WhatsApp પર આવી રહ્યું છે કામનું ફીચર, ગ્રુપમાં એડ થવા પર ખબર પડી જશે આ માહિતી

|

May 23, 2022 | 9:54 AM

જો કે આ વર્ઝન Google Play Store પર ઉપલબ્ધ છે, પરંતુ આ સુવિધા દરેક માટે ઈનેબલ કરવામાં આવી નથી, તેના બદલે તે હાલમાં ફક્ત કેટલાક ઈન્ટરનલ વપરાશકર્તાઓ જ ઉપયોગ કરી શકે છે.

WhatsApp પર આવી રહ્યું છે કામનું ફીચર, ગ્રુપમાં એડ થવા પર ખબર પડી જશે આ માહિતી
Symbolic image
Image Credit source: Google

Follow us on

વોટ્સએપ (WhatsApp) ઘણા ફીચર્સ પર કામ કરી રહ્યું છે, અને હવે જાણવા મળ્યું છે કે ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વધુ એક અદ્ભુત ફીચર લાવવા જઈ રહી છે. WABetaInfo ના અહેવાલ મુજબ, WhatsApp એક ખૂબ જ શાનદાર ફીચર (WhatsApp New Feature)પર કામ કરી રહ્યું છે, જે ગ્રુપના સક્રિય સભ્યોને તે ગ્રુપમાં જૂના સભ્યોને જોવાની મંજૂરી આપશે, જેઓ પહેલાથી જ કોઈ કારણસર ગ્રુપ છોડી ચૂક્યા છે અથવા તેનો ભાગ નથી. આ ફીચરને મેસેજિંગ એપ v2.22.12.4ના એન્ડ્રોઇડ વર્ઝન (બીટા) પર જોવામાં આવ્યું છે.

જો કે આ વર્ઝન Google Play Store પર ઉપલબ્ધ છે, પરંતુ આ સુવિધા દરેક માટે ઈનેબલ કરવામાં આવી નથી, તેના બદલે તે હાલમાં ફક્ત કેટલાક ઈન્ટરનલ વપરાશકર્તાઓ જ ઉપયોગ કરી શકે છે. આ સિવાય તાજેતરમાં જ આને લગતું એક અન્ય ફીચર સામે આવ્યું હતું, જેમાં જાણવા મળ્યું હતું કે જો યુઝર ગ્રુપમાંથી બહાર નીકળી જાય છે તો બાકીના પાર્ટિસિપન્ટ્સને નોટિફિકેશન નહીં મળે.

આ ફીચર વોટ્સએપ ગ્રુપ માટે પણ કામ કરી રહ્યું છે

વોટ્સએપ એક એવા નવા ફીચર પર કામ કરી રહ્યું છે, જે તમે વોટ્સએપ ગ્રુપ છોડશો તો પણ કોઈને ખબર નહીં પડે. WABetaInfoના અહેવાલ મુજબ, જ્યારે પણ વપરાશકર્તા પ્લેટફોર્મ પર ગ્રુપમાંથી બહાર નીકળવા માંગે છે, ત્યારે એડમિન સિવાય કોઈને સૂચના મળશે નહીં.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે આ ફીચર હાલમાં ડેવલપમેન્ટ સ્ટેજમાં છે, અને બીટા યુઝર્સ સુધી પહોંચવામાં થોડો સમય લાગશે. એવું માનવામાં આવે છે કે ગુપ્ત રીતે ગ્રુપ છોડવાનું ફીચર એન્ડ્રોઇડ, iOS અને ડેસ્કટોપ યુઝર્સ માટે આવશે. જો કે, તે ક્યારે રજૂ કરવામાં આવશે તે જોવું રહ્યું.

આટલું જ નહીં, આપને જણાવી દઈએ કે WhatsApp ટૂંક સમયમાં એક જ ગ્રુપમાં 512 લોકોને એડ કરવાની મંજૂરી આપશે. હાલમાં તેની મર્યાદા 256 સભ્યો છે.

Next Article