WhatsApp Fraud: બ્રિટેનના ફ્રી વિઝા અને નોકરી આપવાનું કૌંભાડ, આ રીતે રહો સાવધાન

|

Jul 07, 2022 | 11:38 AM

આ વ્હોટ્સએપ સ્કેમ યુકે સરકારના સંદેશ તરીકે પ્રસારિત કરવામાં આવી રહ્યું છે. વાસ્તવમાં, વપરાશકર્તાઓને સંદેશા મળી રહ્યા છે કે યુકે(UK)ને આ વર્ષે 132,000 થી વધુ લોકોની જરૂર છે.

WhatsApp Fraud: બ્રિટેનના ફ્રી વિઝા અને નોકરી આપવાનું કૌંભાડ, આ રીતે રહો સાવધાન
WhatsApp
Image Credit source: File Photo

Follow us on

ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપ (WhatsApp)પર વિવિધ સ્કેમ સામે આવી ચૂક્યા છે. હવે આ પ્રકારનો વધુ એક સ્કેમ સામે આવ્યો છે જેમાં વોટ્સએપ યુઝર્સને યુકે (UK)માં કામ કરવા માટે ફ્રી વિઝા અને જોબ આપવામાં આવી રહી છે. આ વ્હોટ્સએપ સ્કેમ યુકે સરકારના સંદેશ તરીકે પ્રસારિત કરવામાં આવી રહ્યું છે. વાસ્તવમાં, વપરાશકર્તાઓને સંદેશા મળી રહ્યા છે કે યુકેને આ વર્ષે 132,000 થી વધુ વધારાના લોકોની જરૂર છે, તેથી સરકાર ભરતી અભિયાન ચલાવી રહી છે, જેમાં 186,000 થી વધુ ખાલી જગ્યાઓ ઉપલબ્ધ છે. અહીં એક બાબત ધ્યાન રાખો કે આ પ્રકારના સ્કેમ કોઈ પણ દેશના નામે હોઈ શકે છે.

મેસેજ મોકલીને લોકો સાથે થઈ રહી છે છેતરપિંડી

Malwarebytesના એક રિપોર્ટ અનુસાર, WhatsApp યુઝર્સને તેમના મોબાઈલ એપ પર મેસેજ મળી રહ્યા છે. આ મેસેજમાં તેમને ફ્રી વિઝા અને અન્ય લાભો આપવામાં આવી રહ્યા છે. ખાસ કરીને કામ માટે યુકે જવા ઈચ્છુક લોકો માટે. વોટ્સએપ યુઝર્સને સંદેશા મોકલવામાં આવી રહ્યા છે કે યુકેને 1,32,000 થી વધુ વધારાના લોકોની જરૂર છે અને સરકાર ભરતી અભિયાન ચલાવી રહી છે. આ મેસેજ સાથે વોટ્સએપ યુઝર્સને એક લિંક પણ આપવામાં આવી રહી છે. તેમને યુકેમાં પહેલેથી ઉપલબ્ધ હજારો નોકરીઓ માટે અરજી કરવાનું કહેવામાં આવી રહ્યું છે.

રિપોર્ટ અનુસાર, પ્રવાસ ખર્ચ, રહેઠાણ, તબીબી સુવિધાઓ, અરજદારની 16 વર્ષ કે તેથી વધુ ઉંમર, મૂળભૂત અંગ્રેજીનું જ્ઞાન જેવી બાબતોને આ સ્કેમ હેઠળ પાત્રતા તરીકે દર્શાવવામાં આવી છે. મેસેજમાં કહેવામાં આવી રહ્યું છે કે તમામ વ્યક્તિઓ આમાં અરજી કરી શકે છે અને વિદ્યાર્થીઓ માટે તાત્કાલિક વિઝા પણ ઉપલબ્ધ થશે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

આ પ્રકારના સ્કેમથી કેવી રીતે બચવું

વોટ્સએપ સ્કેમ કોઈ નવી વાત નથી કારણ કે ભૂતકાળમાં આવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં લોકોએ પૈસા ગુમાવ્યા છે. વોટ્સએપ પરના મેસેજ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ હોય છે, તેથી છેતરપિંડી કરનારાઓને શોધવા મુશ્કેલ બની જાય છે. આવા સ્કેમથી બચવાનો સૌથી સહેલો અને શ્રેષ્ઠ રસ્તો એ છે કે આવા સંદેશાઓને અવગણવા જે તમને વિદેશમાં નોકરી મેળવવાની અથવા મોટી રકમ ચૂકવવાની વાત કરે છે.

ડેટા ચોરીનું મુખ્ય લક્ષ્ય

Malwarebytes અનુસાર, આ સ્કેમનો મુખ્ય લક્ષ્ય તેમના નામ, ઇમેઇલ સરનામાં, ફોન નંબર, વૈવાહિક સ્થિતિ અને રોજગાર સ્થિતિ સહિતની વ્યક્તિગત માહિતી એકત્રિત કરવાનો છે. રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે મફત અરજી ફોર્મ આપમેળે મંજૂર થઈ જાય છે અને પીડિતોને કહેવામાં આવે છે કે તેમને વર્ક પરમિટ, વિઝા, પ્લેન ટિકિટ અને યુકેમાં રહેવાની સગવડ મફતમાં આપવામાં આવશે, જે બિલકુલ સાચું નથી પરંતુ એક સ્કેમ છે. આ પહેલી ઘટના નથી જ્યારે કોઈ મોબાઈલ મેસેજિંગ એપ પર છેતરપિંડી થઈ હોય. હાલમાં જ વોટ્સએપ પર એક KBC સ્કેમ પણ કરવામાં આવ્યું હતું જેમાં યુઝર્સને 25 લાખ રૂપિયાની લોટરી લાગવાની ઓફર કરી રહ્યા હતા.

Next Article