90 ટકા લોકો ખોટી રીતે ચાર્જ કરે છે ફોન, બેટરી લાઈફ વધારવી છે તો આ 5 આદત છોડો

|

Feb 18, 2023 | 8:53 PM

કેટલાક સ્ટડીમાં આવી ચોંકાવનારી બાબતો સામે આવી છે, જેને જોઈને એવું લાગે છે કે લગભગ 90% લોકો એવા હોવા જોઈએ, જે ફોનને ખોટી રીતે ચાર્જ કરી રહ્યા છે, જેના કારણે બેટરી લાઈફ પર ખરાબ અસર પડી રહી છે.

90 ટકા લોકો ખોટી રીતે ચાર્જ કરે છે ફોન, બેટરી લાઈફ વધારવી છે તો આ 5 આદત છોડો
Phone Charging Tips
Image Credit source: Google

Follow us on

ફોનને આખી રાત ચાર્જ પર મુકવો, 100% ચાર્જ કર્યા પછી પણ ફોનને ચાર્જ પર છોડી દેવો, ચાર્જ કરતી વખતે ફોનનો ઉપયોગ કરવો. ચોક્કસપણે આપણામાંથી અડધાથી વધુ આ બધી વસ્તુઓ કરી રહ્યા હશે. આજકાલ લોકો ફોનને લઈને એટલા પરેશાન છે કે જ્યારે બેટરી ખતમ થઈ જાય છે તો તરત જ તેને ચાર્જ પર લગાવી દે છે. કેટલાક સ્ટડીમાં આવી ચોંકાવનારી બાબતો સામે આવી છે, જેને જોઈને એવું લાગે છે કે લગભગ 90% લોકો એવા હોવા જોઈએ જે ફોનને ખોટી રીતે ચાર્જ કરી રહ્યા છે, જેના કારણે બેટરી લાઈફ પર ખરાબ અસર પડી રહી છે.

આ પણ વાંચો: Smartphone Charging Tips: શું તમે પણ આ રીતે ચાર્જ કરો છો સ્માર્ટફોન? થઈ શકે છે મોટું નુકસાન

0 ટકા ન થવા દો બેટરી

તમારા સ્માર્ટફોનની લિથિયમ-આર્યન બેટરી વધુ સમય સુધી ટકી રહે તે માટે, તેને સંપૂર્ણપણે ખાલી ન થવા દો. જો તમે લિથિયમ-આયન બેટરીને ઝીરો પર ખાલી કરો છો તો તમે વાસ્તવમાં તેની ક્ષમતામાં ઘટાડો કરી રહ્યા છો. તેથી સલાહ આપવામાં આવે છે કે તમારો ફોન ડેડ થાય તે પહેલા તેને મેન્યુઅલી બંધ કરી દો.

પાકિસ્તાનના 'મિની ઈન્ડિયા'માં ઉજવાઈ નવરાત્રી, કરાચીથી સામે આવ્યો Video
સુરતની યશ્વી નવરાત્રીમાં કિંજલ દવેએ મચાવી ધૂમ, જુઓ Video
મુંબઈની નવરાત્રીમાં અમદાવાદની દીકરી ઐશ્વર્યા મજમુદારે મચાવી ધૂમ, જુઓ Video
સચિન તેંડુલકર બન્યો કેપ્ટન, ચાહકોને 24 વર્ષ જૂના દિવસોની આવશે યાદ
પતિના મૃત્યુ બાદ પણ રેખા કેમ સિંદૂર લગાવે છે? જાતે જણાવ્યું કારણ
Blood Sugar કંટ્રોલમાં લાવવા માટે આ રીતે કરો તુલસીનો ઉપયોગ

બેટરી 40% અને 80% ની વચ્ચે હોવી જોઈએ

સ્ટેબલ બેટરી માટે ચાર્જ લેવલ અપર-મિડ-રેન્જમાં છે. બેટરીને 40% અને 80% વચ્ચે ચાર્જ રાખવાનો પ્રયાસ કરો. તેનાથી તેની લાઈફ વધશે. આ એટલા માટે છે કારણ કે ઉચ્ચ વોલ્ટેજ બેટરી ઘણા દબાણમાં હોય છે અને ઓછી % બેટરીની ઈન્ટરનલ મેકેનિઝમને અસર કરી શકે છે.

100% સુધી ન કરો ચાર્જ

સ્ટડીથી જાણવા મળ્યુ છે કે ઈલેક્ટ્રોન ટેન્કને ઉપર સુધી ભરવાથી ખરેખર બેટરીને નુકસાન થઈ શકે છે અને તેની લાઈફ ઘટી શકે છે. તમારે દરેક ચાર્જ સાથે બેટરી કેટલી ભરવી જોઈએ, તેના માટે ડિવાઈસ અને ડેટા અલગ અલગય છે, પરંતુ ઓછું હોવુ સારું છે. તમારા ફોનને ક્યારેય 80% ક્ષમતાથી વધુ ચાર્જ કરશો નહીં.

ફોન ઠંડો રાખો

ગરમી અને ઉચ્ચ વોલ્ટેજ લાંબા બેટરી લાઈફના દુશ્મન છે. તમારા ફોનને શક્ય તેટલો ઠંડો રાખવા જોઈએ.

વારંવાર ચાર્જ કરવુ

થોડું ચાર્જિંગ પૂરું થતાં જ બેટરીને વારંવાર ચાર્જ કરવાથી તેની લાઈફ ઘટવા લાગે છે. તેથી, જ્યારે બેટરી ચોક્કસ મર્યાદા સુધી ઓછી હોય ત્યારે જ ચાર્જ કરો.

Published On - 8:46 pm, Sat, 18 February 23

Next Article