Meta Layoff 2023 : ફરી હજારો કર્મચારી થશે ‘બેરોજગાર’, આ કારણે જશે નોકરી!
આ વખતે કંપની ફરીથી હજારો કર્મચારીઓની છટણી કરવાની તૈયારી કરી રહી છે. આ બાબતથી વાકેફ કેટલાક લોકોનું કહેવું છે કે કંપની આ સપ્તાહની શરૂઆતમાં જ હજારો લોકોને કંપનીમાંથી બહારનો રસ્તો બતાવી શકે છે.
ફેસબુકની પેરન્ટ કંપની મેટા પ્લેટફોર્મ્સે ફરી એકવાર છટણીની જાહેરાત કરી છે અને આ વખતે કંપની ફરીથી હજારો કર્મચારીઓની છટણી કરવાની તૈયારી કરી રહી છે. આ બાબતથી વાકેફ કેટલાક લોકોનું કહેવું છે કે કંપની આ સપ્તાહની શરૂઆતમાં જ હજારો લોકોને કંપનીમાંથી બહારનો રસ્તો બતાવી શકે છે.
જણાવી દઈએ કે ગયા વર્ષે નવેમ્બરમાં, વિશ્વની સૌથી મોટી સોશિયલ નેટવર્કિંગ કંપનીએ મોટા પાયે (13 ટકા) લોકોને નોકરીમાંથી કાઢી મૂક્યા હતા. જણાવી દઈએ કે થોડા મહિના પહેલા મેટાએ 11 હજાર લોકોને નોકરીમાંથી કાઢી મૂક્યા હતા.
બીજી વખત છટણી પાછળનું કારણ શું છે?
11,000 લોકોને છૂટા કર્યા પછી પણ, એવું લાગે છે કે કંપની સંતુષ્ટ નથી, જે આ અઠવાડિયાની શરૂઆતમાં હજારો લોકોને બહાર કાઢવાની તૈયારી કરી રહી છે. કેટલાક મીડિયા અહેવાલો સામે આવ્યા છે જે દર્શાવે છે કે કંપની તેના નાણાકીય લક્ષ્યાંકોને પૂર્ણ કરવા માટે કર્મચારીઓને ફરીથી ઘરનો રસ્તો બતાવવા જઈ રહી છે.
મેટાને જાહેરાતની આવકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, જેના કારણે કંપનીએ તેનું ધ્યાન વર્ચ્યુઅલ રિયાલિટી પ્લેટફોર્મ મેટાવર્સ તરફ વાળ્યું છે. કંપનીના ડિરેક્ટર્સ અને વાઈસ પ્રેસિડેન્ટે એવા કર્મચારીઓની યાદી તૈયાર કરવા કહ્યું છે જેમની કંપનીમાં હવે જરૂર નથી. જણાવી દઈએ કે મેટાના પ્રવક્તાએ હાલમાં આ વિશે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.
આ મામલાથી વાકેફ લોકોનું કહેવું છે કે છટણીનો આ તબક્કો આવતા અઠવાડિયે ફાઈનલ થઈ શકે છે, આપને જણાવી દઈએ કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે આ વખતે છટણીથી કયા વિભાગના લોકોને અસર થશે. જણાવી દઈએ કે કંપની પોતાની આવકમાં વધારો કરવા માટે નવી સર્વિસ શરુ કરી રહી છે. મેટા યુઝર્સ પોતાની બ્લૂ ટિક મેળવવા માટે 2 અલગ અલગ પ્લાનમાંથી કોઈ એક સબ્સક્રાઈબ કરી શકે છે. આપણે સૌ જાણીએ છે કે દુનિયાભરમાં ફેસબુક અને ઈન્સ્ટાગ્રામના કરોડો યુઝર્સ છે, આ સર્વિસને સારો પ્રતિસાદ મળશે તેવી કંપનીને આશા છે.