્કિંટ થવાનો ભય રહે છે. જો તેવુ થઇ જાય છે તો તમારે તમારા ફોનથી હાથ ધોવા પડશે. તમારો ફોન ક્યારે પણ ભીંજાય જાય તો તેને ચેક કરવાનો પ્રયત્ન ન કરવાની જગ્યાએ તમે તેને પહેલા ઓફ કરો.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

ભીંજાયેલા ફોનને ઓફ કર્યા બાદ તેની દરેક એક્સેસરીને અલગ કરી દો. બેટરી અને સિમ કાર્ડ અને મેમરી કાર્ડ કાઢી નાખો. આ બધી જ એક્સેસરીને સૂકા નેપકીન પર રાખીને સુકવી દો. આમ કરવાથી શોર્ટ સર્કિટનું જોખમ ઓછુ થઇ જાય છે.

જો તમારા ફોનમાં નોન-રિમૂવેબલ બેટરી છે તો તરત જ ફોનને સ્વિચઓફ કરી દો. નોન રિમૂવેબલ બેટરીને કારણે શોર્ટ સર્કિટનું જોખમ વધી જાય છે. તમે બધા જ એક્સેસરીને સુકાવવા માટે તમે પેપર નેપકીનનો ઉપયોગ કરી શકો છો. મોબાઇલના ઇન્ટર્નલ પાર્ટ્સને સુકાવવા માટે તમે તેને ચોખાના ડબ્બામાં પણ મુકી શકો છો.

ચોખા ફોનમાંથી બધો જ ભેજ સોષી લેશે. 12 કલાક માટે ચોખાના ડબ્બામાં ફોનને રાખ્યા બાદ તમે તેને ઓન કરો. પણ એક વાત ધ્યાનમાં રાખજો કે તમારા ફોનની સાથે એક્સેસરી પણ સુકાયેલી હોવી જોઇએ.

 

આ પણ વાંચો – Coronavirus: ‘જે જિલ્લામાં પોઝિટિવિટી રેટ 10 ટકાથી વધુ છે ત્યાં લાગુ થાય લોકડાઉનના કડક નિયમો’, કેન્દ્રએ રાજ્યોને આપી સૂચના

 આ પણ વાંચો – AHMEDABAD : ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટીટ્યુટના સહયોગથી પરિસંવાદ યોજાયો, ભારતમાં દર એક લાખની વસ્તીએ 70 થી 90 જેટલા કેન્સરગ્રસ્ત દર્દી

Next Article