Tech Tips : હજુ સુધી નથી કર્યું PAN-Aadhaar લિંક ? ભરવો પડશે 1 હજારનો દંડ, આ રીતે કરો લિંક અને ભરો પેનલ્ટી
અહીં અમે તમને જણાવી રહ્યા છીએ, કે તમે કેવી રીતે આધાર-પાન લિંક (PAN-Aadhaar Link) કરી શકો છો. સાથે એ પણ જણાવશું કે તમે Aadhaar-PAN લિંક કરતી વખતે વસૂલવામાં આવનાર દંડ કેવી રીતે ચૂકવી શકો છો.
છેલ્લા ઘણા દિવસોથી તમે સાંભળતા જ હશો કે આધાર-પાન લિંક (PAN-Aadhaar Link)કરવું જોશે ત્યારે આધાર-PAN લિંક કરવું ખૂબ જ જરૂરી છે અને તેની છેલ્લી તારીખ 30 જૂન છે. આ તારીખ પસાર થઈ ગઈ છે અને જો તમે હજુ સુધી આધાર-PAN લિંક નથી કરાવ્યું તો તમારે હવે દંડ (Penalty) ભરવો પડશે. 1,000 રૂપિયા સુધીનો દંડ છે. આવી સ્થિતિમાં, અહીં અમે તમને જણાવી રહ્યા છીએ, કે તમે કેવી રીતે Aadhaar-PAN લિંક કરી શકો છો. સાથે એ પણ જણાવશું કે તમે PAN-આધાર લિંક કરતી વખતે વસૂલવામાં આવનાર દંડ કેવી રીતે ભરી શકો છો. સૌથી પહેલા ચાલો જાણીએ કે Aadhaar-PAN કેવી રીતે લિંક કરવું.
Aadhaar-PAN લિંક કરવાની સરળ રીત:
- સૌ પ્રથમ, વ્યક્તિએ આવકવેરા ઈ-ફાઈલિંગ પોર્ટલ https://incometaxindiaefiling.gov.in/ ની મુલાકાત લેવી પડશે.
- પછી તમારે તમારી વિગતો સાથે નોંધણી કરવી પડશે. તમારો PAN નંબર જ તમારું યુઝર આઈડી હશે.
- તે પછી યુઝર આઈડી, પાસવર્ડ અને જન્મ તારીખ અને લોગિન કરો.
- હવે તમને એક પોપ-અપ વિન્ડો દેખાશે જે તમને તમારા PAN ને આધાર સાથે લિંક કરવાનું કહેશે. આ માટે તમારે મેનુ બારમાં જવું પડશે અને પછી પ્રોફાઇલ સેટિંગ્સમાં જવું પડશે. ત્યાર બાદ આધાર લિંક કરવાનું રહેશે.
- કેટલીક વિગતો પહેલેથી જ લખવામાં આવી હશે. આ પછી, તમારે તમારા આધાર સાથે તમારી PAN માહિતીની ચકાસણી કરવી પડશે.
- પછી તમારો આધાર નંબર દાખલ કરો અને Link Now પર ક્લિક કરો.
- આ પછી તમને સ્ક્રીન પર એક મેસેજ બતાવવામાં આવશે કે તમારું આધાર-PAN લિંક થઈ ગયું છે.
હવે ધ્યાનમાં રાખવાની વાત એ છે કે જો તમે આજે તમારા PAN ને આધાર સાથે લિંક કરાવો છો, તો તમારે 1000 રૂપિયાની લેટ ફી ચૂકવવી પડશે. PAN આધાર લિંક કરતી વખતે દંડની રકમ કેવી રીતે ચૂકવવી? ચાલો જાણીએ.
- આધાર-PAN લિંકિંગ કરતા પહેલા, તમારે https://onlineservices.tin.egov-nsdl.com/etaxnew/tdsnontds.jsp ની મુલાકાત લો.
- પછી CHALLAN NO./ITNS 280 હેઠળ આપેલ Continue પર ક્લિક કરો. પછી ટેક્સ એપ્લીકેબલ પર ક્લિક કરો.
- ધ્યાનમાં રાખો કે તમારે ફક્ત (0021) Income Tax (Other than Companies) અને (500) અન્ય રસીદો પસંદ કરવાની રહેશે.
- તેમાંથી કોઈ એક મોડ પસંદ કરો જેના દ્વારા તમારે નેટ બેંકિંગ અથવા ડેબિટ કાર્ડ દ્વારા ચુકવણી કરવી પડશે.
- પછી PAN દાખલ કરો અને અસેસમેન્ટ વર્ષ પસંદ કરો અને પછી સરનામું દાખલ કરો.
- પછી કેપ્ચા કોડ દાખલ કરો અને Proceed ટેબ પર ક્લિક કરો.
- NSDL માં કરવામાં આવેલ ચુકવણી ઈ-ફાઈલિંગ પોર્ટલ પર દેખાવામાં થોડા દિવસો લાગે છે. તેથી, કરદાતાઓને 4-5 દિવસ પછી જ PAN-આધાર લિંક કરવાની સલાહ આપવામાં આવે છે.