WhatsApp મેસેજ ડિલીટને લઈ આવ્યું નવું અપડેટ, હવે આટલા દિવસે પણ ડિલીટ કરો શકશો Chat Message

|

Aug 09, 2022 | 2:37 PM

હાલમાં વોટ્સએપ યુઝર્સ મોકલેલા મેસેજને માત્ર એક કલાકની અંદર ડિલીટ કરી શકે છે. જોકે હવે તમે આટલા દિવસ આરામથી વિચારી શકો છો કે મેસેજ ડિલીટ (Massage Delate)કરવો કે નહીં.

WhatsApp મેસેજ ડિલીટને લઈ આવ્યું નવું અપડેટ, હવે આટલા દિવસે પણ ડિલીટ કરો શકશો Chat Message
WhatsApp
Image Credit source: Social Media

Follow us on

વોટ્સએપ (WhatsApp) તેના યુઝર્સના અનુભવને વધુ સારો બનાવવા માટે દરરોજ કેટલાક નવા અપડેટ્સ લાવે છે. લોકપ્રિય ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપે ટ્વિટર પર એક નવી માહિતી આપીને યુઝર્સને ખુશ કરી દીધા છે. વોટ્સએપએ ટ્વીટ કરતી વખતે માહિતી આપવામાં આવી છે કે તે યુઝર્સને મોકલેલા મેસેજ ડિલીટ કરવાનો સમય બે દિવસથી થોડો વધારે વધારશે. એટલે કે હવે તમે ભૂલથી મોકલેલા મેસેજને બે દિવસ પછી પણ ડિલીટ કરી શકશો. હાલમાં વોટ્સએપ યુઝર્સ મોકલેલા મેસેજને માત્ર એક કલાકની અંદર ડિલીટ કરી શકે છે. જોકે હવે તમે બે દિવસ આરામથી વિચારી શકો છો કે મેસેજ ડિલીટ (Massage Delate)કરવો કે નહીં.

2 દિવસ પછી પણ થશે “ડિલીટ ફોર એવરીવન”

વોટ્સએપ યુઝર્સ હાલમાં 1 કલાક, 8 મિનિટ અને 16 સેકન્ડમાં કોઈપણ મેસેજને “ડિલીટ ફોર એવરીવન” કરી શકે છે. આ સમયમર્યાદા પછી, દરેક માટે ડિલીટ વિકલ્પ ઉપલબ્ધ રહેતો નથી. પરંતુ વોટ્સએપની તાજેતરની જાહેરાત પછી, “ડીલીટ ફોર એવરીવન” નો સમય વધીને 2 દિવસથી વધુ થઈ જશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, યૂઝર્સ 2 દિવસ અને 12 કલાકની અંદર વોટ્સએપ મેસેજને “Delete for Everyone” કરી શકશે.

આ રીતે WhatsApp મેસેજ ડિલીટ કરો

  1. જો તમે વોટ્સએપ પર મેસેજ “Delete For Everyone” કરવા માંગો છો, તો અહીં આપેલા સ્ટેપ્સ ફોલો કરો.
  2. વોટ્સએપ ખોલો અને તે ચેટ ખોલો જેનો મેસેજ તમે ડિલીટ કરવા માંગો છો.
  3. અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
    આજનું રાશિફળ તારીખ : 03-05-2024
    ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
    એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
    ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
    ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
  4. થોડી સેકંડ માટે સંદેશને ટેપ કરો અને પકડી રાખો. અહીં તમે એક કરતા વધુ મેસેજ ડિલીટ કરવા માટે અન્ય મેસેજ પણ પસંદ કરી શકો છો.
  5. હવે ડિલીટ માર્ક પર ટેપ કરો અને “Delete For Everyone” વિકલ્પ પસંદ કરો. આ મેસેજ ડિલીટ થયા પછી કોઈ જોઈ શકશે નહીં.
  6. જો તમે મેસેજને ફક્ત તમારા માટે જ ડિલીટ કરવા માંગો છો, તો ડિલીટ સિમ્બોલ પર ટેપ કરો અને “ડીલીટ ફોર મી” વિકલ્પ પસંદ કરો.
Next Article