WhatsAppના 50 કરોડ યુઝર્સના ફોન નંબર વેચાઈ રહ્યા છે ઓનલાઈન, ક્યાંક તમે તો નથીને આમા સામેલ

|

Nov 26, 2022 | 5:58 PM

દાવો કરવામાં આવ્યો છે કે લગભગ 50 કરોડ WhatsApp વપરાશકર્તાઓના મોબાઇલ નંબર વેચાણ માટે ઉપલબ્ધ છે. ડેટાબેઝમાં 84 જુદા જુદા દેશોના વોટ્સએપ યુઝર્સના મોબાઈલ નંબર છે. જેમાં અમેરિકા, બ્રિટન, ઇજિપ્ત, ઇટાલી, સાઉદી અરેબિયા અને ભારતનો સમાવેશ થાય છે.

WhatsAppના 50 કરોડ યુઝર્સના ફોન નંબર વેચાઈ રહ્યા છે ઓનલાઈન, ક્યાંક તમે તો નથીને આમા સામેલ
આ ફીચરને iPhone અને Android બંન્ને સ્માર્ટફોન્સ માટે રજુ કરવામાં આવ્યું છે. તેનો ઉપયોગ કરી યુઝર્સ ખુદને વોટ્સએપ પર મેસેજ, ફોટો, વીડિયો અને ઓડિયો પણ સેન્ડ કરી શકશે. કંપનીએ કહ્યું કે આ ફીચર તબક્કાવાર તમામ યુઝર્સ માટે રિલીઝ કરવામાં આવશે.
Image Credit source: File Photo

Follow us on

વોટ્સએપના લગભગ 50 કરોડ યુઝર્સના ફોન નંબર ઓનલાઈન વેચાણ માટે મૂકવામાં આવ્યા છે. આ ઈતિહાસમાં સૌથી મોટા ડેટા ભંગમાંથી એક હોઈ શકે છે. સાયબર ન્યૂઝના અહેવાલ મુજબ હેકિંગ કોમ્યુનિટી ફોરમ પર એક જાહેરાત પોસ્ટ કરવામાં આવી છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે લગભગ 50 કરોડ WhatsApp વપરાશકર્તાઓના મોબાઈલ નંબર વેચાણ માટે ઉપલબ્ધ છે. ડેટાબેઝમાં 84 જુદા જુદા દેશોના વોટ્સએપ યુઝર્સના મોબાઈલ નંબર છે. જેમાં અમેરિકા, બ્રિટન, ઈજિપ્ત, ઈટાલી, સાઉદી અરેબિયા અને ભારતનો સમાવેશ થાય છે.

ડેટાનો ઉપયોગ ફિશિંગ અટેક માટે થાય છે

સાયબર ગુનેગારો મુખ્યત્વે ફિશિંગ અટેક માટે આ માહિતીનો ઉપયોગ કરે છે. એટલા માટે વોટ્સએપ યુઝર્સને સલાહ આપવામાં આવે છે કે તેઓ અજાણ્યા નંબરોથી આવતા કોલ અને મેસેજથી સાવચેત રહે. હેકિંગ ફોરમ પર એવો દાવો કરવામાં આવ્યો છે કે આ ડેટામાં 32 મિલિયનથી વધુ અમેરિકન યુઝર્સના ફોન નંબર હાજર છે. એ જ રીતે પ્રભાવિત વપરાશકર્તાઓમાંથી 45 મિલિયન ઈજિપ્તમાં, 35 મિલિયન ઈટાલીમાં, 29 મિલિયન સાઉદી અરેબિયામાં, 20 મિલિયન ફ્રાન્સમાં અને 20 મિલિયન તુર્કીમાં છે. આ ડેટાબેઝમાં રશિયામાં લગભગ 10 મિલિયન વપરાશકર્તાઓ અને બ્રિટનમાં 11 મિલિયનથી વધુ વપરાશકર્તાઓના ફોન નંબર શામેલ છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ગુનેગારો અમેરિકન યુઝર્સના ડેટાને લગભગ 5,71,690 રૂપિયામાં વેચી રહ્યા છે. આ સિવાય યુકેનો ડેટાબેઝ લગભગ રૂ. 2,04,175માં અને જર્મનીનો ડેટાબેઝ રૂ. 1,63,340 કરોડમાં ઉપલબ્ધ છે. રિપોર્ટમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે ઘણી વખત ઓનલાઈન મુકવામાં આવેલો આટલો મોટો ડેટા WhatsAppની સેવાની શરતોનું ઉલ્લંઘન કરીને મેળવવામાં આવે છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

એક્ટિવ યુઝર્સનો છે ડેટા

જો કે વેચનાર દાવો કરે છે કે તમામ નંબરો મેટા-માલિકીના પ્લેટફોર્મના સક્રિય વપરાશકર્તાઓના છે. જ્યારે ગુનેગારોએ ડેટાબેઝ કેવી રીતે મેળવ્યો તે જણાવ્યું નથી, વિક્રેતા કહે છે કે તેઓએ ડેટા એકત્રિત કરવા માટે તેમની પોતાની યુક્તિઓનો ઉપયોગ કર્યો. આ પહેલીવાર નથી, જ્યારે મેટા અને તેના પ્લેટફોર્મ્સ ડેટાના ભંગ માટે સમાચારમાં આવ્યા હોય. ગયા વર્ષે એક ગુનેગાર 500 મિલિયનથી વધુ ફેસબુક વપરાશકર્તાઓની માહિતી મફતમાં ઑનલાઈન ઓફર કરી રહ્યો હતો. તે સમયે લીક થયેલા ડેટામાં ફોન નંબરની સાથે અન્ય વિગતો પણ સામેલ હતી.

Next Article