રિલાયન્સ JIO વર્ષ 2021માં 5G ક્રાંતિ લાવશે: મુકેશ અંબાણી

|

Dec 08, 2020 | 6:41 PM

રિલાયન્સ જિઓ 2021ના ​​બીજા ભાગમાં 5જી સેવા શરૂ કરવાની તૈયારી કરી રહી છે. મુકેશ અંબાણીએ ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસના કાર્યક્રમને સંબોધતા આ જાહેરાત કરી હતી. અંબાણીએ માંગ કરી હતી કે આ માટે જો કે નીતિમાં પરિવર્તન અને પ્રક્રિયાને વેગ આપવાની જરૂર છે. સાથે જ્યાં સુધી તેને સરળ અને સસ્તી બનાવવામાં નહીં આવે ત્યાં સુધી તેની તમામ […]

રિલાયન્સ JIO વર્ષ 2021માં 5G ક્રાંતિ લાવશે: મુકેશ અંબાણી

Follow us on

રિલાયન્સ જિઓ 2021ના ​​બીજા ભાગમાં 5જી સેવા શરૂ કરવાની તૈયારી કરી રહી છે. મુકેશ અંબાણીએ ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસના કાર્યક્રમને સંબોધતા આ જાહેરાત કરી હતી. અંબાણીએ માંગ કરી હતી કે આ માટે જો કે નીતિમાં પરિવર્તન અને પ્રક્રિયાને વેગ આપવાની જરૂર છે. સાથે જ્યાં સુધી તેને સરળ અને સસ્તી બનાવવામાં નહીં આવે ત્યાં સુધી તેની તમામ સુધી પહોંચ શક્ય નથી.

રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

અંબાણીએ કહ્યું કે 2021માં જિઓ ભારતમાં 5G ક્રાંતિ લાવશે. આખું નેટવર્ક સ્વદેશી હશે. આ સિવાય હાર્ડવેર અને ટેકનોલોજી પણ સ્વદેશી હશે. અમે જિઓ દ્વારા આત્મનિર્ભર ભારતનું સપનું પૂર્ણ કરીશું. મુકેશ અંબાણીએ સંબોધનમાં કહ્યું હતું કે ભારતે 5જી સ્પેક્ટ્રમ અંગે વહેલી તકે નિર્ણય લેવો જોઈએ, જિઓ 5G ક્રાંતિનું નેતૃત્વ કરશે. ભારત આગામી દિવસોમાં સેમી કંડક્ટરનું ઉત્પાદન કેન્દ્ર બની શકે છે. આપણે ફક્ત આયાત પર આધાર રાખવો જોઈએ નહીં.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

દેશમાં હજુ પણ 30 કરોડ 2G ફોન યુઝર્સ છે. આ લોકો સુધી સ્માર્ટફોનની ઉપયોગીતા આવશ્યક છે અને આ માટે તેઓએ નીતિ હસ્તક્ષેપની જરૂરિયાત જણાવી હતી. અંબાણીએ કહ્યું કે અમે ડિજિટલ રીતે ખૂબ સારી રીતે જોડાયેલા છીએ, આમ છતાં 300 મિલિયન લોકો 2જી સ્માર્ટફોનનો ઉપયોગ કરી રહ્યાં છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article