Reels Video Feature: Tiktokને ટક્કર આપવા ઈન્સ્ટાગ્રામે લીધો મોટો નિર્ણય, હવે થવા જઈ રહ્યું છે આ મોટું કામ

|

Jul 02, 2022 | 12:44 PM

ઇન્સ્ટાગ્રામ રીલ્સ (Instagram Reels) વર્ષ 2020 માં રજૂ કરવામાં આવી હતી, જ્યારે ભારત સરકારે સુરક્ષાને ધ્યાનમાં રાખીને ટિકટોક સહિત ઘણી ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો.

Reels Video Feature: Tiktokને ટક્કર આપવા ઈન્સ્ટાગ્રામે લીધો મોટો નિર્ણય, હવે થવા જઈ રહ્યું છે આ મોટું કામ
Instagram Reels
Image Credit source: Twitter, @Instagram

Follow us on

વિશ્વભરમાં ટિકટોક(Tiktok)ને ટક્કર આપવા માટે, ફેસબુકની માલિકીની કંપની મેટા એક મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય લેવા જઈ રહી છે. ખરેખર, મેટા ઇન્સ્ટાગ્રામ રીલ્સ (Instagram Reels)પર એક નવા ફીચરનું ટેસ્ટિંગ કરી રહ્યું છે, જેના પછી ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરવામાં આવેલ દરેક વીડિયો આપમેળે રીલ્સમાં કન્વર્ટ થઈ જશે. જણાવી દઈએ કે ઈન્સ્ટાગ્રામની જેમ રીલ્સ પણ અમુક સેકન્ડનો વીડિયો છે, જે લોકોનું મનોરંજન કરવાનું કામ કરે છે. વાસ્તવમાં, HT Tech એ મેટ નવારાના ટ્વીટને ટાંકીને કહ્યું છે કે હવે Instagram દરેક એક વીડિયોને રીલમાં કન્વર્ટ કરશે. એકવાર આ ફીચર્સ લાઈવ થઈ ગયા પછી યુઝર્સ વીડિયો રીલમાં આવતા ઓરિજિનલ વૉઇસને પણ સાંભળી શકશે.

જો કે આ દરમિયાન ગોપનીયતાનું પણ ધ્યાન રાખવામાં આવશે. એટલે કે જે યુઝર્સનું પ્રાઈવેટ એકાઉન્ટ છે, તેમની રીલ ફક્ત તેમના ફોલોઅર્સને જ દેખાશે. આવી સ્થિતિમાં, અન્ય કોઈ તેની ફેવરેટ અને પ્રાઈવટ રીલ્સ જોઈ શકશે નહીં. જ્યારે પબ્લિક એકાઉન્ટની પોસ્ટ અને રીલ બધા જોઈ શકશે. જો યુઝર્સ ઈચ્છે તો તેઓ તેમના એકાઉન્ટ સેટિંગ્સમાં જઈને પણ ફેરફાર કરી શકે છે.

કંપનીએ કન્ફર્મ કર્યું ફીચર્સ

જ્યારે Meta to TechCrunchના પ્રવક્તાએ આ આગામી ફીચરની પુષ્ટિ કરી છે. ટેકક્રંચે પોતાના રિપોર્ટ્સમાં લખ્યું છે કે મેટા સ્પોક્સ પર્સન અનુસાર, તેમની કંપની આ ફીચરનું ટેસ્ટિંગ કરી રહી છે. આની મદદથી તે ઈન્સ્ટાગ્રામ પર આવતા વીડિયોના અનુભવને બહેતર બનાવવા માંગે છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

વર્ષ 2020માં પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો

ઇન્સ્ટાગ્રામ રીલ્સ વર્ષ 2020 માં રજૂ કરવામાં આવી હતી, જ્યારે ભારત સરકારે સુરક્ષાને ધ્યાનમાં રાખીને ટિકટોક સહિત ઘણી ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો. આ પછી, Instagram વીડિઓઝ ઝડપથી લોકપ્રિયતા મેળવી. ખરેખર, ઇન્સ્ટાગ્રામ રીલ્સ એક નાનું વીડિયો પ્લેટફોર્મ છે, જ્યાં થોડીક સેકન્ડમાં એક ક્રિયા વારંવાર બતાવવામાં આવે છે.

ઇન્સ્ટાગ્રામ રીલ્સના નવા ફીચરની રાહ

ઇન્સ્ટાગ્રામ હાલમાં આ ફીચરનું ટેસ્ટિંગ કરી રહ્યું છે અને તેને ક્યારે લોન્ચ કરવામાં આવશે. આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી શેર કરવામાં આવી નથી. શક્ય છે કે આવનારા સમયમાં રીલ વધુ લાંબી પોસ્ટ કરવામાં આવે.

Next Article