સુરતની યશ્વી નવરાત્રીમાં કિંજલ દવેએ મચાવી ધૂમ

08 Oct, 2024

સુરતના પાલ ખાતે યોજાયેલી યશ્વી નવરાત્રીમાં ટ્રાન્સપરન્ટ ડોમ બનાવવામાં આવ્યો.

સમગ્ર ભારતમાં પહેલી વખત નવરાત્રીમાં ગરબા માટે ટ્રાન્સપરન્ટ ડોમ બનાવવામાં આવ્યો છે.

આ ડોમ જર્મન ટેક્નોલોજીથી બનાવાયો છે. આ ડોમના સ્ટેજ પર કિંજલ દવેએ ધૂમ મચાવી છે.

એન્ટ્રન્સથી લઈને મેઈન ડોમમાં તમામ જગ્યા પર જર્મન ટેક્નોલોજીના સિલિંગ ટ્રાન્સપરન્ટ કાપડનો ઉપયોગ થયો છે.

8 હજાર ખૈલેયા રમી શકે તેવો પીલરલેસ ડોમ છે. ડોમ પર લગાવવામાં આવતા વોટર પ્રૂફ કાપડની સરખામણીમાં ટ્રાન્સપરન્ટ મટીરીયલ્સ 20 ગણુ વધારે વજનદાર છે.

યશ્વી નવરાત્રીના આયોજક પરેશ ખંડેલવાલે કહ્યું હતું કે, રાજકોટમાં થયેલી આગની ઘટના પછી અમે સૌથી પહેલા સેફ્ટીને પ્રાધાન્ય આપ્યું હતું.

કિંજલ દવેના શૂરે સુરતીઓને ગરબે ઘુમાવ્યા હતા.

સુરતીઓની ભીડ આ યશ્વી નવરાત્રીમાં ઉમટી હતી.