Tech Tips: IRCTC એપના આ ફિચરની મદદથી તત્કાલ ટિકિટ તાત્કાલિક થશે બુક

|

May 10, 2022 | 5:43 PM

તત્કાલ ટિકિટ બુકિંગ 24 કલાક અગાઉથી બુક કરાવી શકાય છે. પરંતુ, જ્યાં વધુ મુસાફરો હોય તેવા રૂટ પર તત્કાલ ટિકિટ (Tatkal Ticket Booking) મેળવવી પણ ખૂબ મુશ્કેલ છે. જેના કારણે ઘણી વખત લોકો એજન્ટોના ચક્કર પણ લગાવે છે.

Tech Tips: IRCTC એપના આ ફિચરની મદદથી તત્કાલ ટિકિટ તાત્કાલિક થશે બુક
IRCTC
Image Credit source: File Photo

Follow us on

સમર વેકેશન (Summer Vacation)માં ઘણા લોકો ઘરે જવા ઈચ્છતા હોય છે, પરંતુ ટ્રેનની ટિકિટ મેળવવી ખૂબ જ મુશ્કેલ બની જાય છે. વેઈટિંગ ટિકિટ કન્ફર્મ થવાની શક્યતાઓ પણ ઘણી ઓછી હોય છે. આ સ્થિતિમાં તમે તત્કાલ ટિકિટ બુકિંગ (Tatkal Ticket Booking) દ્વારા બુક કરી શકો છો. તત્કાલ ટિકિટ બુકિંગ 24 કલાક અગાઉથી બુક કરાવી શકાય છે. પરંતુ, જ્યાં વધુ મુસાફરો હોય તેવા રૂટ પર તત્કાલ ટિકિટ મેળવવી પણ ખૂબ મુશ્કેલ છે. જેના કારણે ઘણી વખત લોકો એજન્ટોના ચક્કર પણ લગાવે છે.

પરંતુ, તમે કેટલીક ટીપ્સને અનુસરીને તત્કાલ ટિકિટ સરળતાથી બુક કરી શકો છો. આ માટે તમારે IRCTC એપ અને માસ્ટર લિસ્ટ ફીચરનો ઉપયોગ કરવો પડશે. તમે Google Play Store અથવા Apple App Store પરથી IRCTC એપ ડાઉનલોડ કરી શકો છો.

માસ્ટર લિસ્ટ ફિચર

એપ ડાઉનલોડ કર્યા બાદ તેમાં IRCTC ID વડે લોગિન કરો. આ પછી તમારે તેમાં માસ્ટર લિસ્ટ ફીચરનો ઉપયોગ કરવો પડશે. આ ફીચરની મદદથી તમે પેસેન્જરની વિગતો પહેલાથી ભરી શકો છો. જેના કારણે તમારે બુકિંગ સમયે વિગતો દાખલ કરવાની રહેશે નહીં અને તમારો ઘણો સમય બચશે.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

તત્કાલ ટિકિટમાં સમય ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ કારણે માસ્ટર લિસ્ટ ફીચરનો ઉપયોગ કરીને કન્ફર્મ તત્કાલ ટિકિટ મેળવવાની શક્યતાઓ ઘણી વધી જાય છે. માસ્ટર લિસ્ટ ફીચર ઉમેરવા માટે તમારે IRCTC એપ ખોલીને તેમાં લોગિન કરવું પડશે.

આ પછી આપેલ વિકલ્પમાંથી માય માસ્ટર લિસ્ટનો વિકલ્પ પસંદ કરવાનો રહેશે. આમાં તમારે પેસેન્જરની તમામ વિગતો ભરીને સેવ કરવાની રહેશે. આગળ વધતા પહેલા અમે તમને જણાવી દઈએ કે ACમાં તત્કાલ બુકિંગ સવારે 10 વાગ્યાથી શરૂ થાય છે, જ્યારે સ્લીપરમાં તત્કાલ બુકિંગ સવારે 11 વાગ્યાથી શરૂ થાય છે.

એપ ખોલો અને તત્કાલ બુકિંગ શરૂ થવાના 1 કે 2 મિનિટ પહેલા તેમાં લોગિન કરો. આ પછી મુસાફરીનો માર્ગ પસંદ કર્યા પછી માસ્ટર લિસ્ટ દ્વારા મુસાફરોની વિગતો ઉમેરો. ત્યારબાદ પેમેન્ટ સમયે UPIનો વિકલ્પ પસંદ કરો અને તેની સાથે પેમેન્ટ કરો. આનાથી તમારો ઘણો સમય બચશે અને કન્ફર્મ તત્કાલ ટિકિટ મળવાની શક્યતાઓ ઘણી વધારે રહેશે.

Published On - 5:37 pm, Tue, 10 May 22

Next Article