Instagram પર વધારવા છે ફોલોઅર્સ તો પોસ્ટ પર લગાવો ટ્રેન્ડિંગ Hashtags ! સર્ચ કરવા છે એકદમ સરળ

|

Jun 22, 2022 | 2:55 PM

ઈન્સ્ટાગ્રામ (Instagram) પર ફોલોઅર્સ વધારવા માટે, તમારૂ કન્ટેન્ટ યુનિક અને જબરદસ્ત હોવું જોઈએ જેથી યુઝર્સને મજા આવી જાય. તેનાથી બાકીના યુઝર્સ તમારી જૂની પોસ્ટ્સ પણ સ્ક્રોલ કરે છે. અને વધુ સારી લાગે તો અન્ય લોકો સાથે શેર પણ કરે છે.

Instagram પર વધારવા છે ફોલોઅર્સ તો પોસ્ટ પર લગાવો ટ્રેન્ડિંગ Hashtags ! સર્ચ કરવા છે એકદમ સરળ
Instagram
Image Credit source: File Photo

Follow us on

ફોટો શેરિંગ એપ્લિકેશન ઈન્સ્ટાગ્રામ (Instagram)લોકોમાં ખૂબ જ લોકપ્રિય છે, અને દરેક વ્યક્તિ ઇચ્છે છે કે તેના Instagram ફોલોઅર્સ ઝડપથી વધે. Instagram પર ફોલોઅર્સ વધારવા માટે, તમારા કન્ટેન્ટનું યુનિક અને જબરદસ્ત હોવું જોઈએ જેથી યુઝર્સને મજા આવી જાય. તેનાથી બાકીના યુઝર્સ તમારી જૂની પોસ્ટ્સ પણ સ્ક્રોલ કરે છે. અને વધુ સારી લાગે તો અન્ય લોકો સાથે શેર પણ કરે છે. આ રીતે ફોલોઅર્સની સંખ્યા વધવા લાગે છે, પરંતુ તમને જણાવી દઈએ કે હેશટેગ (Hashtag Tips)ની પણ ફોલોઅર્સ વધારવામાં મહત્વની ભૂમિકા હોય છે.

આ સાથે, તમારી પોસ્ટની પહોંચ (Reach) વધવા લાગે છે, એટલે કે, પોસ્ટ વધુને વધુ લોકો માટે દેખાય છે. પરંતુ જો તમે હજી સુધી હેશટેગ વિશે સાંભળ્યું નથી અથવા હેશટેગ્સ કેવી રીતે યુઝ કરવા તે જાણતા નથી, તો આજે તમારી સમસ્યા હલ થઈ જશે. હા, આજે અમે તમને જણાવીશું કે તમે કેવી રીતે ઇન્સ્ટાગ્રામ પર હેશટેગ્સ પણ સર્ચ કરી શકો છો અને તેનો ઉપયોગ કરીને તમારા ફોલોઅર્સ વધારી શકો છો.

  1. સૌ પ્રથમ, તમારા ડિવાઈસ પર Instagram એકાઉન્ટ ખોલો.
  2. ‘#’ સાઈન ટાઈપ કરી કીવર્ડ લખો.
  3. મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
    20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
    ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
    SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
    ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
    Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
  4. હવે અહીં તમે તમારી પોસ્ટ સંબંધિત કોઈપણ હેશટેગ શોધી શકો છો. ઉદાહરણ તરીકે #Pets. આ લખતાની સાથે જ તેનાથી સંબંધિત અનેક પ્રકારના હેશટેગ તમારી સામે આવી જશે.
  5. અહીં તમે જોઈ શકશો કે કયું હેશટેગ આટલું લોકપ્રિય છે અને કેટલા નંબર છે. આ સાથે, તમે તમારી ઇન્સ્ટાગ્રામ પોસ્ટ અનુસાર નક્કી કરીને કેટલાક ટોચના સૌથી લોકપ્રિય હેશટેગની નકલ કરી શકો છો.

પોસ્ટ/Storyમાં હેશટેગ કેવી રીતે મૂકવું

આ પછી, જ્યારે તમે કોઈ પોસ્ટ અથવા સ્ટોરી મૂકો છો, ત્યારે તમે કેપ્શન સાથે કોપી કરેલા હેશટેગને પેસ્ટ કરી શકો છો. આ સાથે, જ્યારે પણ કોઈ વ્યક્તિ તે હેશટેગ પર ટેપ કરશે, ત્યારે તે હેશટેગમાં ઉપયોગમાં લેવાતી દરેક પોસ્ટ સામે આવશે.

Next Article