WhatsApp યુઝર્સ સાવધાન, જો આ નંબર પર ભૂલથી પણ કોલ કર્યો તો એકાઉન્ટ થઈ શકે છે હેક

|

May 26, 2022 | 3:37 PM

વોટ્સએપ પર હેક થવાનો ખતરો ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. હેકર્સ યુઝર્સને મૂર્ખ બનાવવા માટે એક નવી પદ્ધતિનો ઉપયોગ કરે છે, જેથી તેઓ WhatsApp સુરક્ષાને તોડીને એકાઉન્ટને એક્સેસ કરી શકે.

WhatsApp યુઝર્સ સાવધાન, જો આ નંબર પર ભૂલથી પણ કોલ કર્યો તો એકાઉન્ટ થઈ શકે છે હેક
WhatsApp
Image Credit source: File Photo

Follow us on

વોટ્સએપ (WhatsApp)આજે ખુબ લોકપ્રિય અને ઝડપી સેવાની સાથે યુઝર્સ માટે ખુબ ઉપયોગી પણ છે ત્યારે વોટ્સએપ પર હેક થવાનો ખતરો ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. હેકર્સ યુઝર્સને મૂર્ખ બનાવવા માટે એક નવી પદ્ધતિનો ઉપયોગ કરે છે, જેથી તેઓ WhatsApp સુરક્ષાને તોડીને એકાઉન્ટને એક્સેસ કરી શકે. ક્લાઉડસેકના સીઈઓ અને સ્થાપક રાહુલ સાસીએ માહિતી આપી છે કે હેકરોએ હવે એક નવો રસ્તો શોધી કાઢ્યો છે જેના દ્વારા તેઓ વપરાશકર્તાઓના એકાઉન્ટને હેક કરી રહ્યા છે. રાહુલનું કહેવું છે કે આ નવી ટ્રીક ખૂબ જ સરળ રીત છે, જેના દ્વારા વોટ્સએપ એકાઉન્ટ (WhatsApp Account) હેક કરી શકાય છે.

આ સ્કેમમાં ટાર્ગેટને હેકર તરફથી કોલ આવે છે અને તે યુઝરને ચોક્કસ નંબર પર કોલ કરવાનું કહે છે. જો ટાર્ગેટ યુઝર નંબર ડાયલ કરે છે, તો હેકર સરળતાથી યુઝરના એકાઉન્ટ પર કબજો કરી શકે છે. નવા સ્કેમ અંગે રાહુલે કહ્યું કે આ ખૂબ જ સરળ અને ટૂંકી પ્રક્રિયા છે. આ હેકને અંજામ આપવા માટે, હેકર્સ ર્ટાગેટને કૉલ કરે છે અને તેમને ‘**67*<10 ડિજિટ નંબર> અથવા *405*<10 ડિજિટ નંબર>’ ડાયલ કરવા માટે સમજાવે છે.

આવી સ્થિતિમાં, જો યુઝર્સ ભૂલથી તેના પર કોલ કરે છે, તો તેઓ મોટી મુશ્કેલીમાં મુકાઈ જશે અને તેમના એકાઉન્ટની ઍક્સેસ હેકર્સ પાસે જશે. એક્સેસ મેળવ્યા પછી, હેકર્સ યુઝરમાં જોડાયેલા કોન્ટેક્ટ્સ પાસેથી પૈસા માંગે છે. જ્યારે આવું થાય છે, ત્યારે યુઝરને ખબર પડે છે કે તેનું એકાઉન્ટ હેક થઈ ગયું છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

યુઝર્સ કેવી રીતે રહી શકે સુરક્ષિત

રાહુલે યુઝર્સને સલાહ આપી હતી કે જો કોઈ વ્યક્તિ તમને કોઈપણ સર્વિસ પ્રોવાઈડરના નામ પર 67 અથવા 405 થી શરૂ થતા નંબર પર કોલ કરવાનું કહે તો તે ક્યારેય ન કરો. આ સિવાય, આવા જોખમોથી સુરક્ષિત રહેવાનો શ્રેષ્ઠ માર્ગ એ છે કે તમારા WhatsApp એકાઉન્ટ પર 2-સ્ટેપ વેરિફિકેશન કરવું અને લોગ ઇન કરવા માટે પાસવર્ડ અથવા PIN સેટ કરવો.

Next Article