Reliance AGM : રિલાયન્સ JIO-GOOGLEના સસ્તા સ્માર્ટફોનનું અનાવરણ કરી શકે છે,સસ્તા ફોનની કિંમત ઉપર રહેશે નજર

|

Jun 18, 2021 | 8:09 AM

મુકેશ અંબાણી સ્થાનિક સ્તરે એસેમ્બલ ગૂગલ સંચાલિત સ્માર્ટફોન દ્વારા ભારતીય બજાર કબજે કરવાની યોજના બનાવી રહ્યા છે.

Reliance AGM : રિલાયન્સ JIO-GOOGLEના સસ્તા સ્માર્ટફોનનું અનાવરણ કરી શકે છે,સસ્તા ફોનની કિંમત ઉપર રહેશે નજર
Reliance AGM માં કંપનીના સસ્તા સ્માર્ટફોનનું અનાવરણ થઇ શકે છે

Follow us on

વિશ્વભરમાં સ્માર્ટફોન સપ્લાય ચેન પ્રભાવિત થવા સાથે કમ્પોનન્ટની કિંમતોમાં વધારો થવાને કારણે સ્માર્ટફોન મેન્યુફેક્ચરિંગ દબાણ હેઠળ છે. આ પરિસ્થિતિનો સામનો કરવા મુકેશ અંબાણી સ્થાનિક સ્તરે એસેમ્બલ ગૂગલ સંચાલિત સ્માર્ટફોન દ્વારા ભારતીય બજાર કબજે કરવાની યોજના બનાવી રહ્યા છે.

મુકેશ અંબાણી જે ક્ષેત્ર તરફ ડગલું માંડે તેમાં ક્રાંતિ સર્જવા માટે જાણીતા છે. મોબાઈલ ઓપરેટર ક્ષેત્રમાં જીઓ સાથે કદમ મુકનાર અંબાણીની કંપની આજે શિખર ઉપર બિરાજમાન છે. હવે મોબાઈલ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં અમુકેશ અંબાણી સસ્તો પરંતુ સુવિધાઓથી ભરપૂર ફોન લોન્ચ કરવા માંગે છે

AGM માં સસ્તા સ્માર્ટફોનનું અનાવરણ
અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે શરૂઆતના કેટલાક વર્ષોમાં લાખો સસ્તા સ્માર્ટફોન વેચવાની કલ્પના કરી છે. પરંતુ હવે તે યોજનાનો એક નાનો હિસ્સો લોન્ચ કરવાનું લક્ષય રાખી રહ્યા છે. રિલાયન્સ 24 જૂને યોજાનારી શેરધારકોની વાર્ષિક સામાન્ય સભા (AGM) માં કો-બ્રાન્ડેડ ફોન વિશે જાણકારી આપશે. આ પછી તેનું ઓગસ્ટ અથવા સપ્ટેમ્બર સુધીમાં સત્તાવાર લોન્ચિંગ થશે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

વર્ષ 2025 સુધીમાં ઇન્ટરનેટ યુઝર્સની સંખ્યા 90 કરોડ કરતા વધુ હશે
સૂત્રો અનુસાર ભારત વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું સ્માર્ટફોન માર્કેટ છે. અહીં 2025 સુધીમાં ઇન્ટરનેટ વપરાશકારોની સંખ્યા 90 કરોડને વટાવી જવાની ધારણા છે. અહીંનો ગ્રાહક નવી તકનીકવાળો સ્માર્ટફોન માંગે છે જે સસ્તુ પણ હોય. રિલાયન્સ અને ગુગલના ઇજનેરોએ મળીને આ પ્રકારનો સ્માર્ટફોન બનાવ્યો છે. તેમાં એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમનું એવું વર્ઝન છે જે યુઝરને મોંઘા પાર્ટ્સનો ઉપયોગ કર્યા વિના શ્રેષ્ઠ અનુભવ આપે છે.

Next Article