Smart Phone Hack : હવે જો ફોન ભિંજાઇ જાય તો ડરવાની જરૂર નથી, આ ટ્રીકને ફોલોવ કરશો તો તમારા ફોનને કઇ નહીં થાય

|

Aug 29, 2021 | 9:09 AM

આપણા માટે ફોન કેટલો જરૂરી છે તે તો બધા જ જાણે છે. લોકો પોતાની તમામ જરૂરી વસ્તુઓ ફોનમાં રાખે છે તેવામાં જો ફોન ખરાબ થઇ જાય તો મોટી સમસ્યા ઉભી થઇ જાય છે.

Smart Phone Hack : હવે જો ફોન ભિંજાઇ જાય તો ડરવાની જરૂર નથી, આ ટ્રીકને ફોલોવ કરશો તો તમારા ફોનને કઇ નહીં થાય
Now there is no need to be afraid if the phone gets wet

Follow us on

ચોમાસામાં લોકો પોતાના મોંઘાદાટ સ્માર્ટફોનને (Smart Phone) પાણીથી બચાવવા માટે પ્લાસ્ટિકની બેગમાં રાખીને બહાર નીકળે છે. અથવા તો ચોમાસામાં કેટલાક લોકો પોતાનો ફોન ઘરે જ મુકીને જતા રહે છે. કેટલી પણ સાવચેતી રાખવા છતાં કેટલીક વાર તમારો ફોન ભીનો થઇ જાય છે.

હાલના સમયમાં દરેક વ્યક્તિ માટે તેનો ફોન ખૂબ જ જરૂરી અને મહત્વનો હોય છે તેવામાં જો ફોન ભીંજાઇ જાય તો શુ કરવુ તે તેને લઇને લોકો ચિંતામાં મુકાય જાય છે પણ હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે અમે તમારા માટે કેટલીક ટિપ્સ લઇને આવ્યા છીએ જેની મદદથી તમે તમારા ફોનને બચાવી શક્શો.

જો તમારો ફોન પાણીમાં પડી જાય છે તો સૌથી પહેલા તમે તેને ઓફ કરી દો. જો તમે ભીના ફોનને ચાલુ રાખશો તો શોર્ટ સર્કિંટ થવાનો ભય રહે છે. જો તેવુ થઇ જાય છે તો તમારે તમારા ફોનથી હાથ ધોવા પડશે. તમારો ફોન ક્યારે પણ ભીંજાય જાય તો તેને ચેક કરવાનો પ્રયત્ન ન કરવાની જગ્યાએ તમે તેને પહેલા ઓફ કરો.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

ભીંજાયેલા ફોનને ઓફ કર્યા બાદ તેની દરેક એક્સેસરીને અલગ કરી દો. બેટરી અને સિમ કાર્ડ અને મેમરી કાર્ડ કાઢી નાખો. આ બધી જ એક્સેસરીને સૂકા નેપકીન પર રાખીને સુકવી દો. આમ કરવાથી શોર્ટ સર્કિટનું જોખમ ઓછુ થઇ જાય છે.

જો તમારા ફોનમાં નોન-રિમૂવેબલ બેટરી છે તો તરત જ ફોનને સ્વિચઓફ કરી દો. નોન રિમૂવેબલ બેટરીને કારણે શોર્ટ સર્કિટનું જોખમ વધી જાય છે. તમે બધા જ એક્સેસરીને સુકાવવા માટે તમે પેપર નેપકીનનો ઉપયોગ કરી શકો છો. મોબાઇલના ઇન્ટર્નલ પાર્ટ્સને સુકાવવા માટે તમે તેને ચોખાના ડબ્બામાં પણ મુકી શકો છો.

ચોખા ફોનમાંથી બધો જ ભેજ શોષી લેશે. 12 કલાક માટે ચોખાના ડબ્બામાં ફોનને રાખ્યા બાદ તમે તેને ઓન કરો. પણ એક વાત ધ્યાનમાં રાખજો કે તમારા ફોનની સાથે એક્સેસરી પણ સુકાયેલી હોવી જોઇએ.

આ પણ વાંચો –

કપિલના જોક્સ પર ભારતીય મહિલા હોકી ટીમના શાનદાર જવાબ, આ ગોલ સામે કપિલની ટાઈટાઈ ફિસ!

આ પણ વાંચો –

Mann Ki Baat: વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે આજે મન કી બાત, કોરોના-ખેતી-તહેવારને લઈને વાત કરે તેવી સંભાવના

આ પણ વાંચો –

Kabul Airport Attack: આગામી 24-36 કલાકમાં કાબુલ એરપોર્ટ પર ફરીથી થઈ શકે છે આતંકી હુમલો- જો બાઈડને ઉચ્ચારી ચેતવણી

Next Article