ભારત પહોંચી Porsche ની આ રોકેટ સ્પીડ ધરાવતી EV કાર, જાણો સિંગલ ચાર્જમાં કેટલા કિ.મી. ચાલે છે ?

|

Nov 13, 2021 | 7:47 PM

ભારતમાં ઈલેક્ટ્રીક કારનું માર્કેટ સતત વધી રહ્યું છે. એટલે જ તો એન્ટ્રી લેવલથી લઈ લક્ઝરી સેગમેન્ટ સુધીમાં એક બાદ એક ઈલેક્ટ્રીક કાર ભારતીય બજારમાં લોન્ચ થઈ રહી છે. હવે તે ક્રમમાં Porsche ની એક લક્ઝરી કારનું નામ પણ જોડાઈ ગયું છે.

ભારત પહોંચી Porsche ની આ રોકેટ સ્પીડ ધરાવતી  EV કાર, જાણો સિંગલ ચાર્જમાં કેટલા કિ.મી. ચાલે છે ?
Porsche's EV Car

Follow us on

ભારતમાં ઈલેક્ટ્રીક ગાડીઓનું (Electric Car) માર્કેટ સતત વધી રહ્યું છે. એટલે જ તો એન્ટ્રી લેવલથી લઈ લક્ઝરી સેગમેન્ટ સુધીમાં એક બાદ એક ઈલેક્ટ્રીક ગાડીઓ ભારતીય બજાર(Indian Market)માં લોન્ચ થઈ રહી છે. હવે આ ક્રમમાં Porsche ની એક લક્ઝરી કારનું નામ પણ જોડાઈ ગયું છે. જેની ન માત્ર ઝડપી સ્પીડ છે પરંતુ સિંગલ ચાર્જમાં 480 કિમી સુધી ચાલી શકે છે. ત્યારે જાણો શું છે તેની કિંમત.

Porsche એ પોતાની ફુલ ઈલેક્ટ્રીક કાર Porsche Taycan ને ભારતીય બજારમાં ઉતારી છે. જેનો લુક Porsche ની ઓળખના અનુરૂપ સ્પોર્ટી છે. તેની ડિઝાઈન ખુબ જ એરોડાયનામિક છે જે તેને સ્પીડનો જાદુગર બનાવે છે. Porsche Taycan જો સૌથી ઝડપી પિકઅપ વાળી ઈલેક્ટ્રીક કારમાંથી એક માનીએ તો ખોટુ નથી. તેનો એરોડાયનામિક ડિઝાઈન કારને 3 સેકેન્ડથી પણ ઓછા સમયમાં એટલે કે, માત્ર 2.8 સેકેન્ડમાં 0 થી 100 કિમી પ્રતિ કલાકની સ્પીડ મેળવવામાં મદદ કરે છે.

Porsche Taycan માં કંપનીએ 79.2 kwh નું સિંગલ-ડેક બેટરી પાવર પેક આપ્યું છે. જે Porsche Taycan માં સ્ટાન્ડર્ડ તરીકે આવે છે. તેમાં 93.4 kwh નું ડબલ-ડેક બેટરી પેક ઓપ્શન પણ ઉપલબ્ધ છે. Porsche Taycan ની બેટરી 408bhp સુધીની પાવર જનરેટ કરે છે. તેનું પરફોર્મસ બેટરી પેકને સિંગલ ચાર્જ કર્યા બાદ મેક્સિમમ 484 કિમીના અંતર સુધી જઈ શકાય છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

Porsche Taycan માં ચાર્જીંગને લઈ અનોખું ફિચર આપ્યું છે જેમાં ગાડીના જમણી અને ડાબી બંને બાજુએ ચાર્જિંગ પોઈન્ટ છે એટલે કે ચાર્જિંગ સ્ટેશન પર ગ્રાહક પોતાની સુવિધા અનુસાર કાર પાર્ક કરી શકે છે. ડાબી બાજુએ ચાર્જિંગ પોઈન્ટમાં AC અને DC બંને ઓપ્શન છે.

Porsche Taycanની કેબિન એકદમ પ્રીમિયમ છે. તેના ડેશબોર્ડથી લઈને સીટ અને દરવાજા સુધી પ્રીમિયમ ક્વોલિટી ઈન્ટિરિયર કરવામાં આવ્યું છે અને 10.9 ઇંચની ઈન્ફોટેનમેંટ સ્ક્રીન છે જેના પર ગાડીના લગભગ તમામ કંટ્રોલ હાજર છે. કેબિન અંદરની હવાને શુદ્ધ રાખવા અને તાપમાનને નિયંત્રણમાં રાખવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

Porsche Taycan માં એન્જીન નથી હોતું એટલા માટે તેમાં બે સુટકેસ આવી શકે તેટલું મોટું સ્ટોરેઝ છે. Porsche Taycan ને ભારતીય બજારમાં 1.50 કરોડ રૂપિયાની રેન્જમાં લોન્ચ કરવામાં આવી છે. માર્કેટમાં તેની ટક્કર ઓડી, જેગુઆર અને બીએમડબલ્યુની ઈલેક્ટ્રીક ગાડીઓ સાથે થશે.

 

આ પણ વાંચો: અવકાશમાં મનુષ્યનો જન્મ થશે, રજા માણવા આવશે ધરતી પર, જેફ બેઝોસે કહી ભવિષ્ય સાથે જોડાયેલી રોચક વાતો

આ પણ વાંચો: ટુંકા અંતરની ફ્લાઈટમાં મુસાફરો માટે ફરી શરૂ થશે જમવાની સુવિધા, સ્વાસ્થ્ય મંત્રાલયથી મળી શકે છે લીલી ઝંડી

Next Article