બ્લુ, ગોલ્ડન કે ગ્રે…Twitter પર કોને મળશે કેવું વેરિફિકેશન બેઝ? આ છે એલન મસ્કનો પ્લાન

|

Dec 02, 2022 | 7:36 PM

મસ્ક ટ્વિટર બ્લુ ટિકથી પૈસા કમાવવા માંગે છે અને તે તેને સબસ્ક્રિપ્શન આધારિત સેવા બનાવવાની તૈયારી કરી રહ્યા છે. જોકે, મસ્કના આ પ્રયાસનું હજુ સુધી કોઈ સકારાત્મક પરિણામ આવ્યું નથી.

બ્લુ, ગોલ્ડન કે ગ્રે...Twitter પર કોને મળશે કેવું વેરિફિકેશન બેઝ? આ છે એલન મસ્કનો પ્લાન
Elon Musk
Image Credit source: Google

Follow us on

જ્યારથી ટ્વિટર એલોન મસ્કના નિયંત્રણમાં આવ્યું છે, ત્યારથી ટ્વિટર પર સતત ફેરફારો થઈ રહ્યા છે. મસ્કે આ માઈક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ 44 બિલિયન ડોલરમાં ખરીદ્યું છે. મસ્ક ટ્વિટર બ્લુ ટિકથી પૈસા કમાવવા માંગે છે અને તે તેને સબસ્ક્રિપ્શન આધારિત સેવા બનાવવાની તૈયારી કરી રહ્યા છે. જોકે મસ્કના આ પ્રયાસનું હજુ સુધી કોઈ સકારાત્મક પરિણામ આવ્યું નથી. જેવી જ મસ્કે પેઈડ બ્લુ ટિક સર્વિસની જાહેરાત કરી, લોકોએ તેનો દુરુપયોગ શરૂ કર્યો. લોકોએ આ 8 ડોલર સેવાનો ઉપયોગ એવી રીતે કર્યો કે એક કંપનીને કરોડોનું નુકસાન થયું. આ પછી તરત જ મસ્કે આ સેવા પર પ્રતિબંધ મૂક્યો. હવે તેઓ તેને નવા સ્વરૂપમાં લોન્ચ કરવાની યોજના બનાવી રહ્યા છે. ચાલો જાણીએ તેની વિગતો.

મસ્કની નવી યોજના શું છે?

એલોન મસ્ક હવે ટ્વિટર પર વેરિફિકેશન માટે માત્ર બ્લુ ટિક નહીં આપે. તેના બદલે આ પ્લેટફોર્મ પર ત્રણ રંગીન વેરિફિકેશન બેજ ઉપલબ્ધ હશે. મસ્કે પોતે ટ્વિટર પર આ માહિતી આપી છે. તેણે કહ્યું ‘વિલંબ બદલ માફ કરશો, અમે આવતા શુક્રવારે વેરિફાઈડ સર્વિસ શરૂ કરી રહ્યા છીએ.’

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

તેમણે કહ્યું કે હવે ટ્વિટર પર ત્રણ રંગોના વેરિફાઈડ બેજ ઉપલબ્ધ થશે. આમાં કંપનીઓને ગોલ્ડ બેજ આપવામાં આવશે. જ્યારે સરકાર અને સરકારી એજન્સીઓને ગ્રે બેજ આપવામાં આવશે. જ્યારે બ્લુ વેરિફિકેશન બેજ સેલિબ્રિટી અથવા વ્યક્તિગતને આપવામાં આવશે. આ તમામ વેરિફાઈડ એકાઉન્ટ્સ પણ મેન્યુઅલી ઓથેન્ટિકેટ થશે.

પૈસા લઈને વેરિફિકેશન આપવાની યોજના

અગાઉ ટ્વિટર પર વેરિફિકેશન બેજને ઓથેન્ટિસિટીનું માનક માનવામાં આવતું હતું. આ દસ્તાવેજની ચકાસણી કર્યા પછી તે વપરાશકર્તાના કામના આધારે ઉપલબ્ધ હતું. પરંતુ મસ્કે હવે તેને પેઈડ સબસ્ક્રિપ્શન સર્વિસમાં કન્વર્ટ કરવાની યોજના તૈયાર કરી છે.

તાજેતરમાં જ્યારે મસ્કે આ પેઈડ સબસ્ક્રિપ્શન સેવાની જાહેરાત કરી, ત્યારે કેટલાક વપરાશકર્તાઓએ બ્લુ ટિક ખરીદી અને તેમના એકાઉન્ટનું નામ બદલીને કંપનીના નામ પર કરી દીધું. આ પછી યુઝર્સે કેટલાક એવા ટ્વીટ કર્યા, જેની અસર કંપનીઓના શેર પર થઈ.

આનું સૌથી મોટું ઉદાહરણ Eli Lilly બની હતી. એક યુઝરે પોતાના એકાઉન્ટને કંપનીનું નામ આપ્યું અને ટ્વીટ કર્યું કે હવે ઈન્સ્યુલિન ફ્રીમાં મળશે. જેના કારણે કંપનીના શેરના ભાવમાં ઘટાડો થયો હતો. આ ટ્વીટ વેરિફાઈડ એકાઉન્ટમાંથી હોવાથી લોકોએ તેને માની લીધું. જોકે, બાદમાં પેરોડી એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું.

ફરી કોઈ ભુલ નથી ઈચ્છતા મસ્ક?

ત્યારથી મસ્ક ફુલ પ્રૂફ પ્લાન સાથે મેદાનમાં ઉતરવા માંગે છે. તેઓ ઉતાવળમાં એવો કોઈ નિર્ણય લેવા માંગતા નથી, જેના કારણે આવી ઘટના ફરી આવી શકે. ત્યારે વિવિધ કંપનીઓ અને સંસ્થાઓની સાથે ટ્વિટર પર ગ્રે કલરની સત્તાવાર નિશાની પણ જોવા મળી રહી છે. રિપોર્ટ્સ અનુસાર નવા વેરિફિકેશન બેજ અપડેટને પહેલા iOS યુઝર્સ માટે રિલીઝ કરવામાં આવશે. આ પછી તેને એન્ડ્રોઈડ પર લાવવામાં આવશે. કંપનીએ આ વિશે સત્તાવાર રીતે કોઈ માહિતી આપી નથી.

Next Article