ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે સારથી પેપર બેંક એપ, 10 હજારથી વધુ પ્રશ્નપત્રો એક જ એપ્લીકેશનમાં મળશે

ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે GLS યુનિવર્સિટીના પ્રોફેસર અને વિદ્યાર્થીઓએ સાથે મળીને સારથી એપ્લીકેશન તૈયાર કરી છે.

ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે સારથી પેપર બેંક એપ, 10 હજારથી વધુ પ્રશ્નપત્રો એક જ એપ્લીકેશનમાં મળશે
Sarathi Paper Bank App for Gujarat University Students
Dipen Padhiyar

| Edited By: Nakulsinh Gohil

Aug 17, 2021 | 3:44 PM

AHMEDABAD : ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ હવે મોબાઈલ પર જુના પેપરો જોઈ શકશે…વિદ્યાર્થીઓ તમામ વિદ્યાશાખાના પેપરો આંગળીના ટેરવે જોઈ શકે તે માટે ખાસ એપ્લિકેશન બનાવી છે..GLS યુનિવર્સિટીના પ્રોફેસર અને વિદ્યાર્થીઓએ આ એપ્લિકેશન તૈયાર કરી છે…જેમાં ગુજરાત યુનિવર્સિટીની વિવિધ વિદ્યાશાખાના 10 હજારથી વધુ પેપરો અપલોડ કરવામાં આવ્યા છે.

GLS પ્રોફેસર અને વિદ્યાર્થીઓએ બનાવી એપ વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી કરવા માટે અગાઉના વર્ષના પેપરો મદદરૂપ થાય છે..જુના પેપર માટે વિદ્યાર્થીઓને લાયબ્રેરી કે સિનિયર વિદ્યાર્થીઓની મદદ લેવી પડે છે અને ઘણી વખત વિદ્યાર્થીઓને જુના પેપરો મેળવવામાં મુશ્કેલીઓ પડે છે. જેને ધ્યાનમાં રાખીને ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે GLS યુનિવર્સિટીના પ્રોફેસર અને વિદ્યાર્થીઓએ સાથે મળીને સારથી એપ્લીકેશન તૈયાર કરી છે.

GLS યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ સમર પ્રોજેક્ટના ભાગરૂપે વિદ્યાર્થીઓએ આ પ્રોજેકટ શરૂ કર્યો હતો.પરંતુ કોરોનામાં કોલેજો અને લાઈબ્રેરી બંધ હોવાને કારણે વિદ્યાર્થીઓને જુના પેપરો મેળવવામાં મુશ્કેલી પડતી હતી…જેને લઈને GLS યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ આ પ્રોજેકટને આગળ વધાર્યો અને ગુજરાત યુનિવર્સિટીની લાઈબ્રેરીના સહયોગથી 10 હજાર પેપરોની ડિજિટલ કવેશન બેન્ક તૈયાર કરી.જે વિદ્યાર્થીઓને કાયમ માટે સહાયરૂપ થશે અને જૂના પેપરો વિદ્યાર્થીઓને મોબાઈલ સ્ક્રીન પર આંગળીના ટેરવે જ મળી રહેશે.

25 વિદ્યાશાખાના પ્રશ્નપત્રો સમાવાયા GLS યુનિવર્સિટીના પ્રોફેસર અને વિદ્યાર્થીઓએ તૈયાર કરેલી આ એપ્લિકેશનમાં ગુજરાત યુનિવર્સિટીની 25 વિદ્યાશાખાના જુના પેપરો અપલોડ કરવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી કરવામાં જુના પેપરો સરળતાથી મળી રહે તે માટે આ એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે. GLS યુનિવર્સિટીના M.Sc.IT ના પ્રોફેસર વિશાલ નારવાણે અને વિદ્યાર્થી રિષભ શાહ,પ્રાંજલ ભીમાણી અને જિનાલી શાહ દ્વારા સારથી નામની એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે.જેમાં વર્ષ 2014થી 2021 સુધીના તમામ સ્ટ્રીમના પેપરો વિદ્યાર્થીઓ જોઈ શકે છે.

10 હજારથી વધુ પ્રશ્નપત્રો એક જ એપમાં જુના પેપરો માટે વિદ્યાર્થીઓએ અગાઉ અનેક જગ્યાએ તપાસ કરવી પડતી હતી. ત્યારે હવે જ એક જ પ્લેટફોર્મ પર વિદ્યાર્થીઓને 10 હજાર જેટલા પેપર મળી રહેશે.સારથી એપ્લિકેશન તૈયાર કરીને ગુજરાત યુનિવર્સિટીના સોંપવામાં આવી છે.ગુજરાત યુનિવર્સિટીની લાયબ્રેરીના સહયોગથી આ એપ્લિકેશન ચાલશે.

ગુગલ પ્લે સ્ટોરમાંથી એપ ડાઉનલોડ કરી શકાશે આ એપ્લિકેશનમાં ગુજરાતી,હિન્દી અને ઈંગ્લીશ મીડિયમના સેમેસ્ટર મુજબ અને વિષય મુજબ તમામ પેપરો વિદ્યાર્થીઓને મફતમાં મળી શકશે..એપ્લિકેશન માંથી પેપર ડાઉનલોડ નહિ થઈ શકે અને તેનો સ્ક્રીન શોર્ટ પણ નહિ લઈ શકાય..પેપરો જોવા માટે ગુગલ પ્લે સ્ટોરમાંથી વિદ્યાર્થીઓ સારથી એપ્લિકેશન ડાઉનલોડ કરીને પેપરો આંગળીના ટેરવે મોબાઈલ પર જ જોઈ શકે છે.

આ પણ વાંચો : CM રૂપાણીનો ખેડૂતલક્ષી મહત્વનો નિર્ણય, 56 જળાશયોમાં પીવાના પાણીનો જથ્થો અનામત રાખી સિંચાઈ માટે પાણી અપાશે

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati