WhatsAppથી ફોટો, વીડિયો અને GIF મોકલવું થશે વધુ મજેદાર, આવી રહ્યું છે Phone કેપ્શન ફીચર્સ

|

Nov 29, 2022 | 7:51 PM

વોટ્સએપના નવા ફીચરથી કોઈપણને ફોટો, વીડિયો અને GIF મોકલવાની વધુ મજા આવશે. WhatsApp ના નવા ફીચરમાં ફોટો, વીડિયો અને GIF મોકલતા પહેલા કેપ્શન એટલે કે ટેક્સ્ટ એડ કરી શકાય છે.

WhatsAppથી ફોટો, વીડિયો અને GIF મોકલવું થશે વધુ મજેદાર, આવી રહ્યું છે Phone કેપ્શન ફીચર્સ
WhatsApp
Image Credit source: Google

Follow us on

વોટ્સએપ દ્વારા યુઝર્સની સુવિધા માટે નવા ફીચર્સ લોન્ચ કરવામાં આવે છે. આવા જ એક વોટ્સએપ ફીચરનું લાંબા સમયથી ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું હતું, જે આખરે વોટ્સએપ પરથી રોલઆઉટ થવાનું શરૂ થઈ ગયું છે. વોટ્સએપના નવા ફીચરથી કોઈપણને ફોટો, વીડિયો અને GIF મોકલવાની વધુ મજા આવશે. WhatsApp ના નવા ફીચરમાં ફોટો, વીડિયો અને GIF મોકલતા પહેલા કેપ્શન એટલે કે ટેક્સ્ટ એડ કરી શકાય છે.

અત્યાર સુધી કેપ્શન ઉમેરવાનો વિકલ્પ ઉપલબ્ધ નહોતો

જણાવી દઈએ કે અત્યાર સુધી વોટ્સએપ પરથી ફોટો, વીડિયો કે GIF મોકલવા પર ટેક્સ્ટ એડ કરી શકાતું ન હતું. આવી સ્થિતિમાં યુઝર્સે ફોટો, વીડિયો અથવા GIFમાં ટેક્સ્ટ ઉમેરવા માટે તેને અલગથી એડિટ કરવું પડશે. જો કે વોટ્સએપના નવા ફીચરના રોલઆઉટ બાદ આ સમસ્યામાંથી છૂટકારો મળી શકે છે.

આ યુઝર્સને WhatsAppનું નવું કેપ્શન ફીચર મળશે

WABetaInfoના રિપોર્ટ અનુસાર ફોટો, વીડિયો અને GIFને કોન્ટેક્ટ પર ફોરવર્ડ કરતા પહેલા તેમાં કૅપ્શન ઉમેરવાની સુવિધા હવે iOS વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ છે. જો કે તે હાલમાં એન્ડ્રોઈડ અને વિન્ડોઝ, મેકઓએસ જેવા અન્ય પ્લેટફોર્મ માટે રોલઆઉટ કરવામાં આવ્યું નથી.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

WhatsApp કૅપ્શન ફીચર કેવી રીતે ઉમેરવું

WhatsApp કૅપ્શન ફીચર ઉમેરવું ખૂબ જ સરળ છે. કોઈપણ ફોટો, વીડિયો અને GIF મોકલતા પહેલા તેને લાંબા સમય સુધી પ્રેસ કરવુ પડશે. જણાવી દઈએ કે iOS યુઝર્સને ફોરવર્ડ મેસેજ સાથે પોપઅપ મેસેજ દેખાય છે. આ પછી તમારે ફોરવર્ડ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. આ પછી, તમારે જે મીડિયા ફાઈલને ફોરવર્ડ કરવી છે તેના પર ટેપ કરવું પડશે. તેની નીચે ફોટો કેપ્શનનો વિકલ્પ દેખાશે. X આઈકોન પર ટેપ કરીને કેપ્શનને પણ દૂર કરી શકાય છે. જો કે, કેપ્શન ટાઈપ અને ફોરવર્ડ થયા પછી તેને ડિલીટ કરી શકાશે નહીં.

વોટ્સએપ આ ફીચર પણ કરી રહ્યું છે રોલઆઉટ

વોટ્સએપ પોતાના યુઝર્સ એક્સપીરિયન્સને વધુ સારો બનાવવવા માટે નવા ફીચર્સ લાવતું રહે છે, જેમાં હવે કંપનીએ એક નવું ફીચર જાહેર કરી રહી છે. જેનાથી યુઝર્સ પોતાને પણ વોટ્સએપ મેસેજ સેન્ડ કરી શકશે. આ ફીચરનું નામ કંપનીએ Message Yourself રાખ્યુ છે.

Next Article