જો આ ત્રણ બાબતનું ન રાખ્યું ધ્યાન તો WhatsApp તમને જેલમાં પહોંચાડી દેશે

|

Nov 23, 2022 | 2:25 PM

હવે વ્હોટ્સએપનો ઉપયોગ પ્રોફેશનલ કામથી લઈને અભ્યાસ સુધી થાય છે. જો કે, તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે એક નાની ભૂલ તમને જેલના સળિયા પાછળ મોકલી શકે છે. એટલા માટે અમે તમને જણાવીશું કે વોટ્સએપ ચલાવતી વખતે કઈ વસ્તુઓ ન કરવી જોઈએ.

જો આ ત્રણ બાબતનું ન રાખ્યું ધ્યાન તો WhatsApp તમને જેલમાં પહોંચાડી દેશે
વોટ્સએપ પોતાના યુઝર્સ એક્સપીરિયન્સને વધુ સારો બનાવવવા માટે નવા ફીચર્સ લાવતું રહે છે જેમાં હવે કંપનીએ એક નવું ફીચર જાહેર કરી રહી છે. જેનાથી યુઝર્સ પોતાને પણ વોટ્સએપ મેસેજ સેન્ડ કરી શકશે. આ ફીચરનું નામ કંપનીએ Message Yourself રાખ્યુ છે.
Image Credit source: File Photo

Follow us on

પરિવાર અને મિત્રો સાથે જોડાયેલા રહેવા માટે વોટ્સએપ એક મુખ્ય માધ્યમ બની ગયું છે. યુઝર્સ માત્ર મેસેજ જ નહીં, પરંતુ એકબીજા સાથે ફોટો, વીડિયો અને ઓડિયો ફાઈલ્સ પણ શેયર કરી શકે છે. તેથી જ હવે તેનો વ્યાપ ઘણો વધી ગયો છે. હવે વ્હોટ્સએપનો ઉપયોગ પ્રોફેશનલ કામથી લઈને અભ્યાસ સુધી થાય છે. જો કે, તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે એક નાની ભૂલ તમને જેલના સળિયા પાછળ મોકલી શકે છે. એટલા માટે અમે તમને જણાવીશું કે વોટ્સએપ ચલાવતી વખતે કઈ વસ્તુઓ ન કરવી જોઈએ.

વોટ્સએપ વિશ્વના સૌથી મોટા ઈન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ પૈકીનું એક છે. વિશ્વભરમાં 2 અબજથી વધુ વપરાશકર્તાઓ વોટ્સએપ ચલાવે છે. મોટી કંપનીઓ, શાળાઓ, હોસ્પિટલોથી લઈને સરકારી વિભાગો સુધી વોટ્સએપનો ઉપયોગ થાય છે. તેથી જ તેની પહોંચનું પ્રમાણ ઘણું વધી ગયું છે. એકવાર શેયર કરવામાં આવેલ ફોટો અથવા વીડિયો તરત જ વાયરલ થઈ જાય છે. એટલા માટે વોટ્સએપનો ઉપયોગ ખૂબ કાળજી સાથે કરવો જોઈએ. અહીં અમે તમને એવી 3 વાતો જણાવી રહ્યા છીએ, જે ભૂલથી પણ વોટ્સએપ પર ન કરવી જોઈએ.

ખોટા અને ફેક સમાચારો શેયર કરશો નહીં

આજકાલ વોટ્સએપ ફેક ન્યૂઝ ફેલાવવાનું સૌથી મોટું માધ્યમ બની ગયું છે. જોકે, ફેક ન્યૂઝને રોકવા માટે વોટ્સએપ ખૂબ જ કડક નીતિ બનાવી છે. સાથે જ સરકાર ફેક ન્યૂઝની ફરિયાદ પર પણ કડક કાર્યવાહી કરે છે. જો તમને કોઈ મેસેજ કે મીડિયા ફાઈલ મળે તો તેને ચેક કર્યા વગર ફોરવર્ડ ન કરો. આમ કરવાથી તમે મુશ્કેલીમાં ફસાઈ શકો છો. ખોટા અને નકલી સમાચાર ફેલાવવા બદલ તમને જેલ થઈ શકે છે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

સમાજમાં નફરત ફેલાવતી વસ્તુઓ શેયર કરશો નહીં

ધર્મ, જાતિ, સમુદાય વગેરેના નામે લોકોમાં ભેદભાવ ફેલાવતી સામગ્રી શેયર કરવી એ એક મોટો ગુનો છે. સમાજની શાંતિ વ્યવસ્થાને ઠેસ પહોંચાડતો અથવા ભેદભાવ ફેલાવતો આવો કોઈ મેસેજ તમારી પાસે આવે તો તેને તાત્કાલિક ડિલીટ કરી દેવો જોઈએ. ભૂલથી પણ આવા મેસેજ કે ફોટો-વીડિયો ફોરવર્ડ ન કરો. જો તમે આવું કર્યું છે તો જેલ તમારી રાહ જોઈ રહી છે.

પોર્ન ફાઈલો શેયર કરશો નહીં

વોટ્સએપ પર પોર્ન એટલે કે અશ્લીલ સામગ્રી શેયર કરવી ભારે પડી શકે છે. ખાસ કરીને ચાઈલ્ડ પોર્નોગ્રાફી અંગે પોલીસ કડક કાર્યવાહી કરે છે. એટલા માટે વોટ્સએપ પર અશ્લીલ ફોટા અને વીડિયો બિલકુલ શેર ન કરો. જો કોઈ તમને પોર્ન સામગ્રી મોકલે છે તો તેને કાઢી નાખો. આ સિવાય વોટ્સએપ એકાઉન્ટ હેક કરવા, વોટ્સએપ પર કોઈને ધમકાવવા, નકલી વોટ્સએપ એકાઉન્ટ બનાવવા અથવા છેતરપિંડી કરવા બદલ જેલ પણ થઈ શકે છે.

Next Article