વોટ્સએપની ન્યુ યર ગિફ્ટ, હવે ઈન્ટરનેટ વગર પણ કરી શકાશે ચેટિંગ, આ છે યૂઝ કરવાની રીત

|

Jan 06, 2023 | 5:24 PM

યુઝર્સ માત્ર તેમના ફોનમાં જ નહીં પરંતુ એરિયામાં પણ ઈન્ટરનેટ ન હોય તો પણ વોટ્સએપ સર્વિસનો ઉપયોગ કરી શકશે. આ ફીચરની મદદથી વોટ્સએપ યુઝર્સ વિશ્વભરના વોલંટિયર્સ અને સંસ્થાઓના પ્રોક્સી સર્વર સેટઅપ દ્વારા કનેક્ટેડ રહી શકશે. ચાલો જાણીએ તેની વિગતો.

વોટ્સએપની ન્યુ યર ગિફ્ટ, હવે ઈન્ટરનેટ વગર પણ કરી શકાશે ચેટિંગ, આ છે યૂઝ કરવાની રીત
WhatsApp
Image Credit source: File Photo

Follow us on

વોટ્સએપ યુઝર્સના બહેતર અનુભવ માટે સતત નવા ફીચર્સ ઉમેરે છે. એપ ડેવલપર્સે આ પ્લેટફોર્મને એક ડગલું આગળ લઈ જવાનો નિર્ણય કર્યો છે. વોટ્સએપનું લેટેસ્ટ ફીચર તેનો પુરાવો છે. એપએ વિશ્વભરના યુઝર્સ માટે પ્રોક્સી સપોર્ટ લોન્ચ કર્યો છે. વોટ્સએપે ગુરુવારે આ જાણકારી આપી છે. પ્રોક્સી સપોર્ટની મદદથી વોટ્સએપ યુઝર્સ ઇન્ટરનેટ વિના પણ આ પ્લેટફોર્મ પર કનેક્ટેડ રહી શકશે. યુઝર્સ માત્ર તેમના ફોનમાં જ નહીં પરંતુ એરિયામાં પણ ઈન્ટરનેટ ન હોય તો પણ વોટ્સએપ સર્વિસનો ઉપયોગ કરી શકશે. આ ફીચરની મદદથી વોટ્સએપ યુઝર્સ વિશ્વભરના વોલંટિયર્સ અને સંસ્થાઓના પ્રોક્સી સર્વર સેટઅપ દ્વારા કનેક્ટેડ રહી શકશે. ચાલો જાણીએ તેની વિગતો.

વોટ્સએપની નવા વર્ષની ભેટ શું છે

વોટ્સએપે કહ્યું કે પ્રોક્સી નેટવર્ક સાથે કનેક્ટ થવા પર પણ યુઝર્સને પ્રાઈવસી અને સિક્યોરિટી વિશે ચિંતા કરવાની જરૂર નથી. તેમને પહેલાની જેમ પ્રાઈવસી અને સિક્યોરિટી મળતી રહેશે. તેમના સંદેશાઓ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ હશે. કંપનીના જણાવ્યા અનુસાર, આ વચ્ચે યુઝર્સના મેસેજને કોઈ જોઈ શકશે નહીં. ન તો પ્રોક્સી નેટવર્ક્સ પર, ન તો મેટા કે ન તો WhatsApp પર. વોટ્સએપે એક બ્લોગ પોસ્ટમાં લખ્યું છે કે, ‘વર્ષ 2023 માટે અમારી શુભકામનાઓ છે કે ઈન્ટરનેટ બંધ ક્યારેય ન થાય.’

20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

એપએ લખ્યું, ‘છેલ્લા કેટલાક મહિનાઓથી ઈરાનમાં જે પ્રકારની સમસ્યા આપણે જોઈ રહ્યા છીએ, અંતે તેઓ માનવ અધિકારોને નકારે છે અને લોકોને તાત્કાલિક મદદ મેળવવાથી રોકે છે. આવા શટડાઉન થતા રહેશે. અમે આશા રાખીએ છીએ કે આ ઉકેલ લોકોને મદદ કરશે, જ્યાં સુરક્ષિત અને વિશ્વસનીય-સંચારની જરૂર છે.

આ રીતે ઉપયોગ કરી શકો છો

નવો વિકલ્પ WhatsAppના સેટિંગ્સ મેનૂમાં જોવા મળશે. તમારી પાસે તમારા ફોનમાં WhatsAppનું લેટેસ્ટ વર્ઝન હોવું આવશ્યક છે. કંપનીનું કહેવું છે કે જો તમારી પાસે ઈન્ટરનેટ એક્સેસ છે, તો તમે સોશિયલ મીડિયા અથવા સર્ચ એન્જિન પર વિશ્વસનીય પ્રોક્સી સ્ત્રોતો શોધી શકો છો.

પ્રોક્સી નેટવર્ક સાથે જોડાયેલા રહેવા માટે, તમારે WhatsApp સેટિંગ્સમાં જવું પડશે. અહીં તમને સ્ટોરેજ અને ડેટાનો વિકલ્પ મળશે. તમારે Proxy ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે. હવે તમારે યુઝ પ્રોક્સીના ઓપ્શન પર ક્લિક કરવું પડશે અને પ્રોક્સી એડ્રેસ એન્ટર કરીને સેવ કરવું પડશે.

આ રીતે તમે પછીથી આ નેટવર્કનો ઉપયોગ કરી શકશો. જો કનેક્શન સફળ થાય, તો તમે એક ચેકમાર્ક જોશો. જો કોઈ કારણોસર તમે પ્રોક્સી કનેક્શન કનેક્ટ થયા પછી પણ સંદેશા મોકલી શકતા નથી, તો સંભવ છે કે તે બ્લોક કરવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં તમારે બીજા પ્રોક્સી નેટવર્કનો ઉપયોગ કરવો પડશે.

Published On - 5:22 pm, Fri, 6 January 23

Next Article