WhatsApp માં આવ્યું જબરદસ્ત ફીચર, હવે મેસેજથી બુક કરી શકશો Uber, ખુબ સરળ છે રીત

|

Aug 07, 2022 | 11:42 AM

આ ફીચર ડિસેમ્બર 2021ની શરૂઆતમાં પણ રજૂ કરવામાં આવ્યું હતું. ત્યારે આ ફીચર (New Feature)નું લખનૌમાં ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. દિલ્હી NCRમાં રહેતા લોકોને આ સપ્તાહથી આ સુવિધા મળશે. આની મદદથી યુઝર્સ સરળતાથી કેબ બુક કરી શકે છે.

WhatsApp માં આવ્યું જબરદસ્ત ફીચર, હવે મેસેજથી બુક કરી શકશો Uber, ખુબ સરળ છે રીત
WhatsApp
Image Credit source: File Photo

Follow us on

ટેક્નોલોજી (Technology)ના આ યુગમાં આપણા ઘણા કામ ટેક્નોલોજીથી સરળ થયા છે ત્યારે વોટ્સએપનો ઉપયોગ મોટી સંખ્યામાં લોકો કરે છે. ભારતમાં આ ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ પર કરોડો યુઝર્સ છે. આનો લાભ લેવા માટે ઉબેર (Uber)અને વોટ્સએપએ ભાગીદારી કરી છે. Uber એક નવું ફીચર ડેવલપ કરી રહ્યું છે, જેની મદદથી યુઝર્સ WhatsApp દ્વારા કેબ બુક કરી શકશે.

આ ફીચર ડિસેમ્બર 2021ની શરૂઆતમાં પણ રજૂ કરવામાં આવ્યું હતું. ત્યારે આ ફીચરનું લખનૌમાં ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. દિલ્હી NCRમાં રહેતા લોકોને આ સપ્તાહથી આ સુવિધા મળશે. આની મદદથી યુઝર્સ સરળતાથી કેબ બુક કરી શકે છે. આ સેવા અંગ્રેજી અને હિન્દી બંને ભાષામાં ઉપલબ્ધ છે. આવો જાણીએ WhatsApp પરથી કેવી રીતે કેબ બુક કરવી.

આ રીતે બુકિંગ થશે?

  1. સૌથી પહેલા યુઝર્સે ઉબરના બિઝનેસ વોટ્સએપ નંબર પર Hi મોકલવાનો રહેશે.
  2. અહીં તમારે તમારી અનુકૂળતા મુજબ ભાષા પસંદ કરવાની રહેશે.
  3. Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
    ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
    ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
    તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
    જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
    Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
  4. ચેટબોટ તમને પિકઅપ લોકેશન પૂછશે. તમે વોટ્સએપ પરથી તમારું લોકેશન સીધું શેર કરી શકો છો.
  5. આ પછી તમારે તમારું ડ્રોપ લોકેશન જણાવવું પડશે. તમે તમારી અનુકૂળતા મુજબ ડ્રોપ લોકેશન પણ મોકલી શકો છો.
  6. હવે તમારા રજિસ્ટર્ડ નંબર પર OTP આવશે. ચેટબોટને OTP કન્ફર્મ કરવું પડશે. OTP કન્ફર્મ કર્યા પછી તમારે રાઈડ વિકલ્પ પસંદ કરવો પડશે.
  7. અહીં તમને વિગતો એડિટ કરવા, રદ કરવા અથવા રાઈડની પુષ્ટિ કરવાનો વિકલ્પ મળશે.
  8. આ વિગતોની પુષ્ટિ કર્યા પછી, તમને વાહનો અને ડ્રાઇવરની વિગતો મળશે.

યુઝર્સને શું ફાયદો થશે?

વોટ્સએપ દ્વારા કેબ બુક કરવાની આ સુવિધા સરળ અને સુરક્ષિત છે. સારી વાત એ છે કે આ માટે તમારે અન્ય કોઈ એપ ડાઉનલોડ કરવાની જરૂર નહીં પડે. આ ફીચરની મદદથી તમે કાર, ઓટો અને બાઇક પર તમામ પ્રકારની રાઇડ બુક કરી શકો છો.

ઉબેર કહ્યું, ‘અમને સમજાયું કે અમારી સેવાનો વિસ્તાર કરતી વખતે, અમે વપરાશકર્તાઓને મળવું જોઈએ જ્યાં તેઓ હાજર છે. ભારતમાં તેનો અર્થ વોટ્સએપ છે, જે ભારતમાં સૌથી વધુ લોકપ્રિય ચેટ એપ્લિકેશન્સમાંની એક છે.

આ સિવાય હવે વોટ્સએપ એક નવા ફીચર (WhatsApp New Feature)પર કામ કરી રહ્યું છે, જેની મદદથી અન્ય કોઈ યુઝર્સ ગ્રુપમાં હોય ત્યારે તમારો નંબર જોઈ શકશે નહીં. તેના વિશે વધુ વાંચવા અહીં ક્લિક કરો.

Next Article