ભારતમાં હવે આ પ્લેટફોર્મ પર નહીં ચલાવી શકાય VLC Media Player, જાણો શું છે કારણ

|

Aug 13, 2022 | 2:36 PM

છેલ્લા કેટલાક સમયથી ભારત સરકારે (Indian Government) સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઘણી ચાઈનીઝ એપ્સને બ્લોક કરી દીધી છે. 2020માં, ભારત સરકારે PUBG મોબાઈલ, Tiktok જેવી એપ્સ સહિત ઘણી ચાઈનીઝ એપ્સને બ્લોક કરી દીધી હતી.

ભારતમાં હવે આ પ્લેટફોર્મ પર નહીં ચલાવી શકાય VLC Media Player, જાણો શું છે કારણ
Symbolic Image

Follow us on

આપણે બધા VLC મીડિયા પ્લેયર (VLC Media Player)ની લોકપ્રિયતા અને મહત્વ જાણીએ છીએ. પરંતુ હવે આ પ્લેયર પર વિન્ડોઝ પ્લેટફોર્મ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. MediaNama ના અહેવાલ મુજબ, ભારતમાં VLC મીડિયા પ્લેયરને બ્લોક કરી દેવામાં આવ્યું છે, પરંતુ આ લગભગ 2 મહિના પહેલા થયું હતું. જો કે, ન તો કંપનીએ અને ન તો ભારત સરકારે (Indian Government)આ પ્રતિબંધ વિશે કોઈ માહિતી આપી. આપને જણાવી દઈએ કે VLC મીડિયા પ્લેયર ચીનની કંપની દ્વારા ઓપરેટ કરવામાં આવતું નથી. તેને પેરિસ સ્થિત ફર્મ VideoLAN દ્વારા વિકસાવવામાં આવ્યું છે.

વાસ્તવમાં, પ્રતિબંધ પાછળનું કારણ ટીપસ્ટર અભિષેક યાદવે ટ્વિટર પર ટ્વીટ કરીને જણાવ્યું છે. તેણે ટ્વીટમાં કહ્યું કે VLC મીડિયા પ્લેયર પર પ્રતિબંધ મૂકવાનું કારણ હેકિંગ જણાવવામાં આવ્યું છે. ખરેખર, ચાઇનીઝ હેકિંગ જૂથો VLC પ્લેયરની મદદથી હેકિંગ કરી રહ્યા હતા. જોકે તેની એપ એન્ડ્રોઇડ પ્લેટફોર્મ પર હાજર છે. આઈટી એક્ટ, 2000 હેઠળ ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયના આદેશ અનુસાર આ વેબસાઈટને બ્લોક કરવામાં આવી છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

આ છે ટિપ્સટરની ટ્વીટ

2020માં ઘણી એપ્સ બ્લોક કરવામાં આવી છે

જણાવી દઈએ કે, છેલ્લા કેટલાક સમયથી ભારત સરકારે સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઘણી ચાઈનીઝ એપ્સને બ્લોક કરી દીધી છે. 2020માં, ભારત સરકારે PUBG મોબાઈલ, Tiktok જેવી એપ્સ સહિત ઘણી ચાઈનીઝ એપ્સને બ્લોક કરી દીધી હતી. હાલમાં જ સરકારે ભારતમાં PUBG મોબાઈલ ઈન્ડિયન વર્ઝન BGMI ને પણ બ્લોક કરી દીધું છે, આ નિર્ણય બાદ Google Play Store અને iOS સ્ટોર પરથી પણ હટાવી દેવામાં આવ્યું છે.

Next Article