Technology News: Spam Comments પર અંકુશ લગાવવા YouTube લાવી રહ્યું છે નવા ફીચર્સ

|

Jul 05, 2022 | 10:02 AM

સ્પામ કમેન્ટ્સ(Spam Comments)ને રોકવા માટે, YouTube એ કેટલાક શબ્દો ફિલ્ટર કર્યા છે. યુટ્યુબે તેની કોમ્યુનિટી પોસ્ટમાં ત્રણ નવા ફીચર્સ રજૂ કરવાની જાહેરાત કરી છે.

Technology News: Spam Comments પર અંકુશ લગાવવા YouTube લાવી રહ્યું છે નવા ફીચર્સ
YouTube
Image Credit source: Google

Follow us on

આજે ઘણા લોકો સ્માર્ટફોન(Smartphone)નો ઉપયોગ કરે છે અને તેમાં યુટ્યુબ(YouTube)માં વીડિયો પણ જુએ છે ત્યારે ગૂગલની માલિકીનું વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ યુટ્યુબ એક નવા ફીચર પર કામ કરી રહ્યું છે. યુટ્યુબના આ નવા ફીચરની શરૂઆત બાદ કોઈપણ ચેનલ કે વીડિયો પર આવતી ફેક કે સ્પામ કોમેન્ટ પર અંકુશ આવશે. YouTube એ પણ કહ્યું છે કે ચેનલના સબસ્ક્રાઇબરની સંખ્યા હવે છુપાવી શકાતી નથી. સ્પામ કમેન્ટ્સને રોકવા માટે, YouTube એ કેટલાક શબ્દો ફિલ્ટર કર્યા છે. યુટ્યુબે તેની કોમ્યુનિટી પોસ્ટમાં ત્રણ નવા ફીચર્સ રજૂ કરવાની જાહેરાત કરી છે.

યુટ્યુબમાં આવનારા ત્રણ ફીચરમાં પહેલું ફીચર સ્પામ કોમેન્ટ પર અંકુશ લાવવાનું છે, બીજું, પોતાની ઓળખ છુપાવીને યુટ્યુબ ચેનલો ચલાવનારા કે કોમેન્ટ કરનારા સબસ્ક્રાઈબર્સની સંખ્યા અને ત્રીજું સબસ્ક્રાઈબર્સની સંખ્યા છુપાવવી છે. તે 29મી જુલાઈ 2022થી શરૂ થશે.

યુટ્યુબે પોતાની પોસ્ટમાં કહ્યું છે કે કેટલાક લોકો પોતાની ઓળખ છુપાવીને કમેન્ટ્સ કરે છે. આવા લોકો જાણીજોઈને અન્ય કોઈ ચેનલને ડાઉન કરવાનો પ્રયાસ કરે છે. આવા લોકો કોઈપણ ચેનલ પર મોટા પ્રમાણમાં કમેન્ટ્સ કરે છે. આવી સ્થિતિમાં સારું કામ કરતી નાની ચેનલો બરબાદ થઈ જાય છે. એવી કેટલીક ચેનલો છે જે તેમના સબ્સ્ક્રાઇબર્સને છુપાવે છે. આના પર 29 જુલાઈથી પ્રતિબંધ લાગશે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

આપને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા જ YouTube Go એપને બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે. YouTube Go 2016માં Android Go વર્ઝનવાળા ફોન માટે લૉન્ચ કરવામાં આવ્યું હતું. YouTube Goની સાઈઝ ઘણી ઓછી છે અને જે ફોનમાં રેમ અને સ્ટોરેજ ઓછી છે તેમના માટે આ એપ કોઈ ગિફ્ટથી ઓછી નથી.

YouTube એ કહ્યું છે કે YouTube Go આ વર્ષે ઓગસ્ટ 2022 માં બંધ થઈ જશે, જો કે તે અચાનક બંધ કરવામાં આવશે નહીં. તે ઓગસ્ટથી બંધ થવાનું શરૂ થશે. તે પછી આ એપને કોઈ અપડેટ મળશે નહીં. આવી સ્થિતિમાં, જે લોકોના ફોનમાં આ એપ પહેલેથી ઇન્સ્ટોલ છે તેઓ તેનો ઉપયોગ કરી શકશે.

Next Article