ગૂગલે બંધ કરી ડુપ્લેક્સ ઓન વેબ સર્વિસ, હવેથી નહીં થઈ શકે ઉપયોગ, જાણો શું છે કારણ

|

Dec 05, 2022 | 7:27 PM

આ એક એવી ટેક્નોલોજી છે કે જે Google આસિસ્ટન્ટને સાઈટના મુલાકાતીઓ માટે અમુક વપરાશકર્તા કાર્યોને સ્વચાલિત કરવા સક્ષમ બનાવે છે. ગૂગલ સપોર્ટ પેજ મુજબ વેબ પર ડુપ્લેક્સ બંધ થઈ ગઈ છે.

ગૂગલે બંધ કરી ડુપ્લેક્સ ઓન વેબ સર્વિસ, હવેથી નહીં થઈ શકે ઉપયોગ, જાણો શું છે કારણ
ફાઇલ ટાઈપ: આ સર્ચથી તમે ફાઇલ ટાઈપને ફિલ્ટર કરવા માટે કરી શકો છો. ઉદાહરણ તરીકે, તમે Warren Buffett filetype:pdf લખીને સર્ચ કરી શકો છો.
Image Credit source: File Photo

Follow us on

ગૂગલે છેલ્લા એક વર્ષમાં તેની ઘણી સેવાઓ બંધ કરી દીધી છે. હવે આ લિસ્ટમાં એક નવું નામ ઉમેરાયું છે. તાજેતરના રિપોર્ટ અનુસાર, ગૂગલ કંપનીએ ગુપ્ત રીતે ડુપ્લેક્સ ઓન વેબ સર્વિસ બંધ કરી દીધી છે. ગૂગલે તેના સપોર્ટ પેજ અપડેટમાં જણાવ્યું છે કે તેમની તરફથી ડુપ્લેક્સ ઓન વેબ સર્વિસનું સમર્થન બંધ કરવામાં આવી રહ્યું છે. ગૂગલે ડિસેમ્બર 2022થી આ સેવા બંધ કરી દીધી છે. રિપોર્ટ અનુસાર, 30 નવેમ્બર 2022 આ સેવાનો છેલ્લો દિવસ હતો. ગૂગલે કહ્યું કે ડુપ્લેક્સ વેબ પર કોઈ ઓટોમેશન ફીચર સક્ષમ કરવામાં આવશે નહીં.

આ એક એવી ટેક્નોલોજી છે કે જે Google આસિસ્ટન્ટને સાઈટના મુલાકાતીઓ માટે અમુક વપરાશકર્તા કાર્યોને સ્વચાલિત કરવા સક્ષમ બનાવે છે. ગૂગલ સપોર્ટ પેજ મુજબ વેબ પર ડુપ્લેક્સ બંધ થઈ ગઈ છે. એટલે કે, ગૂગલના આ નિર્ણય પછી વેબ પર ડુપ્લેક્સ દ્વારા સક્ષમ કોઈપણ ઓટોમેશન સુવિધાને સમર્થન આપવામાં આવશે નહીં.

શું છે Duplex on Web?

આપને જણાવી દઈએ કે ડુપ્લેક્સ ઓન વેબ એક પ્રકારની ગૂગલ આસિસ્ટન્ટ સર્વિસ છે. આ સેવાની મદદથી ગ્રાહકો ટિકિટ બુક કરાવી શકતા હતા. સરળ શબ્દોમાં કહીએ તો આ સેવા સંપૂર્ણપણે ઓટોમેશન આધારિત હતી. આ સેવામાં સમગ્ર પ્રક્રિયા Google આસિસ્ટન્ટ લીડ ઈન્ટરફેસની મદદથી ઓટોમેટિક કરવામાં આવી હતી, જે તેના વપરાશકર્તાઓ સાથે જોડાયેલી માહિતી તેના ગૂગલ એકાઉન્ટથી લેતું હતું.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

આ સેવા વર્ષ 2019માં શરૂ કરવામાં આવી હતી

ગૂગલ ડુપ્લેક્સ ઓન વેબ સર્વિસ વર્ષ 2019માં લોન્ચ કરવામાં આવી હતી. આ ફીચર યુઝર્સને સિનેમા હોલ સીટ બુક કરવા જેવા કાર્યોને પૂર્ણ કરવામાં મદદ કરે છે. આમાં યુઝર્સની અંગત વિગતો આપમેળે રેકોર્ડ કરવામાં આવી હતી. આ પછી તેને પાસવર્ડ મેનેજમેન્ટ ફીચર સાથે વિસ્તારવામાં આવ્યો.

જો કે, આ સમય દરમિયાન યુઝર ઓળખપત્રોની ચોરીનો સ્કોપ વધી ગયો, જેના કારણે ડુપ્લેક્સ ઓન વેબ સેવા બંધ કરવામાં આવી. જોકે ગૂગલ ડુપ્લેક્સ ઓન વેબ સર્વિસને સત્તાવાર રીતે બંધ કરવા પાછળની માહિતી ગૂગલ તરફથી મળી નથી.

Google Stadia સેવા બંધ કરશે

અગાઉ, ગૂગલે જાહેરાત કરી હતી કે ક્લાઉડ-આધારિત ગેમિંગ સેવા સ્ટેડિયા જાન્યુઆરી 2023થી બંધ કરવામાં આવશે. કંપનીએ તમામ હાર્ડવેર અને સોફ્ટવેર ખરીદનારા યુઝર્સને પૈસા પરત કરવાની પણ જાહેરાત કરી છે.

Next Article