તમારું Google એકાઉન્ટ કેટલી જગ્યાએ ખુલ્લું છે તે આ સરળ રીતથી કરો ચેક, નકામા એક્સેસ કરો દુર

શું તમે ક્યારેય તપાસ કરી છે કે તમારું Google એકાઉન્ટ કેટલી જગ્યાએ ખુલ્લું છે અને તમે કઈ વેબસાઈટ અને એપ્સને તેની ઍક્સેસ આપી છે? જો નહીં, તો અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે કેવી રીતે કરવુ ચેક.

તમારું Google એકાઉન્ટ કેટલી જગ્યાએ ખુલ્લું છે તે આ સરળ રીતથી કરો ચેક, નકામા એક્સેસ કરો દુર
GoogleImage Credit source: File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 21, 2023 | 11:54 AM

ડેટા આજે અત્યંત મૂલ્યવાન છે. જેની પાસે ગોપનીય ડેટા છે તેટલો જ શક્તિશાળી છે. જો કોઈ વ્યક્તિનો અંગત ડેટા અન્ય વ્યક્તિના હાથમાં આવે છે, તો તે તેનો દુરુપયોગ કરી શકે છે અને વ્યક્તિને ઘણી સમસ્યાઓમાંથી પસાર થવું પડી શકે છે. એટલા માટે આપણે બધાએ આપણો ડેટા સુરક્ષિત રાખવાની જરૂર છે. શું તમે ક્યારેય તપાસ કરી છે કે તમારું Google એકાઉન્ટ કેટલી જગ્યાએ ખુલ્લું છે અને તમે કઈ વેબસાઈટ અને એપ્સને તેની ઍક્સેસ આપી છે? જો નહીં, તો અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે કેવી રીતે.

આ પણ વાંચો: WhatsApp Web પર ટૂંક સમયમાં મળશે આ 2 નવા અપડેટ, જાણો શું છે નવું

ખરેખર, જ્યારે આપણે કોઈપણ વેબસાઈટ અથવા એપ પર ‘Google સાથે સાઈન-ઈન’ કરીએ છીએ, ત્યારે તે વેબસાઈટ અથવા એપ પર આપણું Google એકાઉન્ટ સેવ થઈ જાય છે અને લોકો કે વેબસાઈટના માલિક આપણો ડેટા જેમ કે નામ, પ્રોફાઇલ, Gmail વગેરે જોઈ શકે છે. તેઓ તેનો ઉપયોગ તેમના ફાયદા માટે કરી શકે છે.

શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો

તેથી જ એ મહત્વનું છે કે કામ પૂર્ણ થયા પછી, આપણે તમામ વેબસાઇટ્સ અને એપ્લિકેશન્સમાંથી આપણા Google એકાઉન્ટને દૂર કરીએ અને Google એકાઉન્ટને લોગ-આઉટ પણ કરીએ. મોટાભાગના લોકો ‘Google સાથે સાઇન-ઇન’ વિકલ્પ પસંદ કરે છે કારણ કે તેમાં અન્ય કોઈ વિગતો વગેરે ભરવાની રહેતી નથી અને તેઓ સીધા જ લોગ ઈન થઈ જાય છે. નવું એકાઉન્ટ બનાવતી વખતે સમય લાગે છે અને બધી વિગતો એક પછી એક દાખલ કરવાની હોય છે.

આ રીતે તપાસો

  • તમારું Google એકાઉન્ટ કયા ડિવાઈસ પર ખુલ્લું છે તે તપાસવા માટે, સૌ પ્રથમ Google પર જાઓ
  • અહીં દર્શાવેલ પ્રોફાઇલ પર ક્લિક કરો અને ગૂગલ એકાઉન્ટના વિકલ્પ પર ક્લિક કરો
  • ત્યારબાદ સિક્યોરિટી ઓપ્શન પર આવો અને તમારું એકાઉન્ટ ક્યાં ખુલ્યું છે તે ચેક કરવા માટે ‘યોર ડિવાઇસીસ’ પર આવો. અહીં તમને આ માહિતી પણ મળશે કે મોબાઈલ અને લેપટોપ પર કેટલી વાર એકાઉન્ટ ખોલવામાં આવ્યું છે. જો તમને અહીં કોઈ અજાણ્યું ઉપકરણ દેખાય, તો તેને દૂર કરો અને તમારો પાસવર્ડ બદલી દો.
  • તમે કઈ વેબસાઈટ અને એપ્સને તમારા Google એકાઉન્ટની ઍક્સેસ આપી છે તે તપાસવા માટે, ‘Google સાથે સાઇન ઇન કરો’ વિકલ્પ પર આવો, જે તમને સુરક્ષા ટેબની અંદર મળશે.
  • તેના પર ક્લિક કરીને, તમે જોઈ શકશો કે તમે Google એકાઉન્ટની ઍક્સેસ ક્યાં આપી છે. અહીંથી તમે અનિચ્છનીય વેબસાઇટ્સ અને એપ્સને દૂર કરી શકો છો.

ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">