તમારા ફ્રી ઈન્ટરનેટ કોલ્સ વધારી રહી છે સરકારની ચિંતા, 70 ટકા લોકો કરી રહ્યા છે તેનો ઉપયોગ

|

Oct 15, 2022 | 4:58 PM

ટેલિકોમ વિભાગ (DoT)ના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, હાલમાં 60-70 ટકા ફ્રી વોઈસ કોલ વોટ્સએપ, ટેલિગ્રામ અને સિગ્નલ જેવી એપ્સ દ્વારા કરવામાં આવી રહ્યા છે.

તમારા ફ્રી ઈન્ટરનેટ કોલ્સ વધારી રહી છે સરકારની ચિંતા, 70 ટકા લોકો કરી રહ્યા છે તેનો ઉપયોગ
Symbolic Image
Image Credit source: File Photo

Follow us on

વોટ્સએપ (WhatsApp) અને ટેલિગ્રામ જેવી એપથી ફ્રી કોલને કારણે સરકાર ખૂબ જ ટેન્શનમાં છે. તેથી, સરકાર ઓવર-ધ-ટોપ (OTT) કોમ્યુનિકેશન એપ્સને તેના નિયંત્રણ હેઠળ લાવશે. યુઝર્સ ફ્રી કોલ માટે સૌથી વધુ વોટ્સએપ, ટેલિગ્રામ અને સિગ્નલ જેવી એપ્સનો ઉપયોગ કરે છે. ઈન્ટરનેટ કોલ્સ ટ્રેક કરવા ખૂબ જ મુશ્કેલ છે, પરંતુ સરકારના નિયંત્રણ બાદ આ એપ્સથી કરવામાં આવતા ફ્રી કોલને ટ્રેક કરી શકાય છે. અહેવાલો અનુસાર, સરકારી અધિકારીઓનું કહેવું છે કે ફ્રી કોલથી દેશની સુરક્ષા અને નાણાકીય છેતરપિંડીનું જોખમ ઘણું વધી જાય છે.

ટેલિકોમ વિભાગ (DoT) ના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, હાલમાં 60-70 ટકા ફ્રી વોઈસ કોલ વોટ્સએપ, ટેલિગ્રામ અને સિગ્નલ જેવી એપ્સ દ્વારા કરવામાં આવી રહ્યા છે. નિષ્ણાતો માને છે કે ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપ ભારતને તેના સૌથી મોટા બજાર તરીકે ગણે છે, જેમાં 500 મિલિયનથી વધુ વપરાશકર્તાઓ છે. અહીં વપરાશકર્તાઓ ફ્રી વૉઇસ કૉલ્સ માટે ઓવર-ધ-ટોપ (OTT)કમ્યુનિકેશન એપ્સનો વ્યાપકપણે ઉપયોગ કરે છે.

ફ્રી કોલ્સ માટે ડેટા એકત્ર કરવામાં મુશ્કેલી

ફ્રી ઈન્ટરનેટ કોલ્સનો મોટો હિસ્સો OTT દ્વારા કરવામાં આવે છે. પરંતુ આ કેટલી માત્રામાં થાય છે તેની ગણતરી કરવી ખૂબ જ મુશ્કેલ છે, કારણ કે આ બધું ડેટા સેશનમાં થાય છે જેને મિનિટોમાં ગણી શકાય નહીં. તે બાઈટમાં ગણી શકાય. ભારતમાં ડેટાનો વપરાશ પાછલા વર્ષોની સરખામણીમાં અનેક ગણો વધ્યો છે. આમાં સૌથી મોટી ભૂમિકા 4G કનેક્ટિવિટીની છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

સામાન્ય કૉલ્સનો સંપૂર્ણ રેકોર્ડ

ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ (DoT)ના અધિકારીઓના જણાવ્યા અનુસાર સામાન્ય વૉઇસ કૉલ્સને ટ્રૅક કરવું એકદમ સરળ છે, પરંતુ OTT કૉલ્સના કિસ્સામાં એવું નથી. ET અનુસાર, ટેલિકોમ ઓપરેટરો માટે ઓછામાં ઓછા એક વર્ષ માટે તમામ વોઈસ કોલના કોલ ડિટેઈલ રેકોર્ડ (CDR)સ્ટોર કરવા ફરજિયાત છે. જ્યારે જરૂર પડે ત્યારે સીડીઆરનો ડેટા સુરક્ષા અને તપાસ એજન્સીઓ માટે ઉપયોગી થાય છે. હાલમાં ઈન્ટરનેટ કોલ માટે આવી કોઈ જરૂરિયાત નથી.

ફ્રી કોલ એપ પર સરકારનું નિયંત્રણ

નિષ્ણાંતોનું કહેવું છે કે જો ફ્રી ઈન્ટરનેટ કોલને નિયંત્રિત કરવામાં આવે તો WhatsApp જેવા પ્લેટફોર્મને ભારતમાં ડેટા સ્ટોર કરવાની ફરજ પડી શકે છે. જો કે, આ તમામ પ્લેટફોર્મ આવા કોઈપણ પગલાનો વિરોધ કરે છે. જણાવી દઈએ કે ટેલિકોમ વિભાગ ટેલિકોમ બિલનો ડ્રાફ્ટ લાવ્યો છે, જેમાં ઓવર-ધ-ટોપ (OTT) કોમ્યુનિકેશન સર્વિસને સામેલ કરવા માટે ટેલિકોમ સેવાની વ્યાખ્યાનો વિસ્તાર કરવામાં આવ્યો છે.

Next Article