Cyber Crime : સાયબર ફ્રોડનો નવો કિમિયો, વીજળી બિલના નામે ખાતા ખાલી કરી રહ્યા છે હેકર્સ

|

Sep 13, 2022 | 10:59 AM

તાજેતરમાં હેકિંગના નવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આ કિસ્સામાં, ઠગ લિંક અથવા મેસેજ દ્વારા એકાઉન્ટ ખાલી કરી રહ્યા છે. તાજેતરના એક રિપોર્ટ અનુસાર, ભારતમાં ઓનલાઈન બેંકિંગ છેતરપિંડી(Cyber Fraud)ના 4047 કેસ નોંધાયા છે.

Cyber Crime : સાયબર ફ્રોડનો નવો કિમિયો, વીજળી બિલના નામે ખાતા ખાલી કરી રહ્યા છે હેકર્સ
Symbolic Image
Image Credit source: File Photo

Follow us on

ભારતમાં ઝડપી ડિજિટલાઇઝેશનથી જીવન સરળ બન્યું છે પરંતુ કેટલીક સમસ્યાઓ પણ વધી છે. સાયબર હેકિંગ (Cyber Fraud)ના રોજ નવા કેસ સામે આવી રહ્યા છે. હેકર્સ નવી-નવી તરકીબ શોધીને સામાન્ય લોકોને પોતાની છેતરપિંડી (Cyber Crime) નો શિકાર બનાવી રહ્યા છે. તાજેતરમાં હેકિંગના નવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આ કિસ્સામાં, ઠગ લિંક અથવા મેસેજ દ્વારા એકાઉન્ટ ખાલી કરી રહ્યા છે.

એનસીઆરબીના તાજેતરના રિપોર્ટ અનુસાર, ભારતમાં ઓનલાઈન બેંકિંગ છેતરપિંડીના 4047 કેસ નોંધાયા છે. આમાંથી મોટા ભાગના મામલા એટીએમ છેતરપિંડીના હતા. જ્યારે બીજા નંબર પર ક્રેડિટ અને ડેબિટ કાર્ડના કેસ હતા. તાજેતરમાં સામે આવેલા છેતરપિંડીના મામલાઓમાં ઠગ સામાન્ય લોકોને વીજ બિલ જમા કરાવવાના નામે મેસેજ અને એસએમએસ દ્વારા લિંક મોકલે છે. આ મેસેજમાં બિલની માહિતી સાથે એક લિંક હોય છે, જેના પર ક્લિક કરીને પૈસા જમા કરવાનું કહેવામાં આવે છે.

આ લિંક વાસ્તવમાં વીજળીનું બિલ વસૂલવાની નથી, પરંતુ હેકર્સ આ લિંક દ્વારા મોબાઈલ હેક કરે છે. આ લિંક પર ક્લિક કરવાથી ખાતામાંથી લોકોના પૈસા કપાઈ જાય છે. આ કૌભાંડ ઘણા સમયથી ચાલી રહ્યું છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

વોટ્સએપ અને એસએમએસ દ્વારા છેતરપિંડી

હેકર્સ વોટ્સએપ અને એસએમએસ દ્વારા લિંક્સ મોકલીને આ છેતરપિંડી કરે છે. જેના કારણે યુઝર લિંક દ્વારા હેકર્સના જાળામાં ફસાઈ જાય છે અને પોતાની મહેનતની કમાણી ગુમાવે છે. હેકર્સ દ્વારા મોકલવામાં આવેલા મેસેજમાં દાવો કરવામાં આવ્યો છે કે જો વીજળીનું બિલ તાત્કાલિક નહીં ચૂકવવામાં આવે તો વીજળી કાપવામાં આવશે. સામાન્ય લોકો વિચાર્યા વગર આ લિંક પર ક્લિક કરે છે.

આ બાબતોનું રાખો ખાસ ધ્યાન

કોઈ પણ મેસેજ કે તેમા મોકલવામાં આવતી લિંક પર ક્યારે પણ ક્લિક ન કરવું તેમજ એટીએમ કે ક્રેડિટ કાર્ડના પીન કે મોબાઈલ ઓટીપી કોઈ પણ સાથે શેર ન કરવા. હેકર્સ કોઈને કોઈ છેતરપિંડી માટે કોઈને કોઈ નવા કિમિયા અપનાવતા હોય છે ત્યારે હંમેશા આ બાબતોમાં સતર્ક રહેવું અને કોઈ પણ લાલચ કે લોભામણી જાહેરાતમાં આવીને ક્યારે પણ કોઈ QR કોડ પર પેમેન્ટ કરવા કહે તો ન કરવું ભલે તે 1 રૂપિયાનું પણ કેમ ન હોય.

Next Article