દરેકને મુંઝવતો સવાલ, શું 5G આવ્યા પછી 4G સ્માર્ટફોન નકામો થઈ જશે? જાણો શું કહે છે નિષ્ણાતો

|

Aug 03, 2022 | 1:37 PM

Jio પાસે 50 ટકાથી વધુ સ્પેક્ટ્રમ છે. રિલાયન્સે કુલ 24,740Mhz સ્પેક્ટ્રમ ખરીદ્યું છે. ભારતી એરટેલે 19867Mhz સ્પેક્ટ્રમ ખરીદ્યું છે. ત્યારે આ બધાની વચ્ચે એક મોટો સવાલ સામે આવી રહ્યો છે કે શું 5G લોન્ચ થયા પછી 4G ફોન નકામા થઈ જશે ? ચાલો જાણીએ.

દરેકને મુંઝવતો સવાલ, શું 5G આવ્યા પછી 4G સ્માર્ટફોન નકામો થઈ જશે? જાણો શું કહે છે નિષ્ણાતો
5G In India
Image Credit source: TV9 Digital

Follow us on

બે વર્ષ સુધી લાંબા ટ્રાયલ રન બાદ આખરે દેશમાં 5G સ્પેક્ટ્રમ (5G Spectrum)ની હરાજી કરવામાં આવી છે. દેશમાં ત્રણ કંપનીઓએ મહત્તમ સ્પેક્ટ્રમ ખરીદ્યું છે. અદાણી ડેટા નેટવર્ક નવી કંપની તરીકે જોડાઈ છે. 5G માટે કુલ રૂ. 1,50,173 કરોડના સ્પેક્ટ્રમની હરાજી કરવામાં આવી છે, જેમાં એકલા રિલાયન્સ જિયો (Jio)એ 88,078 કરોડનું સ્પેક્ટ્રમ ખરીદ્યું છે એટલે કે Jio પાસે 50 ટકાથી વધુ સ્પેક્ટ્રમ છે. રિલાયન્સે કુલ 24,740Mhz સ્પેક્ટ્રમ ખરીદ્યું છે. રિલાયન્સે એ પણ ધ્યાન દોર્યું છે કે Jioની 5G સેવા 15 ઓગસ્ટે (5G In India) શરૂ થઈ શકે છે.

ભારતી એરટેલે 19867Mhz સ્પેક્ટ્રમ ખરીદ્યું છે. ત્યારે વોડાફોન-આઇડિયાએ 6228Mhz સ્પેક્ટ્રમ ખરીદ્યું છે. આ બધાની વચ્ચે એક મોટો સવાલ સામે આવી રહ્યો છે કે શું 5G લોન્ચ થયા પછી 4G ફોન નકામા થઈ જશે ? આ મુદ્દે એક મીડિયા અહેવાલ અનુસાર ટેક્નોલોજી ક્ષેત્રના નિષ્ણાતોનો શું અભિપ્રાય છે? ચાલો જાણીએ.

તમારા ફોનમાં 5G ના કેટલા બેન્ડ સપોર્ટેડ છે?

છેલ્લા બે વર્ષથી ભારતીય બજારમાં 5G ફોન લોન્ચ થઈ રહ્યા છે. ઘણા સ્માર્ટફોનની લાઈફ પણ 5G નેટવર્કની રાહ જોવામાં સમાપ્ત થઈ ગઈ છે, જોકે હવે 5G લૉન્ચ થવા માટે તૈયાર છે. તમારામાંથી ઘણા લોકો પાસે 5G ફોન પણ હશે, પરંતુ એ જરૂરી નથી કે તમને તમારા ફોનમાં બેસ્ટ 5G અનુભવ મળે. બેસ્ટ 5G અનુભવ માટે તમારા ફોનના 5G બેન્ડ જવાબદાર છે. તમારા ફોનમાં 5G બેન્ડની સંખ્યા જેટલી વધારે હશે, તમારો અનુભવ એટલો જ સારો રહેશે. જો કે આજકાલ તમામ કંપનીઓએ તેમના ફોનમાં 5G બેન્ડના નંબર વિશે માહિતી જાહેર કરવાનું શરૂ કરી દીધું છે, પરંતુ જો તમને ખબર નથી, તો તમે એપની મદદથી તમારા ફોનમાં સપોર્ટેડ 5G બેન્ડની સંખ્યા જાણી શકો છો.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

નિષ્ણાતો શું કહે છે?

મીડિયા અહેવાલ અનુસાર નિષ્ણાત કહેવું છે કે, 5G આવ્યા પછી તમારો 4G ફોન નકામો નહીં રહે. 5G નું આગમન એ માત્ર કોમ્યુનિકેશન નેટવર્કનું અપગ્રેડ છે. શરૂઆતમાં, તે ફક્ત 4G નેટવર્ક પર નિર્ભર રહેશે. તેથી તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે તમારો 4G ફોન નકામો નહીં થાય, પરંતુ હકીકત એ છે કે તમે 4G ફોન પર 5G નેટવર્ક સ્પીડનો આનંદ માણી શકશો નહીં. આ ફેરફાર 3G થી 4G થી ઘણો અલગ છે. આવી સ્થિતિમાં 4G નેટવર્ક આટલી જલ્દી ખતમ થવાનું નથી.

સાયબર મીડિયા રિસર્ચ (CMR)ના ઈન્ડસ્ટ્રી ઈન્ટેલિજન્સ ગ્રૂપના વડા પ્રભુ રામ અનુસાર, આ ફેરફાર દેશમાં 5Gના ભવિષ્ય વિશે છે અને આ ફેરફાર ચોક્કસપણે 5G સપોર્ટવાળા ફોનના લાઈફમાં પરિવર્તન લાવશે. 5G લોન્ચ થયા પછી પણ 4Gનું વર્ચસ્વ ચાલુ રહેશે. વાસ્તવમાં, 5G આવ્યા પછી, 4G નેટવર્કની સ્પીડ સારી રહેશે અને તેનું પ્રદર્શન પણ સુધરશે. 5G કવરેજને સર્વવ્યાપક બનાવવામાં લાંબો સમય લાગશે.

જાણીતા ટેક એક્સપર્ટએ એક મીડિયા પ્રકાશનના સવાલના જવાબમાં જણાવ્યું હતું કે, જેમ 4Gના 6 વર્ષ પછી પણ 3G સંપૂર્ણપણે ખતમ નથી થયું, તેવી જ રીતે 5G લોન્ચ થયા પછી પણ 4G સમાપ્ત થશે નહીં અને ન તો તમારો 4G ફોન નકામો થશે. જો તમારા ફોનમાં 5G સપોર્ટ છે તો તે સારી વાત છે અને જો તે ન હોય તો ચિંતા કરવાની જરૂર નથી કારણ કે 4Gનું ભવિષ્ય હજુ લાંબુ છે.

તેથી ઉપરોક્ત ત્રણેય નિષ્ણાતોના અભિપ્રાય પછી, આપણે એક નિષ્કર્ષ પર આવીએ છીએ કે 5G ના લોન્ચ સાથે 4G સ્માર્ટફોન નકામા થશે નહીં. આવી સ્થિતિમાં, જો તમારી પાસે 4G ફોન છે, તો પછી ઉત્સાહિત થઈને 5G ફોનમાં રોકાણ કરવાની કોઈ ખાસ જરૂર નથી. બાય ધ વે, જો તમે 5G નેટવર્કનો આનંદ માણવા માંગતા હોવ તો તે તમારી સ્વતંત્ર ઇચ્છા છે.

Published On - 1:35 pm, Wed, 3 August 22

Next Article