હવે જો ડ્રાઈવિંગ લાઈસન્સ ઘરે ભૂલી ગયા તો પણ ગભરાતા નહીં! જાણો 2 એવી મોબાઈલ એપ્સ વિશે જે તમને બચાવશે દંડથી!

જો તમે ડ્રાઈવિંગ લાઈલન્સ કે વાહનને લગતા કાગળો ઘરે ભૂલી ગયા છો તો ગભરાવવાની જરૂર નથી. કારણ કે 19 નવેમ્બરથી ભારત સરકારે જાહેર કરેલી સૂચના અનુસાર તમારો ફોન પણ હવે તમને ટ્રાફિક પોલીસ વિભાગના દંડથી બચાવી શકે છે. ત્રણ અઠવાડિયા પહેલા જ યુનિયન મિનિસ્ટ્રી ઑફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેઝના નવા સુધારા પ્રમાણે હવે સેન્ટ્રલ મોટર […]

હવે જો ડ્રાઈવિંગ લાઈસન્સ ઘરે ભૂલી ગયા તો પણ ગભરાતા નહીં! જાણો 2 એવી મોબાઈલ એપ્સ વિશે જે તમને બચાવશે દંડથી!
Follow Us:
| Updated on: Nov 30, 2018 | 11:43 AM

જો તમે ડ્રાઈવિંગ લાઈલન્સ કે વાહનને લગતા કાગળો ઘરે ભૂલી ગયા છો તો ગભરાવવાની જરૂર નથી. કારણ કે 19 નવેમ્બરથી ભારત સરકારે જાહેર કરેલી સૂચના અનુસાર તમારો ફોન પણ હવે તમને ટ્રાફિક પોલીસ વિભાગના દંડથી બચાવી શકે છે.

ત્રણ અઠવાડિયા પહેલા જ યુનિયન મિનિસ્ટ્રી ઑફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેઝના નવા સુધારા પ્રમાણે હવે સેન્ટ્રલ મોટર વેહિકલ્સ એક્ટ, 1989 અંતર્ગત તમે તમારા ડ્રાઈવિંગ લાઈસન્સ અને વાહનને લગતા કાગળની ડિજિટલ કોપી પણ બતાવી શકો છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

જોકે બીજી નવેમ્બરે આ સૂચના આપવામાં આવી હતી પરંતુ 19 નવેમ્બરે ફરી એક વાર આ અંગે નવી સૂચના આપવામાં આવી. આ સૂચનામાં લખવામાં આવ્યું છે કે, “નવી સૂચના પ્રમાણે હવે શહેરીજનો લાઈસન્સ, વાહનોના નોંધણીને લગતા કાગળો, સર્ટિફિકેટ જેવા ઘણાં દસ્તાવેજો જો જરૂર પડ્યે, કોઈ ટ્રાફિક પોલીસ અધિકારી કે રાજ્ય સરકારના કોઈ અધિકારી માગે તો ડિજિટલ સ્વરૂપે બતાવી શકે છે.”

ઘણી વખત આપણે જરૂરી દસ્તાવેજો ઘરે ભૂલી જતાં હોઈએ છીએ અથવા તો ડેમેજ થઈ જાય તેવું થતું હોય છે તેવામાં ડિજીલોકર તમારી સમસ્યાનું સમાધાન કરશે. જોકે વારંવારની સૂચનાઓ બાદ પણ હજી અમદાવાદના તમામ ટ્રાફિક પોલીસ અધિકારીઓને આ અંગે માહિતી નથી.

ઉલ્લેખનીય છે કે સરકારે આ માટે 2 પ્લેટફોર્મ્સને માન્ય રાખ્યા છે. એક તો છે DigiLocker તેમજ mParivahan મોબાઈલ એપ્લિકેશન્સ.

સાથે જ ધ્યાન રાખવા જેવી વાત એ છે કે મોબાઈલમાં સેવ કરેલા લાયસન્સના ફોટો કે પછી સ્કેન કરેલી કોપી માન્ય નહીં ગણાય.

શું છે ડિજીલોકર?

– ડિજીલોકર એક એવું ડિજીટલ પ્લેટફોર્મ છે જે તમારા જરૂરી દસ્તાવેજોને અધિકૃત કરી તેને સુરક્ષિત રાખે છે. – આ એપ્લિકેશન્સ ગૂગલ પ્લે સ્ટોર અને એપ સ્ટોર પરથી ડાઉનલોડ થઈ શકે છે. – લાઈસન્સ કે અન્ય જરૂરી કાગળો ડિજીલોકર અકાઉન્ટમાં જ હોવા જરૂરી છે. ડિજીલોકરમાં કોઈ પણ વ્યક્તિ પોતાના 12 આંકડાના આધાર નંબર સાથે અકાઉન્ટ ખોલી શકે છે. – eSign સુવિધા મારફતે જાતે અપલોડ કરેલા દસ્તાવેજ પર સાઈન કરી શકો છો.

જોકે હા, ડિજિટલ રૂપે જ આ લાઈસન્સ કે કાગળો જરૂર પડ્યે તો ટ્રાફિક પોલીસ અધિકારીને બતાવવાનું વિચાર્યું છે તો કદાચ તમારે નિરાશ થવું પડશે. કારણ કે અમદાવાદમાં ઘણાં લોકોને એ અનુભવ થયો છે કે તેઓ ડિજિટલ લાઈસન્સ બતાવે તો પણ ટ્રાફિક પોલીસ અધિકારી તેને માન્ય નથી ગણી રહ્યાં અને દંડ વસૂલી રહ્યાં છે. આ અંગે ઉચ્ચ ટ્રાફિક પોલીસ અધિકારીનું કહેવું છે કે હજી અમે વિભાગમાં તમામને આ અંગે જાગૃત કરી રહ્યાં છે. થોડા સમયમાં સૌ કોઈને આ અંગે માહિતગાર કરાશે.

[yop_poll id=82]

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">