Metaએ રજુ કરી ડેવલપર્સ સાથે જોડાયેલી આ ખાસ સુવિધા, રીલ્સ શેડ્યૂલ કરવા માટે કરી શકશે તેનો ઉપયોગ

|

Jun 29, 2022 | 12:03 PM

એક રિપોર્ટમાંથી મળેલી માહિતી અનુસાર, કંપનીનું કહેવું છે કે તે તેના ડેવલપર કમ્યુનિટી તરફથી સાંભળ્યા બાદ નવા Reel API ને રજૂ કરી રહી છે કે Reel ટોચની પ્રાથમિકતા છે.

Metaએ રજુ કરી ડેવલપર્સ સાથે જોડાયેલી આ ખાસ સુવિધા, રીલ્સ શેડ્યૂલ કરવા માટે કરી શકશે તેનો ઉપયોગ
Symbolic Image
Image Credit source: Google

Follow us on

મેટા (Meta) એ જાહેરાત કરી છે કે તે ઈન્સ્ટાગ્રામ (Instagram) પ્લેટફોર્મ પર મલ્ટિપલ એન્ડપોઇન્ટ્સ માટે ડેવલપર્સ માટે Reel API રજૂ કરી રહી છે. TechCrunchના રિપોર્ટમાંથી મળેલી માહિતી અનુસાર, કંપનીનું કહેવું છે કે તે તેના ડેવલપર કમ્યુનિટી તરફથી સાંભળ્યા બાદ નવા Reel API ને રજૂ કરી રહી છે કે Reel ટોચની પ્રાથમિકતા છે. મેટા કન્ટેન્ટ પબ્લિશ, ઈનસાઈટ્સ, કમેન્ટ્સ મોડરેશન, હેશટેગ સર્ચ, બિઝનેસ ડિસ્કવરી, મેંશન અને વધુ માટે રીલના સપોર્ટ સ્પોકને એક્સપેન્ડ કરી રહ્યું છે.

ડેવલપર્સ રીલ્સ શેડ્યૂલ કરવા માટે API નો ઉપયોગ કરી શકશે અને રીલ્સ માટે સોશિયલ ઈન્ટરેક્શન મેટ્રિક્સ પ્રાપ્ત કરવા સક્ષમ હશે. API ડેવલપર્સને કમેન્ટનો જવાબ આપવા, કમેન્ટ હટાવા, કમેન્ટ્સ છુપાવવા/ખોલવા અને રીલ પર કમેન્ટ્સ ડિસેબલ/ઈનેબલ કરવાની પણ મંજૂરી આપશે.

આ ઉપરાંત, ડેવલપર્સ એવી સાર્વજનિક રીલ્સ શોધી શકશે કે જેને ચોક્કસ હેશટેગ્સ સાથે ટેગ કરવામાં આવી છે. ડેવલપર્સ એવી રીલ્સને પણ ઓળખી શકશે જેમાં Instagram વ્યવસાય અથવા સર્જકનું ઉપનામ ટેગ અથવા @ mention કરવામાં આવ્યું છે. મેટાએ જણાવ્યું છે કે આ રીલ્સ આપમેળે એવા ડેવલપર્સ માટે ઉપલબ્ધ થશે જેમની પાસે પહેલાથી જ લાગુ API ની ઍક્સેસ છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

ઝુકરબર્ગે આ વાત 18 વર્ષ પહેલા કહી હતી

ટેકક્રંચના રિપોર્ટ અનુસાર, 18 વર્ષ પહેલા જ્યારે Facebookની સ્થાપના કરવામાં આવી હતી, ત્યારે માર્ક ઝુકરબર્ગે કહ્યું હતું કે કંપનીએ લોકો જે પ્રકારનો મીડિયાનો ઉપયોગ કરે છે તેમાં ઘણા ફેરફારો થયા છે. “28 જૂન, 2022 થી, અમે Instagram પ્લેટફોર્મ પર અનેક એન્ડપોઇન્ટ્સ માટે રીલ્સ ઓફર કરવાનું શરૂ કરીશું,” કંપનીએ એક બ્લોગ પોસ્ટમાં જણાવ્યું હતું. અમે હંમેશા અમારા કન્ટેન્ટ પબ્લિશિંગ અનુભવને બહેતર બનાવવાની કોશિશ કરીએ છીએ, પછી ભલે લોકો ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ મૂળ રીતે કરતા હોય કે થર્ડ પાર્ટી દ્વારા કરતા હોય.

Hashtags વડે ફોલોઅર્સ વધારવા

તમે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લોકોને હેશટેગનો ઉપયોગ કરતા જોયા હશે. ખાસ કરીને કન્ટેન્ટ ક્રિએટર્સ અથવા સોશિયલ મીડિયા ઈન્ફ્લુએસર્સ તેમની પોસ્ટ્સમાં ઘણા હેશટેગ્સનો ઉપયોગ કરે છે. આ હેશટેગ્સના કારણે કન્ટેન્ટની રીત વધે છ અને વધુ યુઝર્સ સુધી પહોંચે છે.

AppyHigh અનુસાર, યુઝર્સ વધુ અસરકારક હેશટેગ્સ માટે હેશટેગ જનરેટ કરતી એપ્સનો ઉપયોગ કરી રહ્યા છે. AI આધારિત એક એપ અનુસાર, તેના યુઝર્સે એક મહિનામાં લગભગ 5 લાખ હેશટેગ સર્ચ કર્યા છે અને 300 મિલિયનથી વધુ હેશટેગ સજેશન જનરેટ કર્યા છે.

આવા પ્રકારની હેશટેગ જનરેટ એપ્સના ફીચરની મદદથી, યુઝર્સ તેમના કીવર્ડ્સ અથવા પોપ્યુલર કેટેગરી, ટ્રેન્ડિંગ હેશટેગ વિશે માહિતી મેળવે છે. આ પ્રકારની એપની મદદથી ક્રિએટર્સ માત્ર હેશટેગ જ સર્ચ કરી શકતા નથી. તેના બદલે, તે ફોટો સ્કેન કરીને સંબંધિત હેશટેગ્સ પણ જનરેટ કરી શકે છે.

આવી એપની મદદથી યુઝર્સ ઓછા સમય અને મહેનતમાં વધુ સારુ કન્ટેન્ટ બનાવી શકે છે. આ એપ પર, લોકો પ્રેમ અને સંબંધો, મુસાફરી, આનંદ અને મનોરંજન અને મૂડ સંબંધિત સૌથી વધુ હેશટેગ્સ સર્ચ કરે છે.

Next Article