Technology News: Twitter એ લોન્ચ કર્યું નવું ફીચર, દરેક ટ્વિટનો રહેશે હિસાબ, જાણો બીજું શું છે નવું

|

Aug 07, 2022 | 1:35 PM

અગાઉ ટ્વિટરે આ ફીચર (Twitter New Feature)માત્ર કેટલાક લોકોની પ્રોફાઈલ પર ટેસ્ટિંગ માટે લોન્ચ કર્યું હતું. હવે તે તમામ યુઝર્સની પ્રોફાઈલ પર દેખાવાનું શરૂ થઈ ગયું છે. હવે આ ફીચર ભારતીય યુઝર્સની પ્રોફાઈલ પર પણ દેખાવા લાગ્યું છે.

Technology News: Twitter એ લોન્ચ કર્યું નવું ફીચર, દરેક ટ્વિટનો રહેશે હિસાબ, જાણો બીજું શું છે નવું
Twitter
Image Credit source: File Photo

Follow us on

વિશ્વની સૌથી પ્રખ્યાત માઈક્રો બ્લોગિંગ સાઈટ ટ્વિટરે (Twitter)એક નવું ફીચર લોન્ચ કર્યું છે. હવે તે તમામ યુઝર્સની પ્રોફાઈલ પર તેમના દ્વારા કરવામાં આવેલી કુલ ટ્વીટ અને દર મહિને કુલ કેટલી ટ્વીટ કરવામાં આવી છે તેની માહિતી આપશે. અગાઉ ટ્વિટરે આ ફીચર (Twitter New Feature)માત્ર કેટલાક લોકોની પ્રોફાઈલ પર ટેસ્ટિંગ માટે લોન્ચ કર્યું હતું. હવે તે તમામ યુઝર્સની પ્રોફાઈલ પર દેખાવાનું શરૂ થઈ ગયું છે.

હવે આ ફીચર ભારતીય યુઝર્સની પ્રોફાઈલ પર પણ દેખાવા લાગ્યું છે. આ નવું ફીચર ટ્વિટર યુઝર્સના પ્રોફાઈલ પેજ પર દેખાશે. હવે ટ્વીટરનો ઉપયોગ કરનાર યુઝર્સ કોઈને ફોલો કરતા પહેલા આ ફીચર દ્વારા આઈડિયા મેળવી શકે છે કે સામેની વ્યક્તિ દ્વારા ટ્વિટરનો કેટલો ઉપયોગ થાય છે?

પહેલાથી જ લીક થઈ ગઈ હતી માહિતી

ટેક વેબસાઈટ Tech Crunch સાથે સાથે TV9 Bharatvarsh એ પણ 2 ઓગસ્ટે માહિતી આપી હતી કે Twitter આવનારા દિવસોમાં આ ફીચર લોન્ચ કરી શકે છે. ટ્વિટર એકાઉન્ટ @iwishiwasfinch નામના યુઝરે ટ્વીટ કરીને સ્ક્રીનશૉટ શેર કર્યો છે કે આ ફીચર ટૂંક સમયમાં રિલીઝ થઈ શકે છે. ટ્વિટરના પ્રવક્તાએ પણ શેર કર્યું કે તેઓ આ ફીચરનો પ્રયોગ કરી રહ્યા છે. હવે આ ફીચર તમામ લોકો માટે રિલીઝ કરવામાં આવ્યું છે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

ઈન્ગેજમેન્ટ વિશે માહિતી મળશે

આ ફીચર દ્વારા હવે યુઝર્સ માઇક્રો-બ્લોગિંગ સાઈટ ટ્વિટર પર કેટલા એક્ટિવ યુઝરને ફોલો કરવા જઈ રહ્યા છે તેની માહિતી મેળવી શકશે. આ ફીચર દ્વારા યુઝર દર મહિને કેટલી ટ્વીટ કરે છે અને એકાઉન્ટ ખોલ્યા ત્યારથી અત્યાર સુધી તેણે કેટલી ટ્વીટ કરી છે એ પણ જાણી શકશે.

આ સિવાય ટ્વિટર એક નવા ફીચર પર કામ કરી રહ્યું છે. આ ફીચર દ્વારા યુઝર્સ એક જ ટ્વીટમાં ઇમેજ, વીડિયો અને GIF પોસ્ટ કરી શકશે. હાલમાં ટ્વિટર આ ફીચરનું ટેસ્ટિંગ કરી રહ્યું છે. આપને જણાવી દઈએ કે હાલમાં યુઝર્સ ટ્વીટમાં માત્ર એક મલ્ટીમીડિયા પોસ્ટ કરી શકે છે. આનો અર્થ એ છે કે જો તમે ટ્વીટમાં ફોટા ઉમેરી રહ્યા છો, તો તમે તે ટ્વીટમાં GIF અથવા વીડિયો ફાઇલો ઉમેરી શકતા નથી. વધુ જાણવા અહીં ક્લિક કરો.

Next Article