WhatsApp માં આવશે નવો ગેલેરી વ્યૂ, ફોટો જોવાની રીત બદલાશે, જાણો બીજા શું થશે ફેરફાર

|

Jul 20, 2022 | 9:33 AM

અગાઉ, WhatsAppએ Windows 11 એપમાં ડ્રોઇંગ, ઇમોજી રિએક્શન જેવા ઘણા નવા ફીચર્સ આપ્યા છે. હવે કંપનીએ નવા ગેલેરી વ્યૂ માટે ટેસ્ટિંગ શરૂ કરી દીધું છે. વિન્ડોઝ 11 એપનો ગેલેરી વ્યુ વોટ્સએપ જેવો દેખાઈ શકે છે. ચાલો જોઈએ કે નવી ગેલેરી વ્યૂ કેવી રીતે બદલી જશે.

WhatsApp માં આવશે નવો ગેલેરી વ્યૂ, ફોટો જોવાની રીત બદલાશે, જાણો બીજા શું થશે ફેરફાર
Symbolic Image
Image Credit source: File Photo

Follow us on

ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપ (WhatsApp)તેના યુઝર્સ માટે સતત નવા ફીચર્સ લાવે છે. રિપોર્ટ્સ અનુસાર, કંપની Windows 11 એપ માટે એક નવું ફીચર પણ રજૂ કરવા જઈ રહી છે. કંપનીએ વિન્ડોઝ 11ના બીટા વર્ઝન પર WhatsApp ગેલેરી વ્યૂ અપડેટ કર્યું છે. વોટ્સએપ ગેલેરી વ્યૂ (Gallery View)નવી સ્ટાઈલમાં જોવા મળશે અને યુઝર્સને વધુ સારો અનુભવ આપશે. અગાઉ, WhatsAppએ Windows 11 એપમાં ડ્રોઇંગ, ઇમોજી રિએક્શન જેવા ઘણા નવા ફીચર્સ આપ્યા છે. હવે કંપનીએ નવા ગેલેરી વ્યૂ માટે ટેસ્ટિંગ શરૂ કરી દીધું છે. વિન્ડોઝ 11 એપનો ગેલેરી વ્યુ વોટ્સએપ જેવો દેખાઈ શકે છે. ચાલો જોઈએ કે નવી ગેલેરી વ્યૂ કેવી રીતે બદલી જશે.

વિન્ડોઝ બીટા વર્ઝન પર નવું ગેલેરી વ્યૂ

નવું ગેલેરી વ્યૂ વિન્ડોઝ વર્ઝન 2.2227.2.0 માટે WhatsApp બીટા સાથે રોલઆઉટ કરવામાં આવી રહ્યું છે. આ અપડેટમાં એપ બંધ હોય તો પણ રિપ્લાય કરવાની સુવિધા પણ મળશે. Wabitinfo અનુસાર, બીટા વર્ઝન પર ફરીથી ડિઝાઈન કરેલ ગેલેરી વ્યુ WhatsApp ડેસ્કટોપ જેવો જ હોઈ શકે છે. એટલે કે વિન્ડોઝ 11 એપમાં મળેલ ગેલેરી વ્યુ WhatsApp વેબ જેવું જ હોઈ શકે છે.

નવા અપડેટ સાથે વધુ સારૂ પ્રદર્શન

સ્ક્રીનશૉટ જોઈને લાગે છે કે યૂઝર્સ માટે ઈમેજ કે વીડિયો નેવિગેટ કરવું સરળ બનશે. Wabitinfo દાવો કરે છે કે અપડેટેડ ગેલેરી વ્યુ એકદમ સ્થિર છે. ત્યારે કેટલાક ટેસ્ટર્સના જણાવ્યા અનુસાર, નવા અપડેટ સાથે WhatsAppના પ્રદર્શનમાં સુધારો થયો છે. નવા ગેલેરી વ્યુ સિવાય, વોટ્સએપે Windows 11 એપમાં ડ્રોઈંગ અને ઈમોજી રિએક્શન જેવા અપડેટ્સ આપ્યા છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

‘બલ્ક ઈનેબલ’ થી ડિસઅપિયર થશે ચેટ્સ

નવા ગેલેરી વ્યૂ સિવાય WhatsApp અન્ય એક નવા ફીચરનું ટેસ્ટિંગ કરી રહ્યું છે. કંપની બીટા વર્ઝનમાં ‘Bulk Enable’ ફીચર લાવશે. તેની મદદથી યુઝર્સ અનેક ચેટ્સ પસંદ કરીને ચેટ્સ ડિલીટ કરી શકે છે. બીટા યુઝર્સને આ ફીચરનો ફાયદો થશે. કારણ કે માત્ર બીટા યુઝર્સ જ ‘બલ્ક ઇનેબલ’ ફીચરનો ઉપયોગ કરી શકશે. તેનાથી મેસેજ એકવારમાં જ ડિસઅપિયર થઈ જશે.

Next Article