WhatsApp પર આ રીતે કરો ઈમેજ શેર, આ 2 સરળ ટ્રિકથી નહીં ખરાબ થાય ફોટો ક્વાલિટી

|

Mar 23, 2022 | 9:16 AM

વોટ્સએપ પર ફોટો (WhatsApp Image)મોકલવાની પણ સુવિધા છે. પરંતુ ઘણીવાર વોટ્સએપ પર ફોટો મોકલતી વખતે તેની ક્વાલિટી ખરાબ હોય છે. તેથી ઘણા લોકો વોટ્સએપ પરથી ફોટા મોકલવાનું ટાળે છે.

WhatsApp પર આ રીતે કરો ઈમેજ શેર, આ 2 સરળ ટ્રિકથી નહીં ખરાબ થાય ફોટો ક્વાલિટી
WhatsApp (File Photo)

Follow us on

વોટ્સએપ (WhatsApp)સૌથી વધુ ઉપયોગમાં લેવાતી ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપમાંની એક છે. સંદેશા, વીડિયો, ફાઇલ્સ, વીડિયો-ઓડિયો કોલ, પેમેન્ટ, તમામ સેવાઓ એક જ પ્લેટફોર્મ પર એક્સેસ કરી શકાય છે. જે તેને ખૂબ જ લોકપ્રિય મેસેજિંગ એપ બનાવે છે. વોટ્સએપ પર ફોટો (WhatsApp Image)મોકલવાની પણ સુવિધા છે. પરંતુ ઘણીવાર વોટ્સએપ પર ફોટો મોકલતી વખતે તેની ક્વાલિટી ખરાબ હોય છે. તેથી ઘણા લોકો વોટ્સએપ પરથી ફોટા મોકલવાનું ટાળે છે. પરંતુ એક ટ્રીકથી તમે આ સમસ્યાનો ઉકેલ લાવી શકો છો. WhatsApp સેટિંગ્સમાં કેટલાક ફેરફારો કરીને, તમે સારી ક્વાલિટીના ફોટોઝ શેર કરી શકો છો.

સ્ટેપ 1: સૌથી પહેલા વોટ્સએપ ઓપન કરો.
સ્ટેપ 2: હવે હોમ પેજની ઉપર જમણી બાજુએ ત્રણ બિંદુઓ પર ક્લિક કરો.
સ્ટેપ 3: પછી સેટિંગ્સ પર ક્લિક કરો.
સ્ટેપ 4: હવે સ્ટોરેજ અને ડેટા પર ક્લિક કરો.
સ્ટેપ 5: અહીં તમે ફોટો અપલોડ ક્વાલિટીનો વિકલ્પ જોશો. તેના પર ક્લિક કરો.
સ્ટેપ 6: હવે ત્રણ વિકલ્પો દેખાશે, તેમાંથી, ડેટા સેવરમાંથી ઓટો, બેસ્ટ ક્વાલિટી પસંદ કરો.

WhatsApp પર સારી ક્વાલિટીના ફોટો મોકલવાની આ એક સરસ રીત છે. આ માટે સૌથી પહેલા તમારું વોટ્સએપ એકાઉન્ટ ખોલો અને તે યુઝર્સની ચેટ ખોલો જેની સાથે તમે ફોટો મોકલવા માંગો છો. હવે નીચે પેપર ક્લિપ આઇકોન પર ક્લિક કરો. અહીં ડોક્યુમેન્ટ્સ પર ક્લિક કરો. હવે તમે ડોક્યુમેન્ટમાં જે ફોટો મોકલવા માંગો છો તેને પસંદ કરો. આ તમારા ફોટાની ક્વાલિટીને ઘટાડશે નહીં.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

WhatsAppમાં મલ્ટી ડિવાઇસ ફીચર આવી રહ્યું છે

દરમિયાન, મલ્ટી ડિવાઇસ ફીચરની મદદથી યુઝર્સ ચાર ડિવાઇસ પર એક જ WhatsApp એકાઉન્ટનો ઉપયોગ કરી શકે છે. આ માટે તમારે તમારા ફોનમાં એક્ટિવ ઇન્ટરનેટની પણ જરૂર નથી. અત્યાર સુધી, વપરાશકર્તાઓ તેમના ફોન પર WhatsApp વેબ અથવા WhatsApp ડેસ્કટોપને ઍક્સેસ કરવા માટે એક્ટિવ ઇન્ટરનેટનો ઉપયોગ કરતા હતા. પરંતુ નવા અપડેટ બાદ યુઝર્સ ફોનમાં ઈન્ટરનેટ વગર અન્ય ડિવાઈસ પર WhatsAppનો ઉપયોગ કરી શકશે.

આ પણ વાંચો: Viral: ક્લાસમાં બેઠા બાળકે કર્યું કંઈક એવું કે, વીડિયો જોઈ લોકોને આવી સ્કૂલના દિવસોની યાદ

આ પણ વાંચો: Saheed Diwas: આજે ઉજવાઈ રહ્યો છે શહીદ દિવસ, જાણો ભગત સિંહ સાથે જોડાયેલા કેટલાક અજાણ્યા તથ્યો

Next Article