શું તમે જોયો છે ક્યારેય ટ્રાન્સ્પેરેન્ટ ફોન ? વાયરલેસ ચાર્જર પણ છે ટ્રાન્સ્પેરેન્ટ જુઓ વીડિયો

|

Aug 08, 2022 | 10:11 AM

આ વીડિયોમાં એક ખાસ સ્માર્ટફોન (Smartphone) બતાવવામાં આવ્યો છે અને તેને ઓપરેટ પણ કરવામાં આવી રહ્યો છે. હાથમાં રહેલા ફોનની આરપાર જોઈ શકાય છે, જેમ કે પારદર્શક અરીસા જેવો છે. તેનું ઈન્ટરફેસ એન્ડ્રોઈડ ઓએસ પર કામ કરતું હોય તેવું લાગે છે.

શું તમે જોયો છે ક્યારેય ટ્રાન્સ્પેરેન્ટ ફોન ? વાયરલેસ ચાર્જર પણ છે ટ્રાન્સ્પેરેન્ટ જુઓ વીડિયો
Transparent phone
Image Credit source: Screenshot, Twitter

Follow us on

આઈફોન હોય કે પ્રીમિયમ એન્ડ્રોઈડ સ્માર્ટફોન(Smartphone), તમે અત્યાર સુધીમાં અનેક પ્રકારની ડિઝાઈન જોઈ હશે, પરંતુ આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ. એક ખાસ સ્માર્ટફોન વિશે જે કાચની જેમ પારદર્શક (Transparent phone)છે અને તેમાં વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ પણ છે. જો તમને પણ સાંભળીને નવાઈ લાગી છે તો તમને જણાવી દઈએ કે આ ફોનનો વીડિયો (Viral Video)પણ સામે આવ્યો છે. વાલા અફશરે ટ્વિટર પર 12 મિનિટનો વીડિયો શેર કર્યો છે.

આ વીડિયોમાં એક ખાસ સ્માર્ટફોન બતાવવામાં આવ્યો છે અને તેને ઓપરેટ પણ કરવામાં આવી રહ્યો છે. હાથમાં રહેલા ફોનની આરપાર જોઈ શકાય છે, જેમ કે પારદર્શક અરીસા જેવો છે. તેનું ઈન્ટરફેસ એન્ડ્રોઈડ ઓએસ પર કામ કરતું હોય તેવું લાગે છે અને તે ઘણી હદ સુધી રેડમીના ઈન્ટરફેસ જેવું લાગે છે. જો કે હજુ સુધી આ ફોન વિશે કોઈ કંપનીએ પુષ્ટિ કરી નથી.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

ચાર્જિંગ પણ છે ટ્રાન્સ્પેરેન્ટ

અરીસા જેવા દેખાતા આ ફોનમાં પ્રીમિયમ સ્માર્ટફોનના ફીચર્સ પણ આપવામાં આવ્યા છે. આ ફોનમાં વાયરલેસ ચાર્જિંગ સિસ્ટમ જોવા મળી છે. નોંધનીય છે કે વાયરલેસ ચાર્જિંગ પેડ પણ પારદર્શક છે, જો કે તેમાં રહેલી કેબલ કાળા રંગની છે.

Tweet માં કંઈક આ રીતે નજર આવ્યો ટ્રાંસ્પેરેંટ ફોન

ટ્રાન્સ્પેરેન્ટ ફોન બતાવવાની સાથે ઓપરેટ પણ કર્યો

આ ટ્રાન્સ્પેરેન્ટ સ્માર્ટફોન માત્ર વીડિયોમાં જ નથી દેખાડવામાં આવ્યો, પરંતુ 12 સેકન્ડના આ વીડિયોમાં મોબાઈલ પણ ઓપરેટ કરવામાં આવ્યો છે. મોબાઈલ સ્ક્રીન પર કેટલીક એપ્સ બતાવવામાં આવી છે અને તેમાં સેટિંગ્સ પણ ઓપરેટ કરવામાં આવી છે.

Redmi જેવું જ ઇન્ટરફેસ

નોંધનીય બાબત એ છે કે મોબાઈલમાં બતાવેલ ઈન્ટરફેસ રેડમીના ઈન્ટરફેસ જેવું જ છે અને તે એન્ડ્રોઈડ ઓએસ પર ચાલે છે. આ વીડિયોનું ટ્વિટર વેરિફાઈડ એકાઉન્ટ પોસ્ટ કરવામાં આવ્યું છે.

Published On - 9:20 am, Mon, 8 August 22

Next Article