SCAM ALERT! હેકર્સ હવે WhatsApp હેક કરીને પણ તમને લગાવી શકે છે ચૂનો, જાણો શું છે સમગ્ર મામલો

|

Aug 09, 2021 | 4:31 PM

હાલના સમયમાં સાઈબર ક્રાઈમના કેસોમાં વધારો નોંધાઈ રહ્યો છે. હેકર્સ લોકોને ઠગવા માટે નવી નવી ટેકનીક લઈને આવે છે અને ભોળા અને અજાણ લોકોને ભોગ બનાવે છે.

SCAM ALERT! હેકર્સ હવે WhatsApp હેક કરીને પણ તમને લગાવી શકે છે ચૂનો, જાણો શું છે સમગ્ર મામલો
Whatsapp (File Image)

Follow us on

તમારા પર તમારા કોઈ ખાસ મિત્ર અથવા તો કોઈ સંબંધીનો મેસેજ આવે કે તેને મેડિકલ ઈમરજન્સીને કારણે પૈસાની જરૂર છે તો તમે શું કરશો? આપણામાંથી મોટાભાગના લોકો પૈસા ટ્રાન્સફર કરી દેશે. પરંતુ જો તમારા પર આવો કોઈ મેસેજ આવે છે અને તમારે તેમની મદદ કરવી હોય તો પહેલા એક ફોન કરીને ખાતરી કરી લેજો કે તમને એમણે જ મેસેજ કર્યો છે ને? કે તમે કોઈ ઓનલાઈન ઠગાઈનો ભોગ તો નથી બન્યા ને?

 

 

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

આજે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ (Social Media Platforms) અને ઈન્સ્ટન્ટ મેસેજીંગ એપ વોટ્સએપનો (WhatsApp) ઉપયોગ તો બધા જ કરે છે. આજ કારણ છે કે હાલના સમયમાં સાઈબર ક્રાઈમના કેસોમાં વધારો નોંધાઈ રહ્યો છે. હેકર્સ લોકોને ઠગવા માટે નવી નવી ટેકનીક લઈને આવે છે અને ભોળા અને અજાણ લોકોને ભોગ બનાવે છે. આજે અમે તમારા માટે એક ચોંકાવનારા કિસ્સાની વિગત લઈને આવ્યા છીએ, જેને જાણ્યા બાદ તમને કોઈનો આર્થિક મદદ માંગતો મેસેજ આવશે તો તમે આંખો બંધ કરીને પૈસા ટ્રાન્સફર નહીં કરી દો.

 

 

મહારાષ્ટ્રના (Maharashtra) થાણેમાં (Thane) એક હેકરે 60 વર્ષીય વ્યક્તિને લગભગ 9 લાખ રૂપિયાનો ચૂનો લગાવી દીધો છે. આ વ્યક્તિ પર સાઉદી અરબમાં રહેતા તેમના એક મિત્રનો મેસેજ આવ્યો. તેમાં લખ્યુ હતુ કે એક મેડિકલ ઈમરજન્સીના કારણે તેમને રૂપિયા 98,000ની જરૂર છે. મેસેજ વાંચતા જ આ વ્યક્તિએ તેના એકાઉન્ટમાં રૂપિયા જમા કરાવી દીધા. થોડા સમય પછી બીજો મેસેજ આવ્યો કે ભૂલથી તેમણે 98,000 લખી દીધા હતા, ખરેખર તેમને 6.98 લાખ રૂપિયા જોઈએ છે. મેસેજ વાંચતા જ ભોગ બનનારે ફરીથી તેના એકાઉન્ટમાં 6 લાખ જમા કરાવી દીધા.

 

 

થોડી વાર રહીને ફરીથી એક મેસેજ આવ્યો કે કોઈ ટેક્નીકલ સમસ્યાને કારણે 1 લાખ રૂપિયા ફસાઈ ગયા છે અને 2 દિવસ પછી મળશે. આ વાંચીને થાણેના આ વ્યક્તિએ પોતાના એકાઉન્ટમાં બચેલા 2 લાખ રૂપિયા પણ મોકલી દીધા.

 

 

લાખો રૂપિયા ટ્રાન્સફર કરીને બેસેલા આ વ્યક્તિના પગ નીચેથી જમીન સરકી ગઈ જ્યારે એમના કોઈ વોટ્સએપ ગ્રૃપમાં તેમના સાઉદીના મિત્ર ભૂપેન્દ્નની પત્નિનો મેસેજ આવ્યો કે ભૂપેન્દ્રનું વોટ્સએપ એકાઉન્ટ હેક થઈ ચૂક્યુ છે અને કોઈ હેકર લોકોને મેસેજ કરીને પૈસા માંગી રહ્યો છે. મેસેજ વાંચતા જ વ્યક્તિને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અંદાજો આવ્યો અને તેણે જઈને સાઈબર ક્રાઈમમાં ફરીયાદ નોંધાવી. હવે આ મામલામાં પોલીસ તપાસ કરી રહી છે અને આશા છે કે ચોર જલ્દી જ પકડાઈ જશે.

 

 

આ પણ વાંચો IND vs ENG: કેએલ રાહુલ નિવેદનને લઈને બોલર જસપ્રિત બુમરાહ પર ભડક્યો, કહ્યુ ખબર નહી કેમ લોકો આમ કહે છે

 

આ પણ વાંચો – Indian Air Force Recruitment 2021: ધોરણ 10 અને 12 પાસ માટે વાયુસેનામાં જાહેર થઈ ભરતી, જાણો કેવી રીતે કરવી અરજી

Next Article