WhatsApp પર કયું નવું ફીચર આવ્યું, હવે એપ ખુદ યુઝર્સને આ રીતે જણાવશે

|

Jul 31, 2022 | 4:58 PM

વોટ્સએપના ફીચરની જાણકારી આપનાર WABetaInfo અનુસાર ઓફિશિયલ વોટ્સએપ ચેટબોટ ડેવલપમેન્ટની શરૂઆતના સ્ટેજમાં છે. પબ્લિકેશન દ્વારા શેર કરવામાં આવેલા સ્ક્રીનશોટથી જાણવા મળે છે કે એપમાં એક નવું વેરિફાઈડ ચેટબોટ હશે.

WhatsApp પર કયું નવું ફીચર આવ્યું, હવે એપ ખુદ યુઝર્સને આ રીતે જણાવશે
WhatsApp
Image Credit source: Google

Follow us on

વોટ્સએપ (WhatsApp)પોતાના યુઝર્સ માટે નવા નવા ફીચર રજુ કરતું રહે છે. ઘણી વખત આપણને ખબર પણ હોતી નથી અને ક્યારે ક્યું ફીચર આવી જતું હોય છે. ત્યારે આ સમસ્યાને હવે વોટ્સએપ દુર કરવા જઈ રહ્યું છે. વોટ્સએપ એક નવા ચેટબોટનું ટેસ્ટિંગ કરી રહ્યું છે. જેનાથી એ ખબર પડી જશે કે એપમાં કયું નવું ફીચર (New Feature) એડ કરવામાં આવ્યું છે. વોટ્સએપના ફીચરની જાણકારી આપનાર WABetaInfo અનુસાર ઓફિશિયલ વોટ્સએપ ચેટબોટ ડેવલપમેન્ટની શરૂઆતના સ્ટેજમાં છે.

પબ્લિકેશન દ્વારા શેર કરવામાં આવેલા સ્ક્રીનશોટથી જાણવા મળે છે કે એપમાં એક નવું વેરિફાઈડ ચેટબોટ હશે. ચેટબોટની મદદથી લોકો પોતાની વાતચીતને લીસ્ટમાં નવા ફીચર્સ વિશે જાણવા, ટિપ્સ અને ટ્રિક્સ મેળવવા માટે પ્રાઈવસી અને સેફ્ટી વિશે જાણનાવાળા પ્રથમ વ્યક્તિ હશે.

WhatsApp તેના પ્લેટફોર્મ પર માત્ર બિઝનેસ એકાઉન્ટની ચકાસણી કરે છે પરંતુ તમે આ ચેટબોટને જવાબ આપી શકશો નહીં. આ ફક્ત વાંચવા માટેનું એકાઉન્ટ હશે, તેથી હંમેશા એકતરફી વાતચીત થશે. આ એટલા માટે છે કારણ કે ચેટબોટનો ઉદ્દેશ્ય વપરાશકર્તાઓને વોટ્સએપની લેટેસ્ટ ફીચર અને અન્ય વિગતો વિશે માહિતગાર કરવાનો છે અને પ્રતિસાદ અથવા ફરિયાદો લેવાનો નથી.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

ટેલિગ્રામ અને સિગ્નલમાં આ સુવિધા પહેલાથી જ છે

વોટ્સએપે તેને સ્ટેબલ ચેનલ પર ક્યારે રોલઆઉટ કરશે તે અંગે કંઈ જણાવ્યું નથી. નવો WhatsApp ચેટબોટ પ્રતિસ્પર્ધી મેસેજિંગ એપ ટેલિગ્રામ અને સિગ્નલ જેવો જ છે, જે નવા ફેરફારો અને ફીચર વિશે વપરાશકર્તાઓને જાણ કરવા માટે તેમના પ્લેટફોર્મ પર સત્તાવાર ચેનલનો ઉપયોગ કરે છે. જો તમને વોટ્સએપ ચેટબોટમાંથી મેસેજ ન જોઈતા હોય, તો તમે એકાઉન્ટ બ્લોક કરી શકો છો. આ સુવિધા હજી પણ બીટામાં છે, તેથી તે બીટા પ્રોગ્રામમાં જોડાયા હોય તેવા પસંદગીના વપરાશકર્તાઓને જોઈ શકાય છે.

આ સિવાય વોટ્સએપ, ગ્રુપ એડમિનને એક વિશેષ સત્તા આપવા જઈ રહ્યુ છે. રિપોર્ટ અનુસાર કંપનીએ હાલમાં એક નવુ ફિચર લોન્ચ કરવામાં કરવામાં આવશે. જેમાં વોટ્સએપ ગ્રુપ એડમિન ગ્રુપના કોઈપણ મેસેજ ડિલીટ ફોર એવરીવન કરી શકે છે. આ ફીચર માત્ર કેટલાક બીટા ટેસ્ટર્સ માટે બહાર પાડવામાં આવ્યુ હતું. આ નવુ ફીચર તમારા વોટ્સએપમાં ચાલી રહ્યુ છે કે નહીં તે જાણવાની કેટલીક સરળ રીતો છે. જે જાણવા અહિં ક્લિક કરો.

Next Article