Tech Tips: Instagram એકાઉન્ટ હેક થવા પર આ રીતે કરો રિકવર, જાણો સંપૂર્ણ રીત

જો તમારું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક થઈ ગયું છે અને તમે તેને ફરીથી એક્સેસ કરવા માંગો છો, તો તમારા માટે સારા સમાચાર છે. કારણ કે તમે તેને સરળતાથી પુનઃપ્રાપ્ત કરી શકો છો. સંપૂર્ણ પ્રક્રિયા જાણવા માટે નીચે વાંચો.

Tech Tips: Instagram એકાઉન્ટ હેક થવા પર આ રીતે કરો રિકવર, જાણો સંપૂર્ણ રીત
Image Credit source: File photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 26, 2022 | 1:13 PM

ઈન્સ્ટાગ્રામ (Instagram) લોકો માટે એક લોકપ્રિય પ્લેટફોર્મ બની ગયું છે. Instagram સમગ્ર વિશ્વમાં 500 મિલિયનથી વધુ સક્રિય વપરાશકર્તાઓ ધરાવે છે. પરંતુ હેકર્સ દરરોજ કોઈનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ( Instagram Account ) હેક કરી રહ્યા છે. જો તમારું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક થઈ ગયું છે અને તમે તેને ફરીથી એક્સેસ કરવા માંગો છો, તો તમારા માટે સારા સમાચાર છે. કારણ કે તમે તેને સરળતાથી પુનઃપ્રાપ્ત કરી શકો છો. સંપૂર્ણ પ્રક્રિયા જાણવા માટે નીચે વાંચો.

સૌ પ્રથમ રિપોર્ટ કરો

જો તમને લાગે કે તમારું Instagram એકાઉન્ટ હેક થયું છે, તો તરત જ તેનો પાસવર્ડ બદલી નાખશો. પરંતુ જ્યારે Instagram એકાઉન્ટ હેક થાય છે, ત્યારે તમે તેને કોઈપણ રીતે ઍક્સેસ કરી શકતા નથી, કારણ કે હેકર્સ એકાઉન્ટ હેક કર્યા પછી પાસવર્ડ બદલી નાખે છે. તેમ છતા તમે હજી પણ તેના માટે એક રીતે રિપોર્ટ કરી શકો છો. આ માટે, તમારે તમારા મિત્રને તમારી ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલની મુલાકાત લેવાનું કહેવું પડશે. પછી જમણી બાજુએ આવતા હેમ્બર્ગ આઇકોન પર ક્લિક કરો. આ પછી, હવે રિપોર્ટનો વિકલ્પ પસંદ કરો.

રિપોર્ટ કરવાની આ પણ એક પદ્ધતિ

હવે તમારે Report Account પસંદ કરવાનું રહેશે. આ પછી, તમારે ઘણા વિકલ્પોમાંથી એક પછી એક પસંદ કરવાનું રહેશે. આમાં, તમારે એકાઉન્ટની જાણ કરવા માટે એક માન્ય કારણ આપવું પડશે. જો તમે ઇચ્છો તો તમે It’s pretending to be someone else પસંદ કરી શકો છો. પછી તમે Someone I Know નો ઓપ્શન પર ક્લિક કરો. રિપોર્ટ મોકલ્યા પછી ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ ચેક કરશે અને તેના માટે તમારો સંપર્ક કરશે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

ઍક્સેસ મેળવવા કરો રિક્વેસ્ટ

હેકર્સ તમારું એકાઉન્ટ હેક કર્યા પછી તમારા બધા ઉપકરણોમાંથી લૉગ આઉટ કરી શકે છે. તેઓ પાસવર્ડ પણ બદલી શકે છે. આવી સ્થિતિમાં, તમે ઈમેલ દ્વારા Instagram થી લોગિન લિંકની વિનંતી કરી શકો છો. ઇન્સ્ટાગ્રામ ખોલતા જ તમને લોગિન સ્ક્રીન દેખાશે. પાસવર્ડ બદલ્યા પછી, Get help logging in નો વિકલ્પ પસંદ કરી શકો. આમ કરવાથી, Instagram તમારા ઇનબોક્સમાં એક ખાસ લિંક મોકલે છે. પછી તમારે મેઇલ ખોલીને આપેલી સૂચનાઓનું પાલન કરવું પડશે.

સિક્યોરિટી કોડ વડે પણ કરી શકશો લૉગિન

તમે સિક્યોરિટી કોડ માટે વિનંતી પણ કરી શકો છો. આ માટે તમારે પહેલા ઈન્સ્ટાગ્રામ ઓપન કરવું પડશે. પછી લોગિન સ્ક્રીન આવતાની સાથે જ Get Help Logging In નો વિકલ્પ પસંદ કરો. તમારું વપરાશકર્તા નામ, ઇમેઇલ સરનામું અને ફોન નંબર દાખલ કરો. પછી Need more help? પસંદ કરવાનું છે. પછી તમારે સ્ક્રીન પરના નિર્દેશોનું પાલન કરવું પડશે. તે પછી Send security code પર ક્લિક કરો. હવે તમારું ઇમેઇલ સરનામું અથવા સંદેશ તપાસો. તેના પર કોડ આવશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">